કૃષિ આંદોલને લીધો વધુ એક અન્નદાતાનો જીવ: 22 વર્ષીય યુવાને ઝેર પીને કર્યો આપઘાત -જાણો શું છે કારણ ?

Share post

છેલ્લા ઘણાં દિવસોથી દિલ્હી બોર્ડર પર PM નરેન્દ્ર મોદીના કૃષિ કાયદાની વિરુદ્ધ સમગ્ર દેશના ખેડૂતોનું આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં આ આંદોલન વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યું છે. હાલમાં એક દુઃખનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ખેડૂત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. ભટિંડામાં 22 વર્ષીય ખેડૂત ગુરલાભ સિંહે રવિવારનાં રોજ આપઘાત કરી લીધો છે.

તેઓ 2 દિવસ પહેલા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલ આંદોલનમાંથી પરત કર્યાં હતાં. 16 નવેમ્બરે સંત રામ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 20થી પણ વધારે ખેડૂતોના મોત થઈ ચુક્યા છે. ભટિંડામાં આવેલ દયાલપુરા ગામમાં રહેતા ગુરલાભ 18 ડિસેમ્બરે આંદોલનમાંથી પાછાં ફર્યા હતાં.

તેઓ હરિયાણામાં આવેલ બહાદુરગઢની સાથે જોડાયેલ દિલ્હીની ટીકરી બોર્ડર પર ધરણામાં સામેલ થયા હતાં. તેમણે રવિવારે ઝેરી દવાની ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓ ખેડૂત હતાં તેમજ એમની ઉપર કુલ 6 લાખનું રૂપિયા કરજ હતું. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર કર્યો હતો આપઘાત :
સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. લોકો તેમને પાનીપતમાં આવેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. બાબા રામ સિંહ કરનાલમાં આવેલ સિંઘરા ગામના રહેવાસી હતા. તેઓ સિંઘરાના ગુરુદ્વારા સાહિબ નાનકસરના ગ્રંથી હતા. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ હતા.સુસાઈડ નોટમાં તેઓએ જણાવ્યું હતું કે, આ જુલ્મ સામેનો અવાજ છે.

અત્યાર સુધીમાં 20થી વધારે ખેડૂતોના થયા મોત :
કૃષિ બિલના વિરોધ ખેડૂત આંદોલનને 25 દિવસ થઈ ચુક્યા છે. આની સાથે જ ઠંડીમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે. આંદોલન દરમિયાન કેટલાંક કારણોસર અત્યાર સુધીમાં કુલ 20થી પણ વધારે ખેડૂતોના મોત થઈ ચુક્યા છે એમ છતાં અત્યાર સુધી ખેડુઓ અડગ રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post