શરીર માટે કેળાથી પણ વધારે ફાયદાકારક છે કેળાની છાલ – વિશ્વાસ ન આવે એટલી બીમારીમાંથી મળશે છુટકારો

Share post

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવા સમયમાં સૌથી વધારે જરૂરી છે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી. આની માટે અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ. કોરોનાકાળમાં કેટલાંક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ વધુ જાગૃત થઇ ગયા છે પણ માનવીમાં હેવી સ્ટ્રેસ તથા ડિપ્રેશનની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓફિસ અથવા તો ઘરની વધતી જતી ચિંતા તમને વ્યાકૂળ બનાવી દે છે તો તમે એક ટેવથી તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરી શકો છો.

જો રોજ સવારે નાસ્તામાં એક કેળુ લેવાની આદત પાડશો તો તમે હકીકતમાં સ્ટ્રેસ ફ્રી રહેશો. આટલું જ નહીં પરંતુ જો તમે સવારમાં કેળુ ખાશો તો વજનમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થશે. માત્ર એક કેળુ ખાધા પછી 1 ગ્લાસ પાણી જરૂર પી લેવું. તમને લાંબા સમય સુધી ભુખ પણ લાગશે નહી. આની સાથે કેળાની છાલ પણ કઇ રીતે ઉપયોગી સાબિત થાય છે તે જોઇએ. કેળામાં ફાઇબર તથા પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તમને ભૂખ પણ લાગશે નહીં. બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણ આવી જશે.

કેળાની છાલમાં સેરોટોનિન નામનું કેમિકલ રહેલું હોય છે, જે તમારા મૂડને બૂસ્ટ કરવામાં સહાયરૂપ થાય છે. યૂનિવર્સિટી ઓફ તાઈવાનમાં થયેલ એક સ્ટડી પ્રમાણે, જો તમે 3 દિવસ સુધી 2 કેળાની છાલ ખાશો તો, સેરોટોનિનનું પ્રમાણ કુલ 15% વધી જશે. કેળાની છાલમાં રહેલ ટ્રિપ્ટોફન કેમિકલને લીધે સારી ઊંઘમાં મદદ મળે છે. કેળાની છાલમાં કેળા કરતા પણ વધુ માત્રામાં ફાયબર રહેલું હોય છે.

કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરવામાં ફાયબર મદદરૂપ થાય છે તેમજ આને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ખુબ ઓછો રહે છે. ફાયબરને લીધે કેળાની છાલ વજનમાં ઘટાડો કરવામાં પણ મદદરુપ થાય છે. આની ઉપરાંત શરીર માટે જરુરી બેક્ટેરિયામાં વધારો કરવામાં પણ મદદરૂપ થાય છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે. આંતરડામાં બેક્ટેરિયાની માત્રામાં વધારો થઈ જવાથી કબજિયાતની સમસ્યાથી પણ મુક્તિ મળે છે.

કેળાની છાલ શરીરમાં રહેલ રેડ બ્લડ સેલ્સને તૂટવાથી બચાવે છે. આની સાથે જ કાચા કેળાની છાલ આની માટે વધુ મદદરુપ બને છે. કેળાની છાલમાં રહેલ લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે ખુબ જરુરી છે. આની સિવાય તે મોતિયાથી પણ આંખનું રક્ષણ કરે છે. મસા, સોરાયસિસ, ખંજવાળ આવવી, જંતુ કરડી ગયુ હોય, રેશિસ થયા હોય, વગેરે માટે કેળાની છાલ ખુબ લાભદાયક સાબિત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…