September 23, 2020

શોપિંગ મોલ, શોરૂમ વાળા થેલી માટે અલગ ચાર્જ વસુલે છે? તો વાંચો આ નિયમ- “ન લઇ શકે થેલીનો ચાર્જ”

Share post

વિખ્યાત ફુટવેર કંપની બાટા ઈન્ડિયા લિમિટેડને સેવામાં કમી બદલ 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે એક ગ્રાહકની ફરિયાદ પર કન્ઝ્યૂમર ફોરમે આ ફેસલો સંભળાવ્યો છે. આ દંડ ગ્રાહક પાસેથી પોતાની બ્રાન્ડની બેગ માટે ગ્રાહક પાસેથી ત્રણ રૂપિયા માંગવા બદલ થયો, ત્યારે થેલીના પૈસા લેવા ગયેલ બાટાએ ખુદ દંડ ચૂકવવો પડ્યો. 3 રૂપિયાની લાલચમાં બાટા ને જે દંડ થયો છે તે દેશભરના શોપિંગ મોલ અને બ્રાન્ડેડ શોરૂમ વાળા માટે લાલ બત્તી સમાન છે.

વિગતો અનુસાર ચંદીગઢના રહેવાસી દિનેશ પ્રસાદ રતૂડીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, 5 ફેબ્રુઆરીએ જૂતાં ખરીદવા હું સેક્ટર 22ડીના બાટાના સ્ટોર પર ગયો. પેપર બેગના ચાર્જ સહિત મારી પાસેથી 402 રૂપિયા લેવામા આવ્યા. બેગ પર પોતાની બ્રાન્ડનો પ્રચાર કર્યો હોવા છતા પૈસા લેવા ખોટા છે. કન્ઝ્યૂમર ફોરમે ન માત્ર રતૂડીને 3 રૂપિયાનું રિફન્ડ અપાવ્યું બલકે સેવામાં કમી માટે બાટા પર 9000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો જે ગ્રાહકને આપવામાં આવ્યા.

ફરિયાદ લઇને આવેલા કસ્ટમર માટે કન્ઝ્યૂમર ફોરમે બાટાને સ્પષ્ટ કહી દીધું કે હવેથી તમારા ગ્રાહકોને ફ્રી બેગ આપો. ફોરમએ ચુકાદો આપતા કહ્યું કે કંપનીઓ પર્યાવરણ સુરક્ષાનું બહાનું રાખીને પેપર બેગ આપે છે અને તેની જાહેરાત આ બેગ પર છાપે છે. જો તમને પર્યાવરણની એટલી જ ચિંતા છે તો ફ્રી બેગ આપો. આ બેગ એનવાયરમેન્ટ ફ્રેન્ડલી હોવી જોઈએ.

દંડ માટે ફરિયાદ બાદ બાટા પર કેસ માટે 1000 રૂપિયાનો ચાર્જ લાગ્યો. કસ્ટમરને માનસિક તણાવ આપવા બદલ 3000 રૂપિયાનો દંડ લાગ્યો. અજ્યારે 5000 રૂપિયા રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના કાનૂની સહાયતા ખાતામાં જમા કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો.

MRP થી વધુ કિંમત લેનારા સામે કરો આ રીતે ફરિયાદ , 5 લાખનો દંડ અને 2 વર્ષની જેલની સજા

MRP (maximum retail price) થી વધુ કિંમત વસૂલ કરવાની વધતી જતી ફરિયાદના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે MRP થી વધુ કિંમતનો લેનારને બે વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયા દંડ ની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજ વસ્તુઓની પ્રિન્ટ કરાયેલ MRP થી વધુ રકમ વસુલવાના ગુન્હામાં હાલમાં પ્રવર્તમાન દંડની સજાની જોગવાઈ પણ ઘણી ઓછી છે. ગયા મહિને જ સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ. આ બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ છે.

જેના આધારે કન્ઝ્યુમર ખાતુ mrp થી વધુ કિંમત વસૂલનારા સામે આકરી જોગવાઈઓ અને સજા આવી રહેલ છે. આ માટે ‘લિગલ મેટ્રોલોજી એક્ટ’ ની કલમ 36 માં સુધારા કરાશે.

હાલમાં MRP થી વધુ કિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે 25 હજાર રૂપિયા દંડ વસૂલાય છે, તે વધારીને 1 લાખ, બીજી વખત માટે હાલમાં 50000 રૂપિયા દંડ ની જોગવાઈ છે તે વધારીને 2.5 લાખ અને ત્રીજી વખત ગુના માટે હાલમાં જે 1 લાખ દંડ ફટકારાય છે તે વધારીને 5 લાખ રૂપિયા તથા બે વર્ષની સજાની જોગવાઈ ટૂંક સમયમાં આવી રહી છે.

Mrp થી વધુ કિંમત લેવાતી હોય તો આ નંબર પર પર યાદ કરશો :-

1800-11-4000 :- ટોલ ફ્રી નંબર

consumerhelpline.gov.in :- ઓનલાઈન અરજી દાખલ કરવા માટેની વેબસાઈટ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post