ખેડૂતોને બચતની સાથે થશે બમણો ફાયદો- રોજ ફક્ત 7 રૂપિયા જમા કરો અને દર મહીને મેળવો 5000નું પેન્શન

Share post

સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે.અટલ પેન્શન યોજના (APY) એ એક એવી સરકારી યોજના છે,કે જે દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 6૦ વર્ષની વય બાદ, દર મહિને રૂપિયા  1,૦૦૦ થી લઈને રૂપિયા 5,000 સુધી નિશ્ચિત માસિક પેન્શનની ખાતરી આપે છે. આ પેન્શન યોજના એ જૂન 2015માં રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડવામાં આવી હતી.

આ યોજના એ સ્વાવલંબન યોજના NPS લાઇટની જગ્યાએ લાગુ પાડવામાં આવી હતી. અટલ પેન્શન યોજના એ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તેનો અમલ દેશભરની બધી જ બેંકો દ્વારા કરવામાં આવે છે. જો, તમે પણ એક મહિનામાં 210 રૂપિયાની બચત કરીને 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવું હોય તો આ યોજનાને લગતા નિયમોને સમજવું જરૂરી છે.

ફક્ત 18-40 વર્ષની જ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. જો તમારે કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમે પણ આ યોજનામાં જોડાઈ શકો છો.

પેન્શન મેળવવા માટે તમારે જે રકમ ચૂકવવાંની થશે તે ફક્ત 2 બાબતો પર જ આધારિત છે. પહેલી વાત તો એ છે, કે તમે આ યોજનામાં કઈ ઉંમરમાં જોડાઇ રહ્યા છો. બીજી સૌથી અગત્યની વાત એ છે, કે તમે 60 વર્ષની વય બાદ કેટલું પેન્શન ઇચ્છો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 18 વર્ષની જ ઉંમરે આ યોજનામાં જોડાઈ છે, અને 60 વર્ષની વય બાદ તે 1,000 રૂપિયાનું માસિક પેન્શન ઇચ્છે છે, તો 60 વર્ષની વય સુધી તેમને દર મહિને ફક્ત 42 રૂપિયા જ ખર્ચ કરવો પડશે.

જો, આ વ્યક્તિને માસિક રૂપિયા 5,000નું પેન્શન ઇચ્છે છે, તો તેણે 60 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને ફક્ત 210 રૂપિયા જ જમા કરાવવાના રહેશે. આ યોજના અંતર્ગત રૂપિયા 1,000,રૂપિયા 2,000, રૂપિયા 3,000, રૂપિયા 4,000 અને રૂપિયા 5,000ની ફિક્સ પેન્શન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ યોજનામાં રોકાણ કરીને આપને NPS જેવો જ ટેક્સનો લાભ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80CCD (1B)ની હેઠળ, આ યોજનાનાં રોકાણ પર ટેક્સમાં પુરેપુરી છૂટ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post