દુધના સૌથી વધુ ભાવ આપનાર ગુજરાતની આ ડેરીએ કેટલાય પશુપાલકોને બનાવી દીધા કરોડપતિ

Share post

થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાં આવેલ બનાસ ડેરી દ્વારા પશુપાલનમાંથી દૂધનું સૌથી વધારે ઉત્પાદન કરનાર મહિલાઓની યાદી બહાર પાડવામાં આવી હતી . હાલમાં પણ બનાસ ડેરીને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.ઔદ્યોગિક સ્તર પર પહેલાંથી જ સાવ પછાત તથા વિવિધ અભાવોની વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે.

જેની પાછળ બનાસ ડેરી અગત્યનું પરિબળ બનીને ઊભરી રહી છે. કુલ 4 લાખ જેટલા દૂધ ઉત્પાદકોની સાથે છેક બનારસ સુધી વિસ્તરેલ બનાસ ડેરીનું ટર્નઓવર ફક્ત કુલ 5 જ વર્ષમાં કુલ 4,000 કરોડથી વધીને કુલ 5,000 કરોડે પહોંચી ગયું છે. દુનિયામાં સૌથી વધારે દૂધનાં ઉત્પાદકોને નફો આપતી આ ડેરીને લીધે કેટલાંક પશુપાલકો કરોડપતિ બની ગયાં છે.

બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શંકર ચૌધરીએ ફક્ત દૂધનાં ઉત્પાદન જ નહીં પરંતુ ખેડૂતો, પશુપાલકો વધારે આવક મેળવી શકે એવાં ઉદ્દેશથી માત્ર 5 વર્ષમાં મધ ઉછેર, ગોબરથી CNG ઉત્પાદન, બટાટા પ્રોજેક્ટ જેવા ઘણાં નવા સાહસોની શરૂઆત કરવામાં આવી છે. આવા નાના સાહસોથી મોટી બચતો એકઠી કરીને ડેરી ચલાવવાનાં ખર્ચમાં ઘટાડો કરીને કુલ 17% પહોંચી ગયો છે. જેને લીધે આ વર્ષે કુલ 4 લાખથી વધારે દૂધ ઉત્પાદકોને કુલ 83%  વળતર આપવામાં આવ્યું છે.

માત્ર 5 જ વર્ષમાં દરરોજ કુલ 40 લાખ લિટર દૂધ એકત્રિકરણને કુલ 73.72 લાખ લિટરે પહોંચતાની સાથે જ બનાસ ડેરી ભારતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે.  ફક્ત દૂધ મેળવવામાં જ નહીં પરંતુ એની સામે દૂધ ઉત્પાદકોને વળતર આપવામાં પણ આ ડેરીએ દુનિયાના બધાં દેશોને પાછળ છોડી દીધા છે.બનાસ ડેરી દૂધ ઉત્પાદકોને કિલો ફેટદીઠ કુલ 39.45 પૈસાનો ભાવ આપી રહી છે.

આટલો ભાવ અન્ય કોઈ  ડેરી આપી રહી નથી! અમેરિકામાં દૂધ ઉત્પાદકોને કુલ 28.71, જર્મનીમાં કુલ 27.30, ન્યૂઝીલેન્ડમાં કુલ 26.33 ભાવ ચૂકવવામાં આવે છે. આથી, કુલ 5 વર્ષ અગાઉ બનાસ ડેરીનાં પશુપાલકોને દર મહિને કુલ 287 કરોડ મળતા હતાં. જેમાં વધારો થઈને હાલમાં કુલ  728કરોડે પહોંચી છે. જેથી બનાસકાંઠામાં અર્થતંત્ર ધબકતું રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post