ગુજરાતના શ્રેષ્ઠ ખેડૂતોમાં સામેલ બનાસકાંઠાનાં ખેડૂતભાઈ આ પદ્ધતીથી એક જ સીઝનમાં કરે છે ત્રણ ગણો નફો

Share post

ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લો ભલે પછાત રહ્યો હોય પણ આ જિલ્લાના ખેડૂતો ખેતીની બાબતે પછાત રહ્યા નથી. આજે અમે અહી એવા જ એક ખેડૂત વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના ડીસામા એક પ્રગતિશીલ ખેડૂતે બીબાઢાળ પદ્ધતિ ને બદલી ઈનોવેટિવ આઈડિયાથી ખેતી કરીને સારી એવી સફળતા મેળવી છે. જેના કારણે તેમને ગુજરાતનાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનીત કરવામાં આવ્યા છે, ગુજરાતનાં આ સફળ ખેડૂતોની ખેતી જોઇને અન્ય ખેડૂતો પણ તેમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે.

આ પ્રગતિશીલ ખેડૂત એટલે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકામાં વસવાટ કરતા રાણપુર ગામના કનવરજી ઠાકોર. કનવરજી ઠાકોર ખેતીમાં હંમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કનવરજી ઠાકોરે તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક પ્રકારના સફળ પ્રયોગ કર્યા છે અને તેમના પ્રયોગો પણ સફળ થયા છે.

તેમના દરેક પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી ઠાકોરની ખેત પધ્ધતિ વિષે ખેતીનો અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને પણ અનેક વાર સમજાવવામાં આવે છે અને તેમના ખેતરની મુલાકાત પણ કરાવવામાં આવી છે.

અગલ-અલગ પ્રયોગો કરીને ખેતી કરનાર કનવરજી ઠાકોરે આવો જ એક અનોખો પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. જોકે, ચોળીની ખેતી ચોમાસાની સિઝનમાં કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવિ સીજનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થતું હોવાના લીધે કનવરજી ઠાકોરે રવિ સીજનમાં બટાટાની ખેતીના વિકલ્પ તરીકે 2012થી ચોળીનું વાવેતર શરૂ કયું હતું.

સામાન્ય રીતે રવિ સીજનમાં બટેટાની ખેતી કરવામાં આવતી હોય છે પરંતુ કનવરજી ઠાકોર હવે રવિ સીજનમાં બટાટાની ખેતીની જગ્યાએ ચોળીનું સફળ વાવેતર કરી મબલક પાક મેળવી રહ્યા છે. હવે રવિ સીજનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે. આ અનોખા પ્રયોગને લઈને કનવરજી ઠાકોરને ગુજરાતના શ્રેષ્ઠ 4 ખેડૂતોમાં તેમની પસંદગી કરવમાં આવી હતી અને અને પીપીજી ગ્રુપ દ્વારા તેમને આણંદ ખાતે યોજાયેલ સેમિનાર માં શિલ્ડ અને સર્ટી આપી નવાજવામાં આવ્યા છે.

પીપીજી ગ્રુપ દ્વારા યોજાયેલ સેમિનાર માં કનવરજી ઠાકોરે કહ્યું કે, સામાન્ય કરતા અલગ ખેતી કરી સફળતા મેળવતા મને એવોર્ડ મળ્યો છે, ખુબજ ખુશ છું, ખેડૂતો આંદોલન કરવાના બદલે ખેતીમાં મજૂરી કરવી જોઈએ તો ચોક્કસ સફળતા મળે. અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવું છું. જેવો અન્ન ખાય તેવા વિચાર આવે તે માટે ખેતરમાં સ્વચ્છતા રાખીએ છીએ. છેલ્લા સાત વર્ષથી આ કનવરજી ઠાકોર તેમની બીબાઢાળ ખેતીની પદ્ધતિમાંથી આધુનિકતા તરફ વળ્યાં છે. તેઓ દર વર્ષે તેમના ખેતરમાં અલગ-અલગ ઇનોવેટિવ આઈડિયા થકી ખેતીમાં સુધારા વધારા કરે છે.

હાલના સમયમાં કનવરજી ઠાકોર શિયાળામાં બટાટાની ખેતીના જગ્યાએ ચોળીના પાકમાં સફળતા મેળવ્યા બાદ અત્યારે તેઓ એક સાથે ૩ થી ૪ ક્રોપ વાવી રહ્યા છે જેથી તેમને એક જ સીઝનમાં ડબલ અને ત્રણ ગણો નફો પણ થઈ રહ્યો છે, સાથે સાથે ટેકનોલોજીનો પણ તેઓ ભરપૂર ઉપયોગ કરે છે કનવરજી ઠાકોર ગ્રોકવર, મલચિંગ અને ટપક પદ્ધતિ દ્વારા જ તેમની ખેતીમાં મબલખ ઉત્પાદન મેળવી તગડો નફો મેળવી રહ્યા છે.

તેમના ઇનોવેટિવ આઈડિયાથી પ્રભાવિત થઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેઓને પ્રથમ ખેડૂત તરીકેનું સ્થાન મળ્યું છે. આ સિવાય અત્યાર સુધી તેમને બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેટિવ પીપીએજી અને જિલ્લા કક્ષાએ આત્મા અંતર્ગત પણ તેમને બેસ્ટ ફાર્મર પણ એવોર્ડ મળ્યા છે. એટલું જ નહીં પરંતુ એક ખાનગી કંપની દ્વારા તેઓને ચોળી માટેનાં એમ્બેસેડર પણ બનાવવામાં આવે છે.

કનવરજી ઠાકોર ભલે ખેતીમાં નવી-નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરતા હોય પરંતુ તેઓ આજે પણ તેમની પરંપરાને ભૂલ્યા નથી દર વર્ષે અષાઢી બીજના દિવસે તેઓ પોતાના પરિવાર સાથે ધરતીમાતાનું પૂજન કરે છે અને ત્યાર પછી, ખેતીના જે ઓજારો હોય તેનું પણ પૂજન કરી નવા વર્ષ માં ખેતીની શરૂઆત કરે છે. ખેતરમાં પણ તેઓ લોકો સુધી સ્વચ્છ અને ચોખ્ખું અન્ન પહોંચે તે માટે પણ એટલી જ કાળજી રાખે છે તેમના ખેતરમાં આજે પણ વિવિધ સૂચનાઓ ના બોર્ડ લાગેલા છે. ખેતરમાં પાન બીડી પીવી નહીં, ગુટખા ખાઇને ખેતરમાં થુંકવું નહીં જેવા અનેક સુવિચારો વાળા બોર્ડ લગાવી અને લોકો સુધી સ્વચ્છ અન્ન પહોંચે અને લોકો પણ સારું ખાઈને સારું વિચારે તેવો તેમનો પ્રયાસ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post