અપંગ હોવાં છતાં બનાસકાંઠાનાં આ પટેલ ખેડૂતભાઈએ દાડમની ખેતી કરી પણ પાક નિષ્ફળ જતાં કંટાળીને ભર્યું આ પગલું 

Share post

ગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા 5 વર્ષથી મુશ્કેલીમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ કુલ 20 ટન દાડમનું ઉત્પાદન થતું હતું. આ વર્ષે માંડ કુલ 4 ટન દાડમ પાકે એવી સંભાવના રહેલી છે. વધારે વરસાદ તથા ભેજને લીધે ફૂલ તથા ફળ ખરી ગયા છે. જેને લીધે સમગ્ર જીલ્લામાં કુલ 60% પાક નાશ પામ્યો છે તેમજ કંટાળેલ ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડને ઉખેડી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં વેલ લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે ખુબ પ્રખ્યાત છે, આમ તો આ રણ વિસ્તારને અડીને આવેલ જિલ્લો છે પણ પાણીની અછતવાળા વિસ્તારમાં અહીંના વિકલાંગ એવા ગેનાજી પટેલે દાડમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો. એમને દાડમની ખેતીમાં કાઠું કાઢયા પછી આસપાસ ખેડૂતો પણ દાડમની ખેતી બાજુ વળ્યા હતાં.

હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કુલ 6,800 હેક્ટરમાં દાડમના બગીચા આવેલા છે. જેમાં કુલ 1.08 લાખ ટનથી લઈન કુલ 1.12 લાખ ટન ઉત્પાદન થતું હતું. હવે તે માત્ર 50,000 ટન પર પહોંચી ગયું છે. છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતી નિષ્ફળ થઈ રહી છે. ગુજરાત સરકાર બાગાયતી પાકને પૂરતું વળતર આપતી નથી. જેને લીધે અહીંના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગેનાજી પટેલને દાડમની ખેતી કરવાનો વિચાર વર્ષ 2004માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ હતી.

એમણે વતન આવીને સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા લાવ્યા તેમજ ઉજ્જડ જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. કુલ 15 વર્ષ અગાઉ દાડમની ખેતી ખુબ મોંઘી હતી, ખેડૂતો વિચારી શકતા ન હતા કે, દાડમમાંથી મોટી આવક પણ થઈ શકે છે તેમજ સમગ્ર ગુજરાતને અડધા ભાવે દાડમ ખવડાવી શકાય છે. બનાસકાંઠામાં આવેલ લાખણી તાલુકાના ગોળીયા ગામના ખેડૂત ગેનાભાઈ દરઘાભાઈ પટેલ બન્ને પગે પોલીયો થઈ જતાં અપંગ છે.

છાણ તથા ચીકણી માટીથી ગેનાભાઈનું ઘર લીંપાયેલું તેમજ દાડમથી ઘેરાયેલુ છે. અપંગ હોવા છતાં તેઓ જાતે ટ્રેક્ટર ચલાવે છે. કુલ 15 વર્ષમાં ગેનાભાઈની પ્રેરણાથી ગુજરાત તથા રાજસ્થાનમાં કુલ 50,000 ખેડૂતોને કુલ 40,000 હેક્ટરમાં કુલ 4 કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાની પ્રેરણા એમણે આપી છે. જેથી એમને ‘દાડમ દાદા’ તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. ગોળિયા ગામમાં આજે પણ દાડમના ગામ તરીકે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત થયું છે. પાણીની ખુબ અછત રહેલી છે.

ગામમાં કુલ 1,500 વીઘા જમીન તથા કુલ 150 ખેડૂતો છે. સમગ્ર રાજ્યમાં દાડમના વાવેતર તેમજ ઉત્પાદનમાં દ્રિતીય ક્રમ પર બનાસકાંઠા જિલ્લો આવે છે. કુલ 6,800 હેક્ટરમાં દાડમના બગીચા આવેલ છે. જેમાં કુલ 1.08 લાખ ટનથી લઈને કુલ 1.12 લાખ ટન થાય છે, લાખણી તાલુકામાં કુલ 5,000 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં કુલ 24,000 હેક્ટરમાં દાડમના બગીચામાં 3.45 લાખ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થાય છે.

કોઈ કૃષિ વિશ્વ વિદ્યાલય ન કરી શકે એવું કામ ગેનાભાઈએ કરી બતાવ્યું છે. અહીંના ખેડૂતો ઘઉં તથા બટાકાની ખેતી કરતાં હતાં ત્યારે દાડમ ઉગાડવા માટે કોઈ તૈયાર ન હતું. સ્થાનિક ભાવ ન આવ્યો પણ એક કંપનીએ એમના ખેતરમાં થયેલ દાડમ કુલ 42 રૂપિયાના ભાવે ખરીદી લેવાનું શરુ કર્યું ત્યારથી ભાવ ઊંચકાયા હતા. ત્યારપછી ઈન્ટરનેટ દ્વારા તેઓ પોતાનો માલ વેચવા લાગ્યા. સૃષ્ટિ સંસ્થાએ એમને સૌપ્રથમ એવોર્ડ આપ્યો હતો. જેથી દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2017 સુધીમાં કુલ 18 એવોર્ડ તથા વર્ષ 2020 સુધીમાં કુલ 40 એવોર્ડથી ગેનાજીનું સન્માન થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post