ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે કેન્દ્ર અને રાજ્ય સરકારની આ વિવિધ એપ્લીકેશનો- ખેડૂતોને થશે ઘણો ફાયદો

Share post

કૃષિની આ એપ્લીકેશન ભારતનાં તમામ ખેડૂતોને કૃષિ વિશેના સંશોધન, સમાચાર, હવામાન ,સરકારી યોજનાની જાણકારી જેવી કેટલીક ઉપયોગી માહિતીઓ વિષે માહિતગાર કરે છે તેમજ ખેડૂતને કૃષિનું  જ્ઞાન આપે છે. આ એપ્લીકેશન ખેડૂતને સરકારની સાથે જોડવા માટે મદદરુપ થાય છે.

ખાનગી મોબાઈલ એપ્લીકેશન :

1. agriapp :
સૌથી વધુ ખેડૂતો પસંદ કરતી એપ્લીકેશન છે. ખેતીની જાણકારી આપતી એક સરસ એન્ડ્રોઇડ એપ્લીકેશન છે. જેનું રેટિંગ કુલ 4.3/ 5  છે. આ એપ્લીકેશન કૃષિ પેદાશની ઓનલાઇન બજાર પુરુ પાડે છે તથા ખેડૂતને ને કૃષિ નિષ્ણાતની સાથે સીધી જ વાતચીતનું મધ્યમ પૂરું પાડે છે. આ એપ્લીકેશન કૃષિ ઉપરના , કૃષિ નિષ્ણાતનાં રોગોનાં ઉપાયના છેલ્લામાં છેલ્લા વિડિયો ઉપલબ્ધ કરાવે છે.

આ કૃષિ ઉત્પાદનની એક બજાર રહેલી છે. જેમાં ગ્રાહકને સીધા જ ખરીદીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેમાં ગ્રાહકની જરૂર પ્રમાણેની વસ્તુ તેમજ બ્રાન્ડ શોધી આપવી તથા એ વસ્તુની ખરાઇના ગ્રાહકનાં મંતવ્ય ઉપલબ્ધ હોય છે. જે ગ્રાહકને ને યોગ્ય વસ્તુ પસંદ કરવામાં મદદરૂપ થાય છે. આ એન્ડ્રોઇડ બેઝ એપ્લીકેશન હિન્દી, અંગ્રેજી, તમિલ,તેલુગુ તથા મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

2. iffco kishan app :
આ એપ્લીકેશન વર્ષ 2015માં  ઈફ્ફકો કિશાન કે જે ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઇઝર કોઓપરેટીવ લિમિટેડ એટલે કે ‘iffco.ltd’ ની સહયોગી કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.

3. agri media video app :
 નામ મુજબ આ એપ્લીકેશનમાં કૃષિ વિષયક વિડિયોનો સમાવેશ કરવામાં આવેલો છે. હાલમાં આ એપ્લીકેશન હિન્દી તથા ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. આ એપ્લીકેશનમાં ખેડૂતને ખેતીને લગતાં  વિડિયો જોવાં  મળે છે. આની સાથે જ આધુનિક તકનીકની જાણકારીથી આવકનો વધારો કરવામાં મદદરૂપ થાય છે. આ એપ્લીકેશનમાં ખેડૂત સીધા જ વિડિયો કોલિંગથી પોતાની સમસ્યા અથવા તો સલાહ માટે નિષ્ણાતની સાથે વાતચીત કરી શકે છે.

4. farmbee – RML Farmer :
કૃષિની આ ડિજિટલ એપ્લીકેશન વધુ સારું મરાઠી તેમજ ઇંગ્લીશ ભાષામાં આવે છે. ખાનગી કંપનીની એપ્લીકેશન છે. એનું મુખ્ય મથક પુનામાં આવેલું છે. એમાં મળતી સુવિધામાં મંડીના ભાવ , ખેડૂતની સાથે નિષ્ણાત ચર્ચા , હવામાન , પોષકતત્વોની ચર્ચા , ડિજિમંડી , સોઈલટેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

ભારત સરકારની એપ્લીકેશન :

1. krishimitr ( કૃષિમિત્ર ) :
ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ખેડૂત માટેની આ એપ્લીકેશન ખેતીની આધુનિક તકનીકો, કૃષિ નિષ્ણાતનાં સૂચનો તેમજ હવામાનને વિષે જાણકારીથી  માહિતગાર કરાવતું તેમજ સરકારની સાથે ખેડૂતોની સીધા જોડાણની સુવિધા આપે છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની કુદરતી આપદા માટેની ઉપલબ્ધ સુવિધા કેવી રીતે મેળવવી તેમજ યોજના વિષેની માહિતી ખેડૂતને પુરી પડે છે. ઓડિશા સરકાર દ્વારા આવી જ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જે ખેડૂતની માટે કેટલી જમીન ઉપલબ્ધ રહેલી છે તથા બીજની ગુણવતા અથવા તો પુરવઠાની લેટેસ્ટ જાણકારી પુરી પાડે છે.

2. kishansuvidha ( કિશાન સુવિધા ) :
વર્ષ 2016 માં PM મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ એપ્લીકેશન ખેડૂતનાં સશક્તિકરણ તથા ગામડાના વિકાસ માટે કામ કરતી એપ્લીકેશન છે. આ એપ્લીકેશન એકદમ સુવ્યવસ્થિત તેમજ વપરાશકર્તા સરળ રીતે જોડાઈ શકે એવી રીતે બનાવવામાં આવેલ છે. આ એપ્લીકેશન હવામાનની જાણકારી તથા કુલ 5  દિવસ પછી પાસેના ગામના કૃષિ ઉત્પાદન, ચીજવસ્તુ, દવા, મશીનરી , બીજ વગેરે  વિશે આગાહી કરે છે. આ એપ્લીકેશનની જાણકારી વિવિધ ભાષામાં વાંચી શકાય છે. જે એક વધારાની વ્યવસ્થા વપરાશકર્તાને જકડી રાખે છે.

ગુજરાત સરકારની એપ્લીકેશન :

1. khedutmitra( ખેડૂતમિત્ર ) :
આ એપ્લીકેશન ગુજરાત સરકારનું એકમ  GAICL દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જેમાં સોશીયલ મિડિયા નેટવર્કની વ્યવસ્થા જોડવામાં આવી છે. જેને કારણે ખેડુતની સાથે તેમજ સરકારની સાથે આસાનીથી સંદેશાવ્યવહાર કરી શકે છે. આ એપ્લીકેશનથી ખેડૂત સરકારી યોજનાથી માહિતગાર થાય છે. આની ઉપરાંત હવામાન તેમજ કૃષિ નિષ્ણાતની સાથે પણ જોડાઈ શકે છે તેમજ એના જ્ઞાનનો લાભ મેળવી શકે છે. હાલમાં કૃષિ ક્ષેત્રમાં આધુનિક યંત્રસામગ્રીનું  ચલણ વધવા લાગ્યું છે. જે ઉત્પાદન તથા કૃષિ ઉત્પાદનની ગુણવત્તા લાભકર્તા બન્યું છે. તેની માટે ઝડપી તેમજ સચોટ સૂચન માટે સંદેશવ્યવહાર જરૂરી બન્યો છે. જેમાં આ પ્રકારની સુવિધા સોનામાં સુગંધ સાબિત થાય છે.

ગુજરાત ખેતી ( Gujrat Kheti) :
રાજ્ય સરકારની આ એપ્લીકેશન પર ચિત્રમાં દેખાડ્યા મુજબ  ખેતીને લગતી તમામ જાણકારી ઉપલબ્ધ કરાવે છે. આ લગભગ તમામ ડિવાઇસને સપોર્ટ કરે છે. કુલ 9.9 MB કદ તેમજ કુલ 4.1 અથવા તો એની ઉપરના એન્ડ્રોઇડ વર્જન જરૂરી છે. અંદાજે કુલ 1,00,000થી પણ વધારે ગ્રાહક જોડાયેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post