આ આર્યુવેદિક ઉપચારથી રાતોરાત દુર થશે શરદી – જાણો વિગતવાર

Share post

ગરમાગરમ રેતીનો શેક કરવામાં આવે તો શરદી મટે છે. ગરમ ચણાને સૂંઘવામાં આવે તો પણ શરદી મટી જાય છે. સૂંઠ, કાળાં મરી તેમજ તુલસીનાં પાનનો ઉકાળો પીઈને શરદીને  મટાડી શકાય છે.  નાગરવેલનાં 2 થી 4 પાનને ચાવીને ખાવાથી શરદી મટી જાય છે. રાત્રીનાં સમયે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી શરદી મટી જાય છે.

આદુનો રસ તેમજ મધ એક ચમચી જેટલું સવાર અને સાંજે પીવાથી શરદી મટી જાય છે. રાઈને વાટી મધની સાથે મિક્સ કરીને સેવન કરવાથી શરદી મટી જાય છે. ફદીનાનો તેમજ આદુનો ઉકાળાનું સેવન કરવાથી પણ શરદી મટી જાય છે. અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટી જાય છે. ગરમ દૂધમાં મરીની ભૂકી તેમજ સાકર નાંખીને સેવન કરવાથી શરદી મટે છે.

મરી, તજ તેમજ આદુનો ઉકાળો પીવાથી શરદી મટી જાય છે. લીંબુનાં રસમાં આદુનું કચુંબર તેમજ સિંધવ નાંખીને પીવાથી શરદી મટી જાય છે. પાણીમાં સૂંઠ નાંખી ઉકાળીને પાણીનું સેવન કરવાથી શરદી મટે છે.  કાળા મરી તેમજ શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધની સાથે લેવાથી શરદી મટી જાય છે.  હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તુરંત જ મટી જાય છે.

રાત્રે સુતી વખતે એક કાંદોનું સેવન કરવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટી જાય છે.  કાંદાનાં રસનાં ટીપાં નાકમાં નાંખવાથી શરદી મટી જાય છે. ફદીનાનો તાજા રસનું સેવન કરવાથી શરદી મટે છે.  ફદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટી જાય છે.  લવિંગનાં તેલને રૂમાલમાં નાંખી સૂંઘવાથી શરદી જલ્દી મટી જાય છે.

સઠનાં ચૂર્ણમાં ગોળ તેમજ થોડુંક ઘી નાંખી તેની 3 થી 4 તોલા જેવડી ગોળીઓ બનાવી સવારનાં સમયે ખાવાથી ચોમાસાની શરદી તેમજ વાયુ મટી જાય છે. વરસતા વરસાદમાં પલળી કામ કરનાર માટે આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે. જેનાંથી શરીરની શક્તિ તેમજ સ્‍ફૂ‍ર્તિ જળવાઈ રહે છે. સઠ, તેલ તેમજ ખડી સાકરનો ઉકાળાનું સેવન કરવાથી શરદી, સળેખમ મટી જાય છે.

સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટી જાય છે.  તુલસીનાં પાનનો રસ અને આદુનો રસ મધની સાથે લેવાથી શરદી મટી જાય છે. તુલસીનાં પાનવાળી ચાનું સેવન કરવાથી શરદી, સળેખમ મટી જાય છે. તુલસી, સૂંઠ, કાળાં મરી તેમજ ગોળનો ઉકાળો કરીને દિવસમાં 3 થી 4 વખત સેવન કરવાથી ગમે તેવી શરદી મટી જાય છે. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post