ગુજરાત: 700 ખેડૂતોનાં અથાગ પરિશ્રમ પર ફરી વળ્યું પાણી – માર્કેટ યાર્ડમાં કપાસની ખરીદીમાં સામે આવ્યું કરોડોનું કૌંભાડ 

Share post

રાજ્યમાંથી તેમજ દેશમાંથી અવારનવાર કૌંભાડ સામે આવતા રહેતાં હોય છે. હાલમાં પણ આવું જ એક કૌંભાડ સામે આવી રહ્યું છે. અત્યાર સુધીમાં તો જનતા સાથે કૌંભાડ થતાં જ રહેતાં હતાં પરંતુ હાલમાં કોરોનાની વચ્ચે ખેડૂતોની સાથે પણ કૌંભાડ થઈ રહ્યાં છે.  ગુજરાતનાં ભાવનગર જીલ્લાના તળાજામાં કપાસની ખરીદી કરવાંમાં ગેરરીતિ થઈ  હોવાની ફરિયાદ એક જાગૃત ખેડૂત દ્વારા કરવામાં આવતા આ મામલે ખુદ તળાજા પ્રાંતનાં અધિકારીએ તળાજા યાર્ડમાંથી માહિતી મંગાવીને પણ ગેરરીતી થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે.

આ મામલે ભાવનગરના કલેકટરે ભાવનગરનાં ખેતીવાડી અધિકારીને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો છે પણ હવે આ મામલે ખેતીવાડી અધિકારીએ મૌન સેવ્યું છે તથા કૅમૅરાની સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. જો કે, ખેતીવાડી અધિકારી ઓફ ધ રેકર્ડમાં જણાવતાં કહ્યું હતું કે, આ મામલે CCI ની વિજિલન્સ ટિમને તપાસ સોંપી દેવામાં આવી છે.

કેવી રીતે આચર્યું કૌભાંડ :

ભાવનગર જીલ્લાના તળાજામાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી હતી. તળાજામાં આવેલ બોકડી ગામના ખેડૂત ગીગાભાઇ કાદુભાઈએ એમના પરિવારના કુલ 9 લોકોના નામ પર ટેકાના ભાવે કપાસ વહેંચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગીગભાઇએ આરોપ મુક્યો છે કે એમની પાસેથી માલ ખરીદવામાં આવ્યો નથી તથા એની જગ્યાએ યાર્ડના સત્તાધીશોના સંબંધીઓ તથા જિનિંગ મિલના લોકોનો માલની ખરીદી કરી લેવામાં આવી છે.

ગીગાભાઈએ તળાજા યાર્ડનાં સત્તાધીશોને રજુઆત કરવા છતાં સફળતા મળી ન હતી. ગીગાભાઈએ તળાજા પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરીને તપાસ કરતાં સામે આવ્યું કે, કપાસની ખરીદી કરવામાં ગેરરીતિ થઈ  છે. આ મામલે ભાવનગર જિલ્લા અધિક કલેકટર ને જાણ કરવામાં આવી હતી. આની સાથે જ અધિક કલેકટરે ખેતીવાડી અધિકારીને દોષિતોની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

જો કે, ખેતીવાડીએ તપાસ કરવાની જગ્યાએ CCI  હોવાંથી એમાં એની વિજિલન્સ ટિમ તપાસ કરશે એવું કહીને વાતની વિરામ આપવામાં આવ્યો હતો. ખેડૂતનો આરોપ રહેલો છે કે, કુલ 2,371 ખેડૂતોના ઓનલાઈન રજિસ્ટ્રેશન  કરવામાં આવ્યાં હતાં. એમાંથી કુલ 716 ખેડૂતોનો માલ ખરીદવામાં આવ્યો નથી. જો કે, આ બાબત તળાજાના પ્રાંત અધિકરીની તપાસમાં પણ સાબિત થઈ ચુકી છે. કુલ 700 ખેડૂતોનો કપાસનું વેચાણ થતાં તેઓને કુલ 15 કરોડ નું નુકસાન થયું છે. આ અંગે અધિક કલેકટરે પણ આ કપાસની ખરીદી કરવામાં ગેરરીતી થઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post