સ્માર્ટ ટીવી વાપરતા પહેલા ચેતજો,નહિ તો થશે ન થવાનું નુકસાન જાણો સુરત ની ઘટના..

Share post

દરેક બાબતના બે પાસા હોય છે એવી જ રીતે ટેકનોલૉજી એડવાન્સમેન્ટ હોવાના કેટલાક ફાયદા છે તો નુકસાન પણ છે. ટેકનોલૉજીના કારણે જીવન સરળ થઈ ગયુ છે પરંતુ આનાથી અંગત જાણકારી સાથે સરળતાથી છેડછાડ થઈ રહી છે.

સુરતમાં એક વ્યક્તિ સાથે જે થયુ તેને જાણ્યા બાદ આપ આ હાઈટેક ગેજેટ્સથી દૂર રહેશો.સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેને સંતાનમાં એક 5 વર્ષની દીકરી છે. તેણે પોતાનો વીડિયો પત્નીને બતાવતા પત્ની પણ ડઘાઈ ગઈ હતી. આખરે કેવી રીતે બંનેની અંગત પળો પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ હતી. ત્યારે યુવકે આ કોયડાનો ઉકેલ મેળવવા માટે સાયબર એક્સપર્ટની મદદ લીધી હતી.

પતિ પત્નિ વચ્ચેની જે અંગત પળ પોર્ન સાઈટ પર જોવા મળે તો કોઈ પણ ચોંકી ઉઠે. સાયબર ક્રાઈમની મદદથી આ અંગે તપાસ શરૂ કરાઈ હતી અને આ કરામત સ્માર્ટ ટીવી હેક કરીને કરવામાં આવી હતી તેવું સામે આવ્યું. ટીવી સ્માર્ટ હોવાથી કોઈ અજાણ્યા ભેજાબાજે ટીવી સાથે કેમેરો હેક કરીને તમામ અંગત પળોનું શૂટિંગ કર્યું હતું. સાયબર એક્સપર્ટસે યુવકના બેડરૂમમાં તપાસ કરી હતી. જેમાં તેમને કોઈ જ પ્રકારના હિડન કેમેરા કે અન્ય હાઈફાઈ ટેકનોલોજી મળી ન હતી. તેથી પહેલા તો તેઓ પણ ચોંકી ગયા હતા કે, આખરે વીડિયો ઉતારાયો કેવી રીતે. ત્યારે તેની નજર બેડરૂમમાં મૂકાયેલ સ્માર્ટ ટીવી પર ગઈ હતી. આખરે આ વીડિયો સ્માર્ટ ટીવીના માધ્યમથી લેવાયો હોવાનો સાયબર એક્સપર્ટસે ખુલાસો કર્યો હતો. સ્માર્ટ ટીવીને હેક કરીને વીડિયો લેવાયો હતો.

સ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો પણ હોય છે. તેમજ માઈક્રો ફોન, સ્પાય કેમેરો પણ એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઈન્ટરનેટ સાથે પણ કનેક્ટેડ હોય છે. તેથી તેને હેક કરવું સરળ છે. કોઈ હેકર્સે બેડરૂમનો સ્માર્ટ ટીવી હેક કરીને આ કરતૂત કરી હતી. જેનો ભોગ સુરતનું દંપતી બન્યું છે. સાયબર એક્સપર્ટની મદદ લઈને વીડિયોને પોર્ન સાઈટથી હટાવી દેવાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post