અનિદ્રા માટે આયુર્વેદ ઉપચારો- જાણો સંપૂર્ણ માહિતી

Share post

ખરેખર આજના જમાનામાં સારી ઊંઘ અને સારી સ્વાસ્થ્ય ખુબ જ જરૂરી છે, દરરોજની ભાગદોડની જીંદગીમાં પોતાના શરીરની કાળજી લેવાનું લોકોને ભુલાઈ જાય છે. અમુક વિચારો અને ભવિષ્યની ચિંતાને કારણે લોકોને મોડી મોડી રાત સુધી નિંદર નથી આવતી હોતી, આવા ઘણા દાખલાઓ સામે આવી રહ્યા છે, આનાથી પીડિત લોકો ડોકટરો પાસે ઉંચી ઉંચી ફીસ ભરીને પણ યોગ્ય ઈલાજ મેળવી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે, અનિદ્રા માટે આયુર્વેદ ઉપચારો પણ શક્ય છે…

અનિદ્રાની સમસ્યા એ આજના સમયની વ્યાપક વ્યાધિ બની છે. ઘણા લોકો આજે અનિદ્રાની સમસ્યા સાથે જીવી રહ્યા છે. ચિંતા, ટેન્શન, એકધારું કામ, વારંવાર ગુસ્સે થવાય એવી સ્થિતિ, ‘વધુ… વધુ…’ની દોડ અને સંઘર્ષ ભરી સ્થિતિ મગજના જ્ઞાાનતંતુઓને ઉશ્કેરાયેલા જ રાખે છે. જેના કારણે માનસિક રીતે ખુબ તકલીફો ઉભી થાય છે. શરીર અને મન પરનું તાણ રાત પડવા છતાં આપમેળે ઘટતું નથી. આ બધી મુંજવણોને કારણે અનિદ્રા જેવી સમસ્યા ઉભી થાય છે.

પરિણામે કૃત્રિમ રીતે જ એ તાણ ઓછું કરવાના ઉપાય રૂપે જાત જાતના પ્રશામક ઔષધો (ટ્રાન્કવી લાઇઝર્સ), લેતાની સાથે જ ઘેનમાં ધકેલી દે એવા નશાકારક પદાર્થો અને નુકસાનકર ઉપાયોની જાળમાં ફસાવું પડે છે. ઊંઘની ટીકડી લેવા છતાં સવારે ઊઠયા પછી સ્ફૂર્તિ કે ઉલ્લાસ જેવું લાગતું નથી. આખો દિવસ સુસ્તી, થાક અને કંટાળાનો અનુભવ થાય છે. આ રીતે અનિદ્રાના સકંજામાં ફસાયેલી વ્યક્તિ ધીમે ધીમે સુસ્ત, અશાંત અને ઉદાસ થવા લાગે છે. એનું પાચનતંત્ર બગડે છે.

સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ માથામાં તેલ નાખવાથી સારી ઊંઘ આવે છે. ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે. કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે. પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે. કમળા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.

જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે. ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્‍થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્‍યારે ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય . દુધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળી પીવાથી ઊંઘ આવે છે. રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post