કોરોના વચ્ચે સરકારે શિયાળુ પાકને લઇ કરી મોટી જાહેરાત – રાજ્યના તમામ ખેડૂતોને થશે બમણો ફાયદો

Share post

સમગ્ર કોરોનાનો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે આ મહામારીને કારણે લાખો લોકોને પોતાનો તેમજ સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખુબ નુકસાન થયું છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કેટલીક યોજનાઓ મારફતે આપવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.

ચાલુ વર્ષ દરમિયાન અતિભારે વરસાદ પડતા રાજ્યના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હવે શિયાળુ પાકને લઇ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરીને રાજ્યના ખેડૂતોને લઇ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, શિયાળુ પાકને લઇ રાજ્યના ખેડૂતોએ પાણીની માંગણી કરી હતી તેમજ ચાલુ વર્ષ દરમિયાન રાજ્યમાં રવિ પાકનું વિપુલ ઉત્પાદન થાય એની માટે રાજ્ય સરકાર તથા નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી હતી ત્યારે રવિ પાક માટે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.

રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે લાભ :
Dy.CM નીતિન પટેલે કહ્યું હતું કે, નર્મદા નિગમ દ્વારા રાજ્યની નહેરોમાં દરરોજ અંદાજે 15,000 ક્યૂસેક પાણી વહેવડાવવામાં આવી રહ્યું છે. જેનો સૌથી મોટો લાભ રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે. કચ્છમાં ગયા વર્ષ દરમિયાન કુલ 900 ક્યૂસેક પાણી છોડવામાં આવતું હતું. એની સામે ચાલુ વર્ષ દરમિયાન 10,800 ક્યૂસેક પાણી છોડવામાં આવશે.

આ વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થયો છે. સરદાર સરોવર બંધમાં પાણીનો પૂરતો જથ્થો રહેલો છે. જેને કારણે ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદની ફતેવાડી તેમજ ખારીકટ્ટ કેનાલમાં પાણી છોડી દેવામા આવ્યુ છે.

રાજ્યમાં કર્ફ્યુને લઇ આપવામાં આવ્યું નિવેદન :
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં કર્ફયુને લઇ કહ્યું હતું કે, રાજ્ય સરકારની મીટીંગમાં આ અંગે કોઇ જ ચર્ચા કરવામાં આવી નથી. હાલમાં મહાનગરોમાં કે અમદાવાદમાં વીક એન્ડ કર્ફ્યુની કોઇ જ વિચારણા કરવામાં આવી નથી. હાલમાં ફક્ત રાત્રિ કર્ફ્યુ જ યથાવત રહેશે.

સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ થઇ રહ્યા છે વાયરલ :
એમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ તેમજ અફવાઓ ચલાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. કારણ કે, કરોડો નાગરિકો પોતાનો ધંધો-રોજગાર જરૂર મુજબ મેળવે છે માટે સરકારને તમામ લોકોની સ્થિતિને જોઇ યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post