દૂધ લેવા માટે દુકાને જતા છ વર્ષના ટાબરીયાને રિક્ષાએ અડફેટે લીધો, 40 ફૂટ ઢસડાયો

Share post

ઘણી વાર આપણી આજુબાજુ એવો બનાવ બને છે કે, જેને જોતા એવું લાગે કે, આમાં વ્યક્તિને ગંભીરા ઈજા થઇ હશે. પરંતુ ક્યારેક બનાવ રામ રાખે એને કોણ ચાખે એવો પણ બનતો હોય છે. આવો એક બનાવ રાજકોટ જીલ્લા પાસેનાં વીરપુરમાં બની હતી. જ્યાં છ વર્ષીય ટાબરીયો જ્યારે ઘરેથી દૂધ લેવા માટે જતો હતો તે સમયે એક રિક્ષાએ એને અડફેટે લીધો હતો. પૂરપાટ વેગથી આવી રહેલી રિક્ષા સાથે જોરદાર ટક્કર થતા બાળક 40 ફૂટ સુધી ઢસડાયો હતો. જો કે, ખાસ વાત એ છે કે, આ ટક્કરમાં એને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. સામાન્ય ઈજા થતા સારવાર માટે એને પાસેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આ બનાવને પગલે આજુબાજુમાંથી ઘણા લોકો ભેગા થયા હતા. બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે દોડાદોડી થઇ ગઈ હતી. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ફોટા મુજબ 6 વર્ષીય બાળક દોડીને રસ્તો ક્રોસ કરતો હતો. એ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી રિક્ષાનો આગળનો ભાગ બાળકની સાથે અથડાયો હતો. એમાં બાળકને સાધારણ ઈજા પહોંચી હતી. ટક્કર લાગતા બાળક 40 ફૂટ સુધી ઢસડાયો હતો.

જે રસ્તા પર આ અકસ્માત થયો હતો ત્યાં એક સ્પીડ બ્રેકર મૂકવા માટે સ્થાનિકોએ તંત્ર સામે રજૂઆત કરી છે. આજુબાજુ રહેતા સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અહીંયા સ્પીડ બ્રેકરનાં અભાવે આવા અકસ્માત થઇ જાય છે. આ અગાઉ પણ આ જ વિસ્તારમાં વાહનોનાં અકસ્માત થયેલા છે. જો સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આ પ્રકારનાં અકસ્માતને અટકાવાય છે. જોકે, ફોટામાં જોઈ શકાય છે કે, બાળકનું માથું રિક્ષાનાં આગળનાં ભાગને લાગ્યું હતું.

આ આખો બનાવ નજીકમાં આવેલી CCTV ફોટામાં રેકોર્ડ થઈ ગઈ હતી. જો કે, આ રિક્ષાચાલક કોણ હતો તેમજ આટલી સ્પીડમાં કઈ બાજુ જવાનો હતો એ વિગત બહાર આવી નથી. બાળકને ટક્કર વાગતા ઘણા લોકો એકાએક ભેગા થયા હતા. બાળકને ઊભો કરીને સારવાર કરાવવા માટે દોડ્યા હતા. તો ઘણા રિક્ષા ચાલકને પકડી લેવા માટે પણ આગળ સુધી ગયા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post