જો દવાના પેકેટ પર આ લાલ રંગની પટ્ટી દેખાય તો ખાસ આ ધ્યાન રાખો, નહિતર ભોગવવું પડશે મોટું નુકશાન

Share post

અમુક લોકો જયારે લોકો બીમાર પડે છે તો ડોક્ટર પાસે જવાને બદલે સીધા મેડીકલ સ્ટોર માં જાય છે અને કશું પણ સમજ્યા-વિચર્યા વગર દવા ખરીદે છે. આમ કરવાથી ઘણી વાર બીમારી જતી રહે છે પણ ઘણીવાર તેનું ખરાબ પરિણામ પણ આવી શકે છે. જો તમે દવા ખરીદતી વખતે જોયું હોય તો દવાના પેકેટ પર લાલ રંગની પટ્ટી હોય છે. શું તમે જાણો છો કે આનો અર્થ શું થાય?

લાલ રંગ ની પટ્ટી વિષે ડોક્ટરને વધારે જાણકારી હોય છે પણ અમુક લોકોને તેની જાણકારી નથી હોતી અને ડોક્ટરની સલાહ લીધા વિના જ મેડીકલ માંથી દવા ખરીદે છે અને બીમારી ઓછી થવાનેને બદલે ક્યારેક વધી જાય છે. એટલા માટે દવા ખરીદતી વખતે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

દવાઓના પેકેટ પર બનેલી લાલ પટ્ટી નો મતલબ એ થાય છે કે ડોક્ટર ના લખેલા કાગળ વગર આ દવા ન તો વેચી શકાય છે ન તો ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ કરાય છે.એન્ટીબાયોટીક દવાઓનો ખોટી રીતે થતો ઉપયોગ અટકાવવા માટે દવાના પેકેટ પર લાલ રંગ ની પટ્ટી લગાવવામાં આવે છે.

લાલ રંગની પટ્ટી સિવાય દવાના પેકેટ પર બીજી ઘણી બધી કામની વસ્તુ લખી હોય છે જેના વિષે જાણવું ખુબજ જરૂરી છે. ઘણી દવાઓ પર Rx લખેલું હોય છે જેનો અર્થ એ થાય છે કે આ દવા ફક્ત ડોક્ટરની સલાહ લીધા બાદ જ લેવી જોઈએ.

જયારે દવાના પેકેટ પર NRxલખેલું હોય છે જેનો અર્થ  થાય છે કે આ દવા લેવાની સલાહ ફક્ત એ જ ડોક્ટર આપી શકે છે કે જેની પાસે નાશાવાળી દવાઓનું લાયસન્સ હોય.ઘણી દવાના પેકેટ પર XRxપણ લખેલું હોય છે એનો મતલબ એ થાય છે કે આ દાવાને ફક્ત ને ફક્ત ડોક્ટર પાસેથી જ લઇ શકાય છે. આ દવા ડોક્ટર સીધી દર્દીને આપે છે. દર્દી આ દવાને મેડીકલ સ્ટોરમાંથી પણ નથી ખરીદી શકતા પછી ભલેને તેની પાસે ડોક્ટર નું પ્રીસક્રીપ્શન હોય તો પણ આ દવા નથી મળતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post