ખેડૂતભાઈએ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી કરી સુગંધીદાર ફૂલોની ખેતી, એટલું ઉત્પાદન કર્યું કે…

Share post

દેશમાં મોટા ભાગના લોકો ખેતી કરવા માટે નહેરનું શુદ્ધ પાણી વાપરતા હોય છે. પરંતુ ગુજરાતના એક ખેડૂતે ચોકાવનારું કાર્ય કરી બતાવ્યું છે. આમ તો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોય છે, પરંતુ ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જીલ્લાના ડીસામાં એક ખેડૂતે ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોની ખેતી કરી બતાવી છે અને સાથે ઉપજાઉ શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જીલ્લાના ડીસામાં 45 વર્ષના હિતેશ સૈની નામના ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. હિતેશ સૈની ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતા હિતેશ સૈનીએ શહેરની ગટરોનું જે પાણી તેમના ખેતરની નજીકથી વહેતું હોય છે તે પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં ગુલાબની ખેતી કરીને આ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરસેવો પાડીને ગુલાબની ખેતી કરતાં અત્યારે તેમનું ખેતર ગટરની દુર્ગંધના બદલે ગુલાબની સુગંધમાં ફેરવાઈ ગયું છે.

ગટરનું પાણી એટલે કે, એકદમ બદબુદાર પાણી જેની આસપાસથી પસાર થવાથી પણ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું હોય તેવા પાણીનો સિંચાઈ તરીકે  હિતેશ સૈનીએ ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં આ પાણી વાળીને આવા દુર્ગંધયુક્ત પાણીમાં પણ ગુલાબની સફળ ખેતી કરી બતાવી છે. જેના ફળ સ્વરૃપે આજે હિતેશ સૈનીનું ખેતર ગુલાબની ખુશ્બુથી મહેંકી ઉઠ્યું છે.

ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જીલ્લાના ડીસાના આ પ્રગતિશીલ ખેડૂત માત્ર ગુલાબોની ખેતી નથી કરતા પરંતુ સાથે સાથે ગટરના આ દુર્ગંધયુક્ત પાણીથી શાકભાજીની ખેતી પણ કરી રહ્યા છે અને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે આ ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે કે, ડીસાના ખેડૂતો પોતાની મહેનતથી મોટા પરિણામો મેળવી શકે તેમ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post