12 વર્ષની ઉંમરમાં ઘરે કહ્યા વગર મુંબઈ ભાગી ગયેલ ખેડૂતપુત્ર હાલમાં છે 40 કરોડની કંપનીનો માલિક -જાણો સફળતાની કહાની 

Share post

અનેક લોકોને પ્રેરણા આપે એવી કેટલીક જાણકારીઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે. રાજસ્થાનમાં રહેતાં દુર્ગારામ ચૌધરી ફક્ત 12 વર્ષની વયમાં ઘરમાં કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસી ગયા હતા. ક્યાં જવું છે, શું કરવું છે, ક્યાં રહેવું છે, એ કંઈ જાણતા ન હતા. બસ મનમાં એ જ હતું કે કંઈક કરવું છે. માત્ર 150 રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયાં હતા. હાલમાં કુલ 2 કંપનીનાં માલિક છે, જેનું ટર્નઓવર કુલ 40 કરોડ રૂપિયાથી પણ વધુ છે.  આવો જાણીએ શૂન્યથી લઈને 40 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર સુધી પહોંચવાની કહાની.

કુલ 6 મહિના તો ફૂટપાથ પર જ પસાર કર્યાં :
એમનાં પિતા ખેતી કરતા હતા. નાનપણમાં જ વિચાર કરી લીધો હતો કે કંઈક કરવું છે. રાજસ્થાનમાંથી લોકો બિઝનેસ કરવાં માટે સાઉથ જતા હતા. એ લોકોને જોઈ એક દિવસ ઘરમાં કોઈને કહ્યા વગર હું પણ અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. ખિસ્સામાં માત્ર 150 રૂપિયા હતા. ટ્રેનમાં જ ઘણાં લોકો મુંબઈ જવા માટેની વાત કરી રહ્યા હતા, એમની વાતોને સાંભળી હું પણ મુંબઈ ચાલ્યો ગયો.

કુલ 40 રૂપિયા ભાડામાં જતા રહ્યા, જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે માત્ર 110 રૂપિયા મારી પાસે હતા. તેઓ જણાવતાં કહે છે કે, મુંબઈમાં શરૂઆતના કુલ 6 મહિના ફૂટપાથ પર જ પસાર કર્યાં હતાં. સીપી ટેન્કમાં એક મંદિર હતું, ત્યાં વહેંચવામાં આવતા પ્રસાદથી એનું પેટ ભરતો હતો. મંદિરની પાસે આર્યસમાજનો હોલ હતો, જ્યાં લગ્નો થતા હતા. ત્યાં વેઈટરનું કામ શરૂ કરી દીધું હતું. એક લગ્નમાં કામ કરવાના માત્ર 15 રૂપિયા મળતા હતા. ઘણાં દિવસો સુધી આ સિલસિલો ચાલુ રહ્યો હતો.

આર્યસમાજ હોલની નજીક એક દુકાનદાર હતા. એમણે મારી નાની વય જોઈને મને એક ઘરમાં હાઉસબોયનું કામ અપાવી દીધું હતું. કુલ 2 વર્ષ સુધી ત્યાં કામ કર્યુ. ખાવાનું બનાવવું તેમજ ઘર સાચવવાનું શીખી ગયો હતો. ત્યારપછી ત્યાંથી એક ડોક્ટરના ઘરે એ જ કામ કરવા લાગ્યો. મનમાં હંમેશા એક થતું રહેતું કે, ગામના લોકોને જાણ થશે કે મુંબઈ આવીને રસોઈ બનાવું છું તો કોઈ ઈજ્જત નહીં કરે તેથી રસોઈ તો બનાવવી નથી.

રસોઈ બનાવવાનું છોડી એક ઈલેક્ટ્રિશિયનની દુકાન પર કામ કરવા લાગ્યો પણ કુલ 2  મહિના બાદ દુકાન બંધ થઈ ગઈ. જે બિલ્ડિંગમાં એ દુકાન આવેલી હતી, ત્યાં એ સમયે વીનસ કંપનીના માલિક ગણેશ જૈન રહેતા હતા. તેઓ રાજસ્થાનના હતા. મેડમ સાથે થોડી ઓળખાણ થઈ તો એમણે પોતાના ઘરે કામ પર રાખ્યો. ત્યાં ફરી રસોઈ બનાવવા લાગ્યો. એક દિવસ એમને મેં જણાવ્યું કે, સર હું રસોઈ બનાવવાનું કામ કરવા માંગતો નથી.

હું કંઈક શીખવા માગું છું તો એમણે મને પોતાની કંપનીમાં કેસેટ પેકિંગનું કામ આપીને જણાવ્યું કે, ત્યાં મારા માટે ખાવાનું પણ બનાવજે તેમજ કામ પણ શીખજે. કુલ 1 વર્ષ ત્યાં જ કામ કરતો રહ્યો. થોડી બચત કરીને નવું કામ શોધવાનું વિચારી વર્ષ 1996માં એ કામ છોડી દીધું. દુર્ગારામે જણાવ્યું કે, વીનસમાં કામ કરનાર એક મેડમ ટી-સીરિઝમાં કામ કરવા લાગી હતી. એમના રેફરન્સથી મને પણ ટી-સીરિઝમાં કામ મળી ગયું.

મને કેસેટના માર્કેટનો ખ્યાલ આવ્યો. કામ કઈ રીતે થાય છે, એ જોયું. નોકરી કરતા જ ખ્યાલ આવી ગયો કે, નોકરીની સાથે જ હું પોતે પણ માર્કેટમાંથી કેસેટની ખરીદી કરીને બહાર વેચાણ કરી શકું છું. મેં નોકરી પછીના સમયમાં કેસેટ વેચવાની શરૂઆત કરી દીધી. રોજ માર્કેટમાં જઇને કુલ 12 જેટલી કેસેટની ખરીદી કરીને એને ફૂટપાથ પર વેચતો હતો. નોકરીની સાથે આ કામ ચાલતું રહ્યું. એક કેસેટ પર માત્ર 15 રૂપિયા સુધીનું કમિશન મળતું હતું.

કંપનીને શોધતા મહેસાણા પહોંચી ગયા : 
તેઓ જણાવતાં કહે છે કે, વર્ષ 2006માં એક ગુજરાતી ગીત આવ્યું, જે ખૂબ હિટ થયું હતું. હું એને તૈયાર કરનાર કંપનીને શોધતા મહેસાણા સુધી પહોંચી ગયો હતો. એમને સમજાવ્યું કે, આ ગીતના રાઈટ્સ તમે મને આપો. અમે તેને ડિજિટલમાં લઈ જઈશું. લાભ થાય કે ન થાય પણ નુકસાન કંઈ નહીં થાય. તેઓ તૈયાર થઈ ગયા. હવે સમસ્યા એ હતી કે, હું નોકરી કરી રહ્યો હતો, તેથી એમની સાથે એગ્રીમેન્ટ કરી શકતો ન હતો.

મેં હંગામા કંપનીમાં વાતચીત કરી હતી. ત્યાં મારા મિત્રો હતા. એમના દ્વારા ગુજરાતની કંપની સાથે એગ્રીમેન્ટ કર્યુ. એ લોકો પણ રિજિયોનલ ગીત અપલોડ કરવા માટે તૈયાર ન હતા. તેઓ ખૂબ વિનંતી કર્યાં બાદ માની ગયાં. માત્ર 1 વર્ષમાં જ એ ગીતને કુલ 3,75,000 વખત ડાઉનલોડ કરવામાં આવ્યું. આ ડીલમાં મેં કુલ 20 લાખ રૂપિયાની કમાણી કરી. કુલ 20 લાખ રૂપિયા ગુજરાતની કંપનીને અપાવ્યા તેમજ કુલ 30% કમિશન હંગામા કંપનીને મળ્યું હતું.

ફરી શૂન્યથી શરૂઆત કરવી પડી હતી. કારણ કે, રિજિયોનલના મારા જેટલા ભાગીદાર હતા, એ બધાં લોકોને હંગામા સાથે જોડી ચૂક્યો હતો. ફરી એ કંપનીઓનાં માલિકોને મળ્યો. એમને સમજાવ્યું કે, મેં મારી કંપનીની શરૂઆત કરી છે. આપ તમારૂં કન્ટેન્ટ આપો, અમે યુટ્યુબ પર લાવીશું. બધા લોકોએ મને મદદ કરી. રિજિયોનલ કન્ટેન્ટ ઝડપથી અમે યુટ્યુબ પર લાવ્યા.

રાજસ્થાનની અનેક નાની કંપનીને અમે એક્વાયર કરીને કોલકાતા, આસામ, ઓડિશા પણ પહોંચ્યા. ત્યાંના રિજિયોનલ ગીતોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવ્યા. વર્ષ 2017માં એનિમેશન ફર્મ પણ આ કામની સાથે શરૂ કરી દીધી. હાલમાં મારી પાસે કુલ 65 કર્મચારીઓ છે તેમજ બંને કંપનીઓનું મળીને ટર્નઓવર કુલ 40 કરોડથી વધુ રહેલું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post