ગુજરાત: ખેતરમાં રમતી બાળકી સાથે એવી ઘટના ઘટી કે, જાણીને તમારાં રુંવાડા ઉભાં થઈ જશે

Share post

હાલમાં એક એવી હ્રદયદ્રાવક ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમારું હ્રદય કંપી ઉઠશે. આ ઘટના ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જીલ્લામાંથી સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડામાંથી એક કરૂણ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં રમતી એક બાળકીને બંદૂકની ગોળી વાગી ગઈ હોવાનું સામે આવ્યું છે.

જો કે, આશ્વર્યજનક બાબત તો એ છે કે, બાળકીને ગોળી વાગી ત્યારે જાણ ન હતી કે, ગોળી વાગી છે પણ પેટમાં દુ:ખાવો થતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પેટમાંથી ગોળી નીકળી આવી હતી. આ અંગે પીડિત બાળકીનું ઑપરેશન કરી ગોળી કાઢવામાં આવી હતી. બાળકીના ભાઈએ કહ્યું હતું કે, મારી બહેન ખેતરમાં રમતી હતી ત્યારે તેને આ ગોળી વાગી હોવાની શક્યતા રહેલી છે.

અમારા ખેતરની પાસે ફાયરિંગ રેંજ છે તેમજ તેમાં BSF અને SRP દ્વારા ઘણીવાર ફાયરિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. હવે સરકાર અમને મદદ કરે તેવી અમારી અપીલ છે. જો કે, ઘટના વિગત એવી છે કે, 4 ડિસેમ્બરે બાળકીને પેટમાં દુ:ખાવો થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર કરતી વખતે એક્સરેમાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.

આ ગોળી કાઢી હાલમાં તો ઑપરેશન કરીને બાળકીના પેટમાં નળી મૂકવામાં આવી છે. બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર સરકારની પાસે મદદની અપીલ કરી રહ્યો છે. જો કે, ફાયરિંગ રેંજ આટલી અસુરક્ષિત કઈ રીતે હોય શકે તેની અંગે પણ ગંભીર પ્રશ્ન સર્જાયા છે ત્યારે આ અંગે BSF તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બાળકીને પિતાએ બનાવ અંગે દાંતીવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

દાંતીવાડા પોલીસે બાળકીના પિતાની જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ જો આ પ્રકારે બેજવાબદારી પૂર્વક ફાયરિંગ રેંજની રચના કરવામાં આવી હોય તેમજ નજીકનાં વિસ્તારમાં માનવવસ્તીની અવરજવર રહેતી હોવાંથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાઈ એની માટે આજથી જ આયોજન કરવું રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…