એક સમયે જે ખેડૂતની માથે 10 લાખનું દેવું હતું આજે ખેતી કરીને બન્યા કરોડોના માલિક

Share post

એક ખેડૂતે ને વાંસની ખેતી એ બનાવ્યો કરોડપતિ, કોઈ સમયે તેમના માથે ૧૦ લાખનું દેવું હતું. રાજશેખર પાટીલ જેમના માથે કોઈ સમય દસ લાખ રૂપિયાનું દેવું હતું. આજે તેઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. આજુબાજુના ખેડૂત ભાઈઓ તેને પાગલ ગણાવી રહ્યા હતા કારણ કે તે વાંસની ખેતી કરી રહ્યા હતા. વાંસની ખેતી તેમને એવા મુકામે લઈ આવી છે કે તેમનું ટર્નઓવર લગભગ ૩ થી ૪ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.

આવો તેમની પાસેથી જાણીએ કે તેઓ આટલી કમાણી કઈ રીતે કરી રહ્યા છે. તેમણે ૧૯ વર્ષ પહેલા આ વાસ ની ખેતીની શરૂઆત કરી હતી. તેમણે શરૂઆતમાં 40000 વાંસ વાવ્યા હતા. આ વાસ તેમણે ખેતરની બોર્ડર પર વાવ્યા હતા. અને અંદરની બાજુએ કેળા ચીકુ જેવા ફળો ની ખેતી કરતા હતા. વાસ તેમણે વાળ બનાવવા માટે વાવ્યા હતા.તે સમયે તેમને પણ ખ્યાલ ન હતો કે વાંસમાંથી આટલા બધા રૂપિયા મેળવી શકાય છે. જ્યારે તેમણે 40000 વાંસ વાવ્યા તેમાંથી એક લાખ જેટલા વાંસ તેમને ફળ સ્વરૂપે મળ્યા. તેમાંથી તેમને દસ લાખ રૂપિયાની કમાણી થઈ. તેમનો એક વાંસ ૨૫થી ૪૦ ફૂટ નો હતો.

તેઓ આગળ જણાવતા કહે છે કે તેમના ઉપર દસ લાખ રૂપિયાનું દેવું હતું. તે સમયે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જો તમે એક વાર લગાડો છો તો તેમાંથી ચાર થી ૧૦૦ જેટલા વાંસ તમને મળે છે. આ વાસ ના વૃક્ષો એ જ તેમને અમીર બનાવ્યા હતા. જો એક વાસ ૨૫થી ૪૦ રૂ સુધીની વેચાય છે તો તમને તેમાંથી એક વાંસવાવો ત્યારે તેમાંથી તમને 5000 રૂપિયા થી દસ હજાર રૂપિયા સુધીનું વળતર મળે છે.

અને તેમણે તો 40000 વાસના વૃક્ષનું વાવેતર કર્યું હતું. પછી તમે જ વિચારો કે એક વાંસમાંથી 50 લાખ જેટલા નું તેમને વળતર મળ્યું. આ વાસ ની ખેતી કરવામાં તેવો કઈ રીતે સફળ રહ્યા તેઓ જાતે જ જણાવી રહ્યા છે. તો તમે પણ આ ખેડૂતની સફળ ગાથા તેમના મુખે જ આ વીડિયોમાં સાંભળજો.

જો કોઇપણ કામ પ્રત્યે આત્મવિશ્વાસ હોય તો કોઈપણ કામ સફળતાથી પાર પાડી શકે છે. લોકો ઘણા વિચાર કરે છે પરંતુ એકામ પાછળ જયારે મહેનત કરવાનો સમય આવે ત્યારે હિમત હારી જાય છે અને વર્ષોની મહેનત એક સેકેન્ડમાં પાણીમાં ગુમાવી બેસે છે. આ ખેડૂત પાસે પણ કોઈ વિકલ્પ નહોતો. પરંતુ જે લોકો એકસમયે તેને ગાંડો કહી રહ્યા હતા હાલના સમયમાં એજ વ્યક્તિઓ તે ખેડૂતનું માનસન્માન કરી રહ્યા છે જેનું એકમાત્ર કારણ છે કે આ ખેડૂતે મહેનત અને પરિશ્રમ કર્યો. જેના કારણે સમય જતા આ ખેડૂતને સારી સફળતા મળી અને પોતાનું 10 લાખનું દેવા વાળું જીવન બદલી આજે કરોડોના માલિક બન્યા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post