બનાસડેરીએ હાંસલ કરી સૌથી મોટી સિદ્ધિ – આ ટેક્નોલીજી દ્વારા લાખો લોકોને થશે ફાયદો

Share post

એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવા ની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને તેમાં કેટલાક અંશે સફળતા પણ મળી ચુકીછે.હાલમાં પુરી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પરેશાન થઇ રહી છે. ગ્લોબલ વોર્મિંગને લીધે પ્રદૂષણ અને પ્રદૂષણને લીધે અનિશ્ચિત વરસાદ, ખુબ ગરમી, ખુબ ઠંડી જેવી આફતોથી દુનિયા પરેશાન થઈ રહી છે.

બીજી તરફ જમીનમાં પાણીના સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે, જેને લીધે ભવિષ્યની પેઢી માટે સૌથી મોટી સમસ્યા પીવાના પાણી  માટેની ઉભી થઈ શકે છે. તેથી આ વિષયો પર વિચારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે બનાસ ડેરી દ્વારા ભવિષ્યમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા તથા છેવાડે, રણ વિસ્તારમાં રહેતા લોકોની પાણીની સમસ્યાનો હલ થઈ શકે તે માટે એક મોટો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં થોડા અંશે સફળતા પણ મળી ચુકી છે.

એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા હવે હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, તેમજ આવનારા સમયમાં આ પદ્ધતિ દ્વારા સરહદી વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યાથી છુટકારો પણ મળશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું તમે સાંભળ્યું છે કે, હવે હવામાંથી પાણી પણ બનશે!, કદાચ અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય પરંતુ આવનારા સમયમાં જે રીતે હવામાંથી વીજળી ઉત્પન્ન થાય છે તેવી જ રીતે કદાચ લોકો હવામાંથી પાણી પીતા હશે. હા, મિત્રો એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવા ની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને એમાં કેટલેક અંશે સફળતા પણ મળી ચુકી છે, આ અંગે બનાસડેરી દ્ધારા એક નવો પ્રયોગ શરૂ કરાયો છે, તેથી જ હવે રણ વિસ્તારમા પણ લોકોને સહેલાઈથી પાણી મળી રહેશે.

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રણ વિસ્તારમા સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી છે, જેના દ્ધારા હવાની વરાળની મદદથી નવી ટેકનોલોજી દ્વારા દિવસનું 120 લીટર જેટલું પીવાનું શુદ્ધ પાણી બનવવામાં આવી રહ્યું છે. જે રણ વિસ્તારમા વસતા લોકો અને સૈનિકો માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનારા સમયમાં પાણીની સમસ્યા માંથી છુટકારો મળી શકશે.

બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ મામલે જણાવ્યું હતું કે, બનાસડેરી હંમેશા કઈંક નવું કરવા માટે તૈયાર જ રહે છે. પાણીની સમસ્યાથી અનેક ગામ પરેશાન થઇ રહ્યા છે. અહીં પાણીના સંગ્રહનો કોઈ સોર્સ નથી કારણ કે આ વિસ્તારો રણપ્રદેશ વિસ્તારના છે. અહીં વરસાદ પણ ખુબ ઓછો પડે છે, ત્યારે બનાસડેરી દ્વારા સોલર સિસ્ટમની મદદથી હવામાંથી શુદ્ધ પાણી મેળવવા માટે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં કેટલાક અંશે સારી એવી સફળતા મળી છે. આ રિસર્ચથી ભવિષ્યમાં પાણીની સમસ્યાને કેટલાક અંશે ઓછી કરવામાં મદદ મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…