આ આયુર્વેદિક ઉપચારથી રાતોરાત દુર થશે દાંતના દરેક દુખાવા, જાણો અહીં

હિંગને પાણીમાં ઉકાળીને તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટી જાય છે. દાંત હાલતા હોય તેમજ તેમાં દુઃખાવો થતો હોય તો હિંગ કે અક્કલકરો દાંતમાં ભરાવવાથી રાહત મળે છે. સવારનાં સમયે કાળા તલ બહુ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત થાય છે. વડની વડવાઈનું દાંતણ કરવામાં આવે તો હલતા દાંત પણ મજબૂત બની જાય છે. તલનું તેલ હથેળીમાં લઈને આંગળાથી પેઢા ઉપર ઘસવાથી હાલતા દાંત મજબૂત બની જાય છે.
લીંબુનો રસ દાંતનાં પેઢા ઉપર ઘસવામાં આવે તો દાંતમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે. તલનાં તેલનો કોગળો મોઢામાં 10 થી 15 મિનિટ સુધી ભરી રાખવાથી પાયોરિયા મટી જાય છે તેમજ દાંત મજબૂત બની જાય છે. સરસિયાનાં તેલની સાથે મીઠું મેળવીને દાંત પર ઘસવાથી પાયોરિયા મટી જાય છે. ફલાવેલી ફટકડીનો પાઉડર દાંતનાં પેઢા ઉપર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે. દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાનાં ગાંગડા વડે તેને ફોડી તેનાં ઉપર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટી જાય છે.
તલ, લીંબુનો રસ તેમજ મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ તેમજ દાંતમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે. સફરજનનાં રસ સોડાની સાથે મેળવી દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે તેમજ દાંતની છારી મટી જાય છે. પાકાં ટામેટાંનો રસ 50 ગ્રામ જેટલો દિવસમાં 3 વખત પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે. દાંતમાં સડો લાગે તો મીઠાનાં પાણીનાં કોગળાં અવાર નવાર કરવાથી આરામ મળે છે.
કોફીનો ઉકાળો કરીને તેનાં કોગળા કરવાથી દાંતનો સડો તેમજ દાંતનો દુઃખાવો મટી જાય છે. રોજ સવારનાં સમયે મેથીનાં પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટી જાય છે. તુલસીનાં પાન ચાવવાથી તેમજ તુલસીનાં પાનનાં ઉકાળાનાં કોગળા કરવાથી દાંત તેમજ પેઢાં મજબૂત બને છે. પોલા થઈ ગયેલ તેમજ કહોવાઈ ગયેલ દાંતનાં પોલાણમાં લવિંગ તેમજ કપૂર કે તજ તેમજ હિંગ વાટી દબાવી લેવાથી રાહત મળે છે. દાંત પીળા થઇ ગયા હોય તો પીસેલું મીઠું તેમજ ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટી જાય છે.
દાઢ દુઃખતી હોય તો ઘાસતેલ કે સ્પિરિટનું પૂમડું બનાવી તેની ઉપર કપૂર ભભરાવી, દુઃખતી દાઢ ઉપર મૂકવું જોઈએ. જાંબુનાં છાલ ધોઈ, સ્વચ્છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાંખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરીને કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત બને છે અને પાયોરિયા મટી જાય છે.
10 ગ્રામ મરી તેમજ 20 ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસીને સવાર અને સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં રાહત મળે છે. જીરાને શેકીને ખાવામાં આવે તો પાયોરિયાની દુર્ગંધ દૂર થઇ જાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…