એવી તો શું ખાસીયત છે આ ભેંસમાં, કે ખેડૂતે 5.11 લાખમાં ખરીદી- જાણી તમે પણ ચોંકી ઉઠશો

Share post

ઘણીવાર પશુની આપ-લે એટલે કે વેચાણ થતું હોય છે. પરંતુ એની કિંમત વધુમાં વધુ 1-2 લાખ રૂપિયા આવતી હોય છે. હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં માત્ર 1 જ ભેસને વેચવાથી લાખો રૂપિયા મળ્યા છે. ભુજમાં રહેતાં ઉમેશ પરમાર બન્નીની લખટકિયા કુંઢી ભેંસની કિંમત હવે મોં માંગી મળી રહી છે.

ભુજમાં આવેલ કુનરીયાનાં વતની આહીર પશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની લાડકી ‘ધાલુ’ કુલ 5,11,000 રૂપિયામાં વેચાઈ છે. સુરતમાં રહેતાં કાળુભાઈ દેસાઈ નામનાં માલધારીએ આ ભેંસની ખરીદી કરી છે. સોદામાં દલાલ તરીકે રહેલ પાસેનાં લોરિયા ગામનાં હુસેન મામદ કુંભારે જણાવ્યું, કે વર્ષ 1998થી પિતાની જેમ ભેંસોની દલાલી કરી રહ્યો છું પણ કુલ 5.11 લાખ રૂપિયાની કિંમત ઉપજી હોય એવો આ સૌપ્રથમ દાખલો છે.

ભેંસની ખાસિયત :
‘ધાલુ’એ કુંઢીની વેચાણ કિંમતનો એક નવો જ વિક્રમ સર્જ્યો છે. ભેંસ વેચનાર ભરતભાઈએ જણાવતાં કહ્યું હતું, કે એમની ભેંસ અસ્સલ કુંઢી ઓલાદની છે. બંને શિંગ ગોળ વળેલ છે. માપનાં આંચળ, ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી આ જાતવાન કુંઢીની ખાસિયત રહેલી છે. દોહવા બેસો તો પગ જાણે થાંભલા જેવાં હોય તેમ જ્યાં સુધી દોહી ન લેવાય ત્યાં સુધી પગ ઊંચા પણ કરતી નથી.

કોઈ એને એનાં હુલામણા ‘ધાલુ’ નાં નામથી બોલાવે તો તરત જ દોડતી આવીને મોઢું ખોળામાં મૂકી દે છે. દરરોજ કુલ 2 ટાઈમ કુલ 23 લિટર દૂધ આપે છે. ભેંસની ખરીદી કરનાર સુરતમાં રહેતાં કાળુભાઈ દેસાઈએ જણાવતાં કહ્યું હતું, કે એમની પાસે કુલ 500 ગાય-ભેંસ રહેલી છે. કચ્છમાંથી તેઓ ઘણીવાર ભેંસોની ખરીદી કરતાં રહે છે.

પહેલાં પણ કુલ 4-5 લાખ રૂપિયા સુધીની કિંમતમાં ભેંસની ખરીદી કરેલી છે. ધાલુને કુલ 5.11 લાખ રૂપિયામાં ખરીદવા પાછળનું રહસ્ય જણાવતાં એમણે જણાવતાં કહ્યું હતું, કે ભેંસ-ભેંસમાં ફરક હોય છે. ધાલુ અસ્સલ કુંઢી નસ્લની જાતવાન ભેંસ છે. ધાલુ કુલ 7 વર્ષની છે. આવી જાતવાન ભેંસ ભાગ્યે જ જોવાં મળતી હોય છે.

હુસેન કુંભારે જણાવતાં કહ્યું હતું, કે કુંઢી ભેંસ સિંધ પ્રાંતમાં પણ જોવાં મળતી હોય છે. જ્યાં એને ‘સિંધણ’ ભેંસ તરીકે ઓળખવામાં આવે છે. ઢોરની લે-વેચ કરવાં માટે સમગ્ર કચ્છ ફરતાં રહીએ છે પરંતુ આવી જાતવાન ભેંસ તો ક્યારેક જ નજરે આવે છે.’ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રીસર્ચ’ની ‘ઈન્ડિયન બ્રીડ રજિસ્ટ્રેશન કમિટી’ વર્ષ 2010માં બન્નીની કુંઢી ભેંસને દેશની જુદી જ ઓલાદ તરીકે માન્યતા પણ આપી હતી.

બીજી ભેંસોની તુલનાએ કુંઢીની ખાસિયત છે, કે તે દરરોજ સરેરાશ કુલ 12-18 લિટર દૂધ આપે છે તેમજ તેથી વધારે દૂધ આપવાની પણ ક્ષમતા ધરાવે છે. તે ખુબ જ ઝડપથી વસૂકી જતી નથી એટલે કે એનો ‘લેક્ટેશન પિરિયડ’ ઘણો લાંબો હોય છે. ભૂતકાળમાં ‘ઘાસિયા મેદાન’ તરીકે જાણીતી બન્નીની આ ભેંસ બન્નીનું જાતવાન પશુ છે.

દરરોજ સાંજ પડ્યે માલધારી એને સીમાડે ચરવા માટે મોકલી દેતાં હોય છે. પૂરી રાત ચરીને આ ભેંસ પરોઢ થતાની સાથે જાતે જ પશુપાલકનાં ઘર પર આવીને ઉભી રહેતી હોય છે. ચરિયાણ માટે રોજ સરેરાશ કુલ 10-15 કિમી ચાલતી હોવાંથી પાચનની પ્રક્રિયા ખૂબ સારી રીતે થતી હોઈ તેથી વધારે દૂધ આપે છે એવું નિષ્ણાતોનું કહેવું છે.

વધુ ગરમી તથા ઓછાં પાણી તેમજ ઘાસની વચ્ચે જીવતી કુંઢીની રોગપ્રતિકારક શક્તિ તથા હવામાનની સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા એને જાતવાન બનાવે છે. માત્ર 1 જ ભેંસ માલધારીને વર્ષે  દૂધ પેટે લાખો રૂપિયાની કમાણી કરાવે છે. કચ્છની રણકાંધીએ આવેલ બન્ની-પચ્છમનાં અર્થતંત્રનો આધાર પશુપાલન રહેલો છે. કામણગારી કુંઢી પશુપાલકોની માટે ‘કામધેનુ’ સમાન જ બની રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post