આ ઘરેલું ઉપાયથી રાતોરાત દુર થશે આખા શરીરમાં થતો દુખાવો – જાણો વિગતે

Share post

શારીરિક દુખાવો એ દરેક વ્યક્તિઓનિ એક સામાન્ય સમસ્યા હોય છે. જે લગભગ દરેક વ્યક્તિને થતી હોય છે, જેના કારણે માણસનું કોઇપણ કામમાં મન લાગતું હોતું નથી. ઘણા લોકો શરીરના દુખાવા માટે ઘણી બધી દવાઓનો આશરો લેતા હોય છે, પરંતુ વધુ દવાઓ લેવી એ પણ શરીર માટે હાનિકારક હોય છે. શરીરમાં દુખાવો થવાનાં ઘણાં બધા કારણો હોઈ શકે છે. કેટલીકવાર ગેસના કારણે શરીરમાં દુખાવો થઈ શકે છે, જ્યારે કેટલીક વાર નિંદ્રાના અભાવે પણ શરીરમાં દુખાવો થઇ શકે છે. જો તમને પણ ઘણીવાર શરીરમાં દુખાવો થતો હોય તો પછી તમે પણ કેટલાક ફાયદાકારક ઘરેલું ઉપાય અપનાવી શકો છો, જેનાથી તમને રાહત મળશે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે…

સફરજનનું વિનેગર એ શરીરના દુખાવાને ઘટાડવા માટે અત્યંત અસરકારક છે. તમારે તેનો ઉપયોગ કરવો જ જોઇએ. આ માટે, તમે અડધી અથવા એક ડોલ પાણી ગરમ કરો અને તેમાં બે કપ સફરજનનું વિનેગર મિક્સ કરો. પછી પાણી તમારા શરીર પર રેડવું. આને કારણે તમારા શરીરમાં દુખાવો ધીમે ધીમે દૂર થતો જશે.

આદુમાં સોજા દૂર કરવાના ઘણા ગુણધર્મો રહેલા છે, તેથી તે શરીરના દુખાવાનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય માનવામાં આવે છે. આ માટે, તમે પહેલા આદુ પીસીને કપડામાં બાંધો. ત્યારબાદ તે કપડાને થોડીવાર માટે ગરમ પાણીમાં નાંખી દો. તે પછી એ કાપડને ઠંડુ પડવા માટે રાખો. જ્યારે તે ઠંડુ પડી જાય ત્યારે તેને પીડાદાયક અંગ પર 15 મિનિટ સુધી લગાવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આમ કરવાથી શરીરના દુખાવામાંથી ઝડપી રાહત મળી શકે છે.

હળદર કુદરતી પેનકિલરની જેમ પણ કાર્ય કરે છે. શરીરના અન્ય દુખાવામાં રાહત મેળવવા માટે, તમે દિવસમાં બે-ત્રણ વખત હળદરનાં દૂધનું સેવન કરી શકો છો અથવા તો અસરગ્રસ્ત ભાગ પર હળદરની પેસ્ટ પણ લગાવી શકો છો. હળદરની પેસ્ટ તૈયાર કરવા માટે, હળદરનો પાવડર, મીઠું અને લીંબુનો રસ, વગેરે ભેળવીને પેસ્ટ બનાવો અને પેસ્ટને પીડાદાયક અંગ પર લગાવો અને ત્યારબાદ તેને અડધા કલાક સુધી રહેવા દો. તે પછી તે જગ્યાને ગરમ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે-ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમને શરીરના દુખાવામાંથી રાહત મળી શકે છે.

તજ એ એક એન્ટી-ઓક્સિડેન્ટ છે. અને તે સોજા દૂર કરવાના ગુણધર્મો પણ ધરાવે છે અને આ કારણોસર તેને સંધિવા માટેનો કુદરતી ઉપાય પણ માનવામાં આવે છે. જો તમને સાંધાનો દુખાવો થાય છે, તો તમે તજનો ઉપયોગ પણ કરી શકો છો. તે શરીરના દુખાવાને ઝડપથી દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે, એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી તજ અને મધ મિક્સ કરી દો. અને દિવસમાં એક કે બે વાર ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરના દુખાવામાં રાહત મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post