સરકારના એક નિર્ણયથી આનંદમાં આવી વાળંદે સોનાની કાતરેથી ગ્રાહકોના વાળ કાપ્યા

Share post

લોકડાઉનને લીધે અંદાજે 3 મહિના પછી મહારાષ્ટ્રમાં સલૂન અને બ્યુટી-પાર્લરને ફરી એકવાર ખોલવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે.મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સલૂન માલિકે તેણે પોતાના પહેલા ગ્રાહકને સોનાની કાતરથી વાળ કાપ્યા હતા.’મિશન બિગિન અગેન’ હેઠળ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં ઘણી છૂટછાટ આપી છે.તા. 28 જૂનથી વાળંદની દુકાન તથા સલૂન ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી હતી.

સરકારની મંજૂરી મળ્યા પછી તેની ખુશીમાં કોલ્હાપુરના એક સલૂન માલિક રામભાઉ સંકપાલે પોતાના પહેલા ગ્રાહકને વાળ કાપવા સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો.સોનાની કાતર માટે તેમણે એક ખાસ સુવિધા પણ કરી હતી. લોકડાઉનનાં લીધે 3 મહિનાથી પણ વધુ સમય સુધી સલૂન બંધ રહ્યું હતું.જેના કારણે આર્થિક ખોટ થવાંનો વારો આવ્યો છે.

પણ હવે થોડી છૂટ મળતા જ થોડી રાહત મળી છે.સંકપાલે જણાવતાં કહ્યું હતું કે,આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે ઘણા સલૂન માલિકોએ આપઘાત પણ કર્યા છે.આવી સંકટભરી પરિસ્થિતિનો સામનો કરવા બદલ અને સફળ થવા એ માટે એક ખુશી વ્યક્ત કરવા માટે મે મારા પહેલાં ગ્રાહકના વાળ સોનાની કાતરથી કાપ્યા હતા.હું છેલ્લા થોડાં વર્ષોથી આ ધંધામાં છું,અને મેં થોડાઘણા પૈસાની બચત કરીને 10 તોલાના સોનાની કાતરની જોડ ખરીદી હતી.

રામભાઉ અને તેનો પુત્ર એમ બંને સલૂન ચલાવે છે.તેમણે આગળ ઉમેર્યું હતું કે,સરકારની પરવાનગી મળ્યા પછી સલૂન માલિકોમાં આનંદ છવાઈ ગયો છે.માટે આ ખુશી વ્યક્ત કરવા માટે અમે સોનાની કાતરથી ગ્રાહકના વાળ કાપ્યા.ખાસ કરીને,આ કાતરને નાના બાળકના બાળમુઆરા કે બાળકની મુંડનવિધિ કરવી હોય ત્યારે આ પ્રકારની કાતરને શુકનવંતી માનવામાં આવે છે.ગ્રાહકો પણ મોટેભાગે આવી કાતરની ખાસ માંગ કરતા હોય છે.

દુકાન ચાલુ કરવાની છૂટછાટ મળતા જ અમે આ દિવસની ઉજવણી કરી હતી.અમે સલૂનમાં આવતા ગ્રાહકોની માટે ખાસ સેનિટાઈઝર રાખ્યું છે. જેથી તેમને હાથ સાફ કર્યા બાદ જ અંદર આવવા દઈએ છીએ.માસ્ક પહેર્યા બાદ જ અંદર આવવું એવી વિનતી કરીએ છે.આ ઉપરાંત સલૂનમાં પણ ખુરશી વચ્ચે થોડુંઘણું ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. એક ગ્રાહક જાય એટલે તરત જ આખી સીટ અને કાતરને સેનિટાઈઝ કરવામાં આવે છે.જેથી કોઈપણ રીતે સંક્રમણ ન ફેલાઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post