Wed. Jan 22nd, 2020

બચુભાઈએ માત્ર ૨૫ હજાર રૂપિયામાં ટ્રેક્ટર પણ બનાવ્યું છે જે બે બળદનું કામ કરી શકે છે, જુઓ વિડિયો

ગુજરાતના ખેડૂતો હવે વૈજ્ઞાનિક શોધો પણ કરવા લાગ્યા છે. બચુભાઈ ઠેસીયા જામનગરના કાલાવડ થી છે. ખેડૂત હોવાની સાથે-સાથે બચુભાઈ એક સારા વૈજ્ઞાનિક પણ છે. બચુભાઈ સાથે વાતચીતમાં બચુભાઈ કહે છે કે ખેતી કરવામાં જે મુશ્કેલીઓ મને પડી છે તે માટે મેં ઉપકરણ બનાવવા માટે પ્રેરણા લીધી છે. ને ખેતરમાં પાણી પાતું  ઓટોમેટીક મશીન બનાવ્યું છે અને માત્ર ૨૫ હજાર રૂપિયામાં ટ્રેક્ટર પણ બનાવ્યું છે જે બે બળદનું કામ કરી શકે છે અને મારુ બનાવેલું જટકા મશીન તો ગુજરાતના હજારો ખેડૂતો વાપરી રહ્યા છે.  ટ્રેકટર તમે ખરીદી શકો છો. આ લેખમાં તેમનો નંબર પણ અમે આપીશું.

બચુભાઈ ઠેસીયાએ ખેડૂત ક્લબ સાથેની વાતચીતમાં કહી રહ્યા છે કે, જાનવર માત્ર ગુજરાત નહીં પણ દેશના તમામ રાજ્યો ની સમસ્યા છે. અમુક ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સીધેસીધો છે અને જેનાથી પશુને નુકસાન થાય છે અને બાદમાં વન તંત્ર દ્વારા ખેડૂતને હેરાન ગતિ પણ થાય છે અને ગુનો પણ નોંધાઈ છે બચુભાઈ એ બનાવેલા મશીનથી રખડતા જનાવરને માત્ર લાગશે પણ કંઈ નુકસાન નહીં થાય. ગુજરાતમાં લગભગ ૨૫ હજાર જેટલા ખેડૂતો આ ઝટકા મશીન નો ઉપયોગ કરે છે.

Loading...

આ મશીન ની વિશેષતા એ છે કે, ઝટકા આપવા માટે વીજળી આપણે સોલાર પેનલથી ચાર્જ કરી શકીએ છીએ. જેથી આપણને વીજળીનો કોઈ ખર્ચ થશે નહીં આ મશીન દિવસ-રાત ઓટોમેટીક ચાલે શકે તેવું ઓપ્શન પણ ધરાવે છે. આ મશીન બે કલાકથી લઈને 24 કલાક સુધી કરીએ એ પ્રમાણે કામ કરી શકે તેવું છે. આ મશીન માં લાગેલા તાર થી નવ કિલોવોટનો પાવર જાય છે.

આ શોધ કરવા બદલ તેઓ ત્રણ ત્રણ વખત રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થઈ ચૂક્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ તેમજ કૃષિ મંત્રી શરદ પવારે તેમનું સન્માન કર્યું છે.

બચુભાઈ ઠેસીયાએ માત્ર ૨૫ હજાર રૂપિયામાં ટ્રેક્ટર પણ બનાવ્યું છે જે બે બળદનું કામ કરી શકે છે. બચુભાઇ ઠેસિયા નો સંપર્ક આપ 9375555883 પર કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો. અને તમામ અપડેટ્સ મેળવતા રહો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……

Loading...
Loading...