એક સમયે આપઘાતનો વિચાર કર્યો હતો- પણ અત્યારે 200 દિવ્યાંગ બાળકોની સારસંભાળ કરી રહ્યા છે

Share post

રાજકોટની એક માતા 110 દિવ્યાંગો બાળકોની માતા બની તેમની સારસંભાળ કરી રહી છે. ગુજરાતના રાજકોટમાં રહેતી પૂજા પટેલ નામની યુવતીના લગ્ન 2004માં જયપુરના રહેવાસી સુરેશભાઇ સાથે થયા હતા. વર્ષ 2010માં તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ 6 મહિના પછી પણ પુત્ર કોઇ જવાબ આપતો નહોતો અને નકરો રડ્યા કરતો હતો. આથી ડોક્ટર પાસે લઇ જતા પુત્રને ઓટીઝમ હોવાનું જાણવા મળ્યું હતું. પૂજાના બધા જ સપના ભાંગીને ચૂરચૂર થઇ જતા પુત્ર સાથે જ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પછી ડોક્ટરના એક ફોને તેની જિંદગી બદલી નાંખી અને પતિ બધા સાથે રાજકોટ આવ્યા. રાજકોટમાં પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સંસ્થા સાથે જોડાયા. આજે આ સંસ્થામાં 110 દિવ્યાંગ બાળકોની હોંશે હોંશે જવાબદારી નિભાવી એ માતા યશોદા બની બાળકોની સારસંભાળ કરી રહી છે.

તે સમયે 4 થી 5 બાળકો આ સંસ્થામાં હતા. હાલના સમયમાં 110થી વધુ માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યા છે. જે પૂજા પટેલ એક વખતે દિકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી આ પૂજા આજે વાસુ સહિત 110 બાળકોની મા બનીને દરેક બાળકોની સેવા કરી રહી છે. દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ માટે પૂજાબેન જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યા છે.

પ્રયાસ પેરેન્ટ એસોસિએશન સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવે છે. પૂજાબેને જણાવતા કહ્યું હતું કે, મારા જેવા ઘણા માતા-પિતાઓ અહીંયા કામ કરે છે. બીએડ કર્યા પછી મે આર્ટ બેઝડ થેરાપીનો કોર્સ કર્યો છે. જેમાં હું આ બાળકોને સંગીત-ચિત્ર વગેરે જેવી કળાઓની મદદથી તાલીમ આપું છું. અહીં અમે ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને તાલીમબધ્ધ કરીએ છીએ. અમારો પ્રથમ ઉદેશ બાળકોને પોતાનું રોજીંદુ કાર્ય જાતે કરતા શિખવવાનો છે. આ ઉપરાંત અમે તેમને વાંચન, લેખન અને ડાન્સ અને કૂકિંગ શીખવીએ છીએ.

રાજસ્થાનમાં પતિ સાથે રહેતી પૂજા ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. પરંતુ પૂજાબેનનો માનસિક દિવ્યાંગ દિકરો વાસુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ના તો સમજી શકે. જયપુરમાં સીબીસીના હેડ ડો. એસ.જે.સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી. એક વખત વિદેશી ડોકટરોની એક ટીમ જયપુર આવી ત્યારે ડો.સીતારામને પૂજાબેનને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાંત ડોક્ટરોની ટીમને બતાવવા માટે સુચન કર્યું. વાસુને તપાસીને વિદેશી ડોકટરોએ જ્યારે પૂજાબેનને સમજાવ્યું કે આ બાળક આજીવન આવુ જ રહેશે. ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યા.

હોસ્પિટલેથી ઘરે આવીને પૂજાબેન વાસુને લઇ રૂમમાં જતા રહ્યા. રૂમને અંદરથી લોક કરી દીધો. દીકરાને લાચાર બનીને જીવતા જોવો એના કરતા મરી જવું સારું એવું વિચારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી. એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે. પોતાની સાથે દીકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળીયો નાંખે એ પહેલા મોબાઇલ રણક્યો. મોબાઇલ સામે જોયુ તો ડો.સીતારામનનો ફોન હતો. મરતા પહેલા ડોક્ટર સાથે છેલ્લી વાત કરતી જાવ એમ વિચારીને ફોન ઉપાડ્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post