ઉંચી ડીગ્રી મળ્યા બાદ પણ નોકરી ન મળતા 27 વર્ષીય યુવતી આ રીતે દર મહિને કમાય છે બે લાખ રૂપિયા

Share post

ઘણા લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં તૂટી જાય છે, જ્યારે કેટલાક લોકો મજબૂત ઇચ્છા અને મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે. આવું જ એક ઉદાહરણ મેરઠની 27 વર્ષીય યુવતી પાયલ અગ્રવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. અવ્વલ નંબરમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનારી પાયલ અગ્રવાલને નોકરી નહીં મળતાં તેણે બહાર કામ કરવાનું પસંદ કર્યું હતું અને તેના સમર્પણ સાથે તેણી પોતાના ધંધામાંથી  કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. તે નિ:શુલ્ક તાલીમ આપી સમાજ સેવા પણ કરી રહી છે.

Youtube પરથી મળ્યો બિઝનેસનો આ આઈડિયા
મેરઠની મૂળનિવાસી એન્જિનિયરિંગ નું ભણતર પાસ કર્યા બાદ સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. 2016માં બી.ટેક પૂર્ણ કર્યા બાદ પછીના બે વર્ષ સુધી તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માં લાગેલી રહી પરંતુ પરીક્ષા પાસ ન કરી શકી. તેમજ તે સરકારી નોકરીની પરીક્ષાઓની તૈયારી માં એક મલ્ટિનેશનલ કંપનીઓમાં મળેલી નોકરી નો અવસર પણ ગુમાવી ચૂકી હતી. પરંતુ તે નોકરી ન મળવાને લીધે નિરાશ ન થઈ તેણે ઓછા રોકાણ માં થતું કોઈ કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને તેણે આ ધંધાની ઓનલાઇન શોધખોળ શરૂ કરી. Youtube પર તેણે વર્મિકમ્પોસ્ટ બનાવવાનો આઈડિયા શોધ્યો અને કામે લાગી ગઈ.

પાયલ દર મહિને કમાઈ રહી છે લગભગ બે લાખ રૂપિયાનો નફો
પાયલ જ્યારે 22 વર્ષની હતી ત્યારથી તે કુંડાઓ માં નાખવા માટે જૈવિક ખાતર જાતે જ તૈયાર કરતી હતી.આ કામમાં તેને રસ પણ હતો એટલા માટે જ ભલે પોતાના રસ પ્રમાણે કામ પસંદ કર્યું. પાયલ એ બે લાખના રોકાણથી આ કામ શરૂ કર્યું. પાયલને આ કામ કરતા બે વર્ષથી વધારે સમય વીતી ચૂક્યો છે. પાયલ મહિનામાં એક થી દોઢ લાખ રૂપિયાનો નફો કમાણી કરી રહી છે. youtube પરથી આ જૈવિક ખાતર બનાવવા નો આઈડિયા લય તે પોતાના પગ પર ઊભી થઈ અને આ બિઝનેસ દ્વારા ઘણા અન્ય લોકોને રોજગાર પણ આપ્યો.

ઘણા રાજ્યોમાં શરૂ કરી ચૂકી છે જેવિક ખાતરના યુનિટ
આ ધંધામાં પાયલ અગ્રવાલ એવી સફળતા મેળવી કે તે હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, અલીગઢ, મહારાષ્ટ્ર, બરેલી, આગરા, કાશ્મીર, તેમજ જામનગર શહેરમાં ખેડૂતો અને અન્ય લોકો માટે આ જૈવિક ખાતરના યુનિટ ચાલુ કરી ચૂકી છે. પાયલ આ સેવા લોકોને નિશુલ્ક આપી રહી છે તે નવા યુનિટ શરૂ કરવા માટે કાચો માલ પણ સપ્લાય કરે છે. પાયલ પાસે સારી ગુણવત્તાના મજૂરો છે જ્યાં પણ યુનિટ શરૂ કરવાનું હોય ત્યાં તે તાલીમ પામેલા મજુર ને લઈ જાય છે અને તે વ્યક્તિને ટ્રેનિંગ આપી ને આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post