છેલ્લા 36 વર્ષથી એક હાથ ઉંચો રાખી આ મહંત કરી રહ્યાં છે આકરી તપસ્યા, રહસ્ય જાણી ચોંકી ઉઠશો

Share post

ઈશ્વરને પ્રસન્ન કરવાં માટે અમુક લોકો વ્રત અથવા તો ઉપવાસ કરતાં હોય છે. આની સાથે જ ઘણાં સાધુ-સંતો પણ તપસ્યા કરતાં રહેતાં હોય છે. હાલમાં પણ ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે. આ એક ખુબ જ આશ્વર્યકારક જાણકારી છે. વડોદરામાં આવેલ કરજણનાં મહંત ભોલાગીરીની આકરી તપસ્યા કરી રહ્યા છે.

તેઓ છેલ્લા કુલ 36 વર્ષથી હાથ ઉંચા રાખીને તપસ્યાં કરી રહ્યા છે. આ બાબાને હઠયોગી બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહંત કુલ 15 જેટલા કુંભ મેળામાં સામેલ થઈ ચૂક્યા છે તેમજ તેઓ આ ધર્મનાં રક્ષણ માટે તપસ્યા કરી રહ્યા છે. તેઓ સમાધિ સુધી હાથ ઉંચો રાખવાની પ્રતિજ્ઞા લઈને આ તપસ્યા કરી રહ્યા છે. આ વિચારની સાથે દતાત્રેય પરંપરામાં માનવાની સાથે એમણે ઉર્ધ્વ તપસ્યા કરી છે.

કેવા પ્રકારની છે એમની સાધના?
કરજણમાં આવેલ શિવવાડી આશ્રમમાં મહંત રહે છે. એમણે સાધનાને લઇને મહંતે જણાવતાં કહ્યું હતું કે, મારે આ તપસ્યાને કુલ 40 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. આ ઉર્ધ્વ તપસ્યા છે. હું આ તપસ્યા દેશનાં કલ્યાણ તથા શાંતિને માટે કરી રહ્યો છું. એક એવો સમય આવ્યો હતો કે, જ્યારે અહીં અત્યાચારો થઇ રહ્યા હતાં ત્યારે ગુરૂ મહારાજે બન્ને હાથે તપસ્યા કરી હતી. એમણે મને જણાવતાં કહ્યું હતું કે, એક હાથ કરો દેશનું કલ્યાણ થશે ત્યારથી હું એક હાથે તપસ્યા કરી રહ્યો છું. મહંતને જયારે પૂછવામાં આવ્યું કે, તમે ક્યાંનાં મૂળ નિવાસી? તેઓ જણાવતાં કહે છે કે, હું ભારતનો છું. ‘સાધુ કહી કા નહીં દેશ કા હોતા હે.’

મહંતો વિવિધ પ્રકારે કરે તપસ્યા :
અમુક મહંતો વિવિધ પ્રકારની તપસ્યાઓ કરી રહ્યાં છે. એના વિશે મહંત ભોલાગીરીએ જણાવતાં કહ્યું હતું કે, એ પણ એક તપસ્યા જ છે. મૌન તપસ્યા ખડા રહીને તપસ્યા ભસ્મ લગાવીને તપસ્યા આ બધી જ તપસ્યા છે. આ બધું જ સમગ્ર દેશની શાંતી તેમજ કલ્યાણ માટે કરવામાં આવે છે.

ગૌ માતાને લઇ પ્રવૃત્તિઓ :
તેમનો વિચાર રહેલો છે કે, ગૌ માતાને ‘રાષ્ટ્રીય માતા’ ઘોષિત કરવી જોઇએ. એની માટે હું બન્ને હાથ ઉંચા કરીશ. એમણે જણાવતાં કહ્યું હતું કે, કોઇની સાથે ઝઘડો કરવો જોઇએ નહી. હિન્દુ તથા મુસ્લિમ બધા જ ધર્મ એક છે.

60 કિલોનો પથ્થર પાણીમાં ડૂબતો નથી :મહંતે જણાવતાં કહ્યું હતું કે, આ રામસેતૂનો પથ્થર છે. આ પથ્થરને આશ્રમમાં લાવવામાં આવ્યો એને કુલ 24 વર્ષ થઇ ગયા. આ કહાની છે કે, જ્યારે સમુદ્રએ રસ્તો આપ્યો નહી ત્યારે ભગવાન શ્રીરામે પ્રાર્થના કરી ત્યારે સમુદ્ર દેવતા આવ્યા. એમણે જણાવતાં કહ્યું હતું કે, નલ અને નીલ ભાઇઓને લાવો. ત્યારપછી પથ્થર તર્યા નહી તથા ‘રામ-રામ’ પથ્થર પર લખ્યા પછી પથ્થરો તરવાં લાગ્યા હતાં.

તમે 40 વર્ષ પહેલા આવ્યા ત્યારે શું પરીસ્થિતિ હતી? શું ઉદ્દેશ્ય?
અહીં આજુબાજુ ગામના લોકો હતા. હનુમાનજીનો ભંડારો કર્યો હતો. મારી પાસે ટ્રસ્ટ નથી. હું પૈસા લેતો નથી. ગરીબોને જમાડી દો. બચે તો આશ્રમ બનાવી દો. અન્ન તેમજ જળ દાનથી અન્ય મોટુ કોઇ દાન નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post