માત્ર એક ગાયથી શરુ કર્યું દૂધ ઉત્પાદન, આજે ચાર કલેક્ટરના પગાર થી પણ વધુ કમાય છે પશુપાલક ગંગાબેન

Share post

આપણા દેશમાં ખાસ કરીને તો ગુજરાત રાજ્યનાં ખેડૂતો ખેતીમાંથી તેમજ પશુપાલનનાં ઉદ્યોગમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જેથી ભણેલા લોકો પણ ખેતીમાં જોડાઈ રહ્યાં છે. હાલમાં આને લઈને જ એક માહિતી સામે આવી રહી છે. જેને સાંભળીને આપને પણ કદાચ નવાઈ લાગશે.

બનાસકાંઠામાં આવેલ બનાસ ડેરી દ્વારા ટોપ 10 સફળ મહિલા પશુપાલકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી પ્રથમ નંબરે આવેલ નવલબેન ચૌધરીએ કુલ 87,95,000 રૂપિયાનું દૂધ ભરાવીને અવ્વલ સ્થાન મેળવ્યું છે. નવલબેન વડગામ તાલુકામાં આવેલ નગાણા ગામનાં  વતની છે.

ધાનેરા તાલુકામાં આવેલ વિજાપુર-ચરાડાનાં કનુબેન માળવીએ કુલ 73,00,000 રૂપિયાનું દૂધ ભરાવીને દ્રિતીય સ્થાન મેળવ્યું છે. વડગામ તાલુકામાં આવેલ જોઈતા ગામમાં રહેતાં હંસાબેન ચાવડાએ કુલ 72,00,000 રૂપિયાનું દૂધ ડેરીમાં આપીને તૃતીય સ્થાન મેળવ્યું છે. ચોથા ક્રમ પર આવે છે પાલનપુર તાલુકામાં આવેલ સાગ્રોસણા ગામનાં વતની ગંગાબેન ગણેશભાઈ લોહ રહ્યાં છે.

કુલ 64.5 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને ગંગાબહેને ચોથા ક્રમ પર સ્થાન મેળવ્યું છે. પાંચમા ક્રમ પર આવે છે થરાદમાં આવેલ બેવટા ગામનાં મહિલા પશુપાલક દેવિકાબેન રબારી એમણે કુલ 62,00,000 રૂપિયાનું દૂધ ભરાવીને રેકોર્ડ સર્જ્યો છે. વ્હાઈટ કોલર નોકરીની આશા રાખતાં યુવાનોની માટે આ સફળ મહિલા પશુપાલકોએ સંદેશો આપતાં જણાવે છે, કે કોઈપણ જોકામ મહેનતથી કરવામાં આવે તો સફળતા સામે ચાલીને મળી રહે છે.

આ યાદીમાં કુલ 10 માં ક્રમ પર જે સફળ મહિલા આવ્યાં છે એમની આવક પણ અડધા કરોડથી વધુ રહેલી છે. સફળ મહિલા પશુપાલકોમાંથી એક એવાં ગંગાબેને વર્ષ 1998માં ગંગાબહેન માત્ર 1 જ પશુથી પશુપાલનનાં વ્યવસાયને શરૂ કર્યો હતો. આજે એમનાં તબેલામાં કુલ 110 જેટલા દૂધાળાં પશુ રહેલાં છે તેમજ કુલ 6 લોકો એમની સાથે કામ પણ કરી રહ્યાં છે.

આટલું જ નહિ પરંતુ સમગ્ર પરિવાર હવે પશુપાલનનાં વ્યવસાયમાં જોડાઈ ગયો છે તથા દૂધ ભરાવવાં માટે ટ્રેક્ટર તેમજ ગાડી પણ વસાવી લીધી છે. પશુઓની માટે શેડની વ્યવસ્થા તથા દૂધ દોહવા માટેનું મિલ્ક મશીન પણ એમણે વસાવિ લીધું છે. ગંગાબહેન બનાસ ડેરીમાંથી કુલ 4 વાર સૌથી વધારે દૂધ ભરાવવાનો એવોર્ડ પણ જીત્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…