જેલમાં રહીને આ પટેલ ભાઈએ રચ્યો ઈતિહાસ, એવી અનોખી સિદ્ધિ હાંસલ કરી સર્જ્યો વિક્રમ રેકોર્ડ

Share post

જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે, જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો હોય કે પછી એવી પ્રવૃત્તિ કરતો હોય કે જેને લીધે એણે કરેલા ગુનાને લીધે નહી પણ કરેલા કાર્યને લીધે જાણવામાં આવે. આવી જ એક વ્યક્તિ અમદાવાદમાં રહે છે. ભાનુભાઈ પટેલ જેમને કુલ 10 વર્ષની જેલ થઇ હતી.

જેમાંથી કુલ 8 વર્ષમાં એમણે અભ્યાસ કરીને કુલ 31 ડિગ્રી મેળવી હતી. આને લીધે એમને સામેથી સરકારી નોકરીની ઓફર આવી હતી. એમણે નોકરીની સાથે જ કુલ 23 ડિગ્રી મેળવી છે. એમનું નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’, ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’, ‘યુનિક વર્લ્ડ રેકોર્ડ’, ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’, ‘યુનિવર્સલ રેકોર્ડ ફોરમ’, ‘વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા’ માં એમનું નામ નોંધવામાં આવ્યું છે.

FERA કાયદાનું ઉલ્લંઘનનો કેસ થતાં કુલ 10 વર્ષની જેલ :
ભાનુભાઈ પટેલ મૂળ ભાવનગરમાં આવેલ મહુવા તાલુકાના વતની છે તેમજ ઘણાં વર્ષોથી અમદાવાદમાં રહે છે. અહીંથી એમણે મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1992માં અમેરિકાના મેક્સિકોમાં મેડિકલ ડિગ્રી માટે ગયા હતા, જ્યાં એમના એક મિત્રએ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં જોબ ચાલુ કરીને પોતાનું વેતન ભાનુભાઈના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો.

એમાં ભાનુભાઈ પર FERA કાયદાનું ઉલ્લંઘનનો કેસ થયો તેમજ એમને 50 વર્ષની ઉંમરે અમદાવાદની મધ્યસ્થ જેલમાં કુલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેલની સજા વખતે એમણે વિવિધ યુનિવર્સિટી તથા શૈક્ષણિક સંસ્થામાંથી પીજી ડિપ્લોમા, ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ કર્યો હતો. એમાંથી એમણે કુલ 31 ડિગ્રી હાંસલ કરી હતી, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વના કુલ 6 રેકોર્ડમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જેલમાં માત્ર 7 વર્ષમાં કુલ 31 ડિગ્રી મેળવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો :
ભાનુભાઈ પટેલે જણાવતાં કહ્યું હતું કે, જેલમાં માત્ર 7 વર્ષમાં કુલ 31 ડિગ્રી મેળવવી એ એક વિશ્વ રેકોર્ડ છે. આજદિન સુધી કોઇપણ વ્યક્તિએ જેલમાં રહીને એકસાથે આટલી ડિગ્રી પ્રાપ્ત કરી નથી. જેલમાંથી છૂટ્યા પછી મને સરકારી આંબેડકર યુનિવર્સિટીમાંથી જોબ માટે ઓફર કરવામાં આવી હતી. સૌથી મોટી વાત તો એ છે કે, જે વ્યક્તિ જેલમાંથી છૂટે એને સરકારી નોકરી મળી શકે નહી પણ મને સામેથી નોકરીની ઓફર મળી હતી.

મેં નોકરની સાથે જ મારો અભ્યાસ પણ શરુ રાખ્યો હતો, જેમાં મેં માત્ર 5 વર્ષમાં કુલ 23 ડિગ્રી મેળવી લીધી હતી એટલે કે, મેં માત્ર 12 વર્ષમાં કુલ 54 ડિગ્રી મેળવી લીધી છે. આ વિષય પર મેં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પુસ્તક પણ લખ્યાં છે.

પોતાના જેલના અનુભવોને 3 ભાષાનાં પુસ્તકમાં ઉતાર્યા :
ભાનુભાઈ કોરોના મહામારી તથા લોકડાઉનના સમયગાળામાં એમના જેલના અનુભવ તથા વિશ્વ રેકોર્ડ સુધીની એમની અભ્યાસયાત્રા વિશે એક પ્રેરણાત્મક તથા પ્રોત્સાહક પુસ્તક ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યા છે. ગુજરાતી પુસ્તકનું નામ છે ‘જેલના સળિયા પાછળની સિદ્ધિ’  તથા અંગ્રેજીમાં ‘BEHIND BARS AND BEYOND’ છે. ભાનુભાઈ 13મી વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આની સાથે જ ભાનુભાઈ વિશ્વની એવી સૌપ્રથમ વ્યક્તિ એવી છે કે, જેમણે જેલની સજા વખતે સૌથી વધારે ડિગ્રીનો રેકોર્ડ મેળવ્યો છે. ભાનુભાઈ પટેલ હાલમાં 65 વર્ષના છે તેમજ એમણે લગ્ન કર્યા નથી.

જેલમાં અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધી :
‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધુ છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઘણાં કેદીઓ પોતાના ગુનાઓની સજા ભોગવી રહ્યા છે. રાજ્યની જેલમાં કુલ 268 કેદીઓ એવા છે કે, જેઓ ગ્રેજ્યુએટ છે અને કુલ 108 કેદી પોસ્ટ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે, આની સાથે જ કુલ 9,799 કેદી અન્ડર ટ્રાયલ છે, જ્યારે કુલ 5,179 કેદી ધોરણ 10થી ઓછું ભણેલ છે. ધોરણ 10થી વધારે તેમજ ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલ હોય એવા કુલ 1,631 કેદી જેલમાં છે. કુલ 442 ગ્રેજ્યુએટ, કુલ 150 જેટલા ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા, કુલ 213 પોસ્ટ ગ્રેજ્યુએટ કેદી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post