ભગવાને એવી ઈચ્છા પૂરી કરી દીધી કે, આ વ્યક્તિએ મંદિરમાં 700 કરોડ રૂપિયાનું દાન આપી દીધું

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર મંદિરમાં દાન આપનાર વ્યક્તિને લઈ જાણકારી સામે આવતી હોય છે. હાલમાં કોરોના વચ્ચે મોટાભાગનાં મંદિરોમાં દાનની આવક બંધ થઈ ગઈ છે પરંતુ હાલમાં એક એવાં સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને આપને ખુબ જ નવાઈ લાગશે. જ્યારે આપણુ કોઇ કામ થતુ ન હોય તો ભગવાનની બાધા રાખી લેતા હોઇએ છીએ.

કોઇ કામના બદલે ઉપવાસ અથવા તો દાનની બાધા સામાન્ય રીતે રાખતા હોઇએ છીએ ત્યારે બેગલુરુમાં એક બિઝનેસમેન એનું કામ થઇ જશે તો તે કેરળનાં કોચીમાં આવેલા ચોટ્ટાનિક્કારા મંદિરમાં કુલ 700 કરોડ રૂપિયાનું દાન કરશે. ગણેશ શ્રવણ સ્વામી નામના બિઝનેસમેને જણાવ્યું કે, 2 વર્ષ અગાઉ એમને ધંધામાં ખોટ આવતાં એમણે દર મહિને આ મંદિરમાં આવવાની શરુઆત કરી હતી.

થોડા સમયમાં જ સ્થિતિ બદલાઈ ગઇ તેમજ ધંધો ધમધમાટ ચાલવા લાગ્યો.ધંધામાં આવેલ ખોટ સરભર થઇ જતાં વચન મુજબ એમણે કુલ 700 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. મંદિરના સમારકામનો પ્લાન પણ નક્કી થઇ ગયો છે, જેમાં મંદિરના છત્રને સોનાથી મઢવાની સાથે જ યાત્રાળુના રહેવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

કુલ 700 કરોડ રૂપિયાના દાનને લઇ મંદિર કમિટીમાં છેલ્લા 1 વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ મંદિરના જિર્ણોદ્વારને હાઇકોર્ટની પરવાનગી મળે એની રાહ જોવાઇ રહી છે, કારણકે જિર્ણોદ્વારનો સંપૂર્ણ ખર્ચ દાતા દ્વારા જ કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post