રામ મંદિર ભૂમિપૂજનના દિવસે ગુજરાતના આ ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાની ખેતી દ્વારા લખ્યું ‘જય શ્રી રામ’

આજ રોજ અયોધ્યામાં નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર ભૂમિપૂજન થઈ રહ્યું છે. આ ઘટના ભારત માટે એક ઐતિહાસિક ઘટના છે. હાલમાં માત્ર અયોધ્યામાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં રામમંદિર શિલાન્યાસની આ ઐતિહાસીક ક્ષણની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના રામ ભક્ત ખેડૂતે અનોખી રીતે ભગવાન શ્રી રામના મંદિરના ભૂમિ પૂજનના અવસરે પોતાની લાગણી દર્શાવી છે.
રામ મંદિર ભૂમિપૂજનના દિવસે ગુજરાતમાં આવેલ નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે પોતાના અઢી એકરના ખેતરમાં ગલગોટાના ફૂલની ખેતી કરી જય શ્રી રામ લખ્યું છે આ ઉપરાંત, તેમણે શ્રી રામનું ધનુષબાણ પણ બનાવ્યું છે. જ્યારથી રામ મંદિરનો ચુકાદો આવ્યો અને મંદિર બનવાની વાત આવી ત્યારથી ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે ખેતરમાં ગલગોટાથી શ્રી રામ લખવાનું વિચાર્યું.બે મહિના પહેલા નવા વાવેતરમાં વાવેલા ગલગોટાના છોડમાં એકદમ સ્પષ્ટ રીતે “જય શ્રી રામ” ઉપસી આવ્યું છે.
ખેતરમાં ગલગોટાની ખેતી દ્વારા લખાયેલું ‘જય શ્રી રામ’ વિશ્વમાં ખેતી સાથે રામ ભક્તિ લોકો માટે યાદગાર બની રહેશે. નર્મદાના ખેડૂતની અનોખી રામ ભક્તિ સામે આવી છે. ગલગોટાની ખેતી દ્વારા લખ્યું જય શ્રી રામનું નામ લખીને પોતાની લાગણી દર્શાવી છે. આ ગલગોટાના ફૂલ શ્રી રામ ચરણમાં ચઢે તેવી ખેડૂતની ઇચ્છા છે.
આ વિષે ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે જણાવતા કહ્યું હતું કે, અમારા અઢી એકરના ખેતરમાં 200 x 40 ના પ્લોટ માં જય શ્રી રામ લખ્યું છે, અને 100 x 40 ના પ્લોટમાં શ્રી રામ ભગવાનનું ધનુષબાણ બનાવ્યું છે.હાલતો ગલગોટાના રોપા નાના છે.પણ 40-50 દિવસ બાદ જયારે ફૂલ લાગશે ત્યારે પીળા અને લાલ ગલગોટાથી સરસ દેખાશે, ગલગોટાના ફૂલ અયોધ્યા જાય અને શ્રી રામ ભગવાનના ચરણમાં ચઢે કે મંદિરના સુશોભનમાં કામ આવે એવી ઈચ્છા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…