સૌપ્રથમ વખત ભારતમાં આ જગ્યાએ શરુ થવાં માટે જઈ રહી છે હીંગની ખેતી – જાણો આ ખેતી વિશે

Share post

સમગ્ર દેશમાં ભાગ્યે જ એવું કોઈ રસોડું હશે કે, જ્યાં હિંગનો ઉપયોગ થતો નહીં હોય. રસોઈની ઉપરાંત પેટનાં દુઃખાવામાં પણ હિંગનો દવાની જેમ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું આપને ખબર છે કે, તમામ ઘરમાં મળતી આ હિંગ ભારતમાં ઉગતી જ નથી. આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. અત્યાર સુધીમાં જેટલી પણ હિંગ ભારતમાં ઉપયોગ થાય છે, તે વિદેશથી આયાત કરવામાં આવે છે. હવે આ પરિસ્થિતિ બદલાવવા માટે જઈ રહી છે તથા હવે સૌપ્રથમ વાર દેશમાં જ હિંગ ઉગાડવામાં આવશે.

અત્યાર સુધી કેમ હિંગની ખેતી થઈ શકતી ન હતી?
CSIR તથા ‘ઈન્સ્ટિટ્યુટ ઓફ હિમાલયન બાયોરિસોર્સ ટેક્નોલોજી’ એટલે કે, IHBT, પાલમપુરે સૌપ્રથમવાર દેશમાં જ હિંગ ઉગાડવાનું શરૂ કર્યું છે. CSIRના ડાયરેક્ટર જનરલ ડો. શેખર માંડે જણાવતાં કહે છે કે, હિંગ ઉગાડવા માટે વર્ષ 2016થી જ સંશોધન કરવામાં આવી રહ્યું છે. હિંગ માત્ર લદ્દાખ તથા લાહૌલ સ્પીતિ જેવી ઠંડી જગ્યાઓ પર જ ઉગાડી શકાય છે.

આની સાથે બીજી ભૌગોલિક સ્થિતિઓનું પણ ધ્યાન રાખવું પડે છે. અત્યાર સુધી હિંગ અફઘાનિસ્તાન તથા ઈરાન જેવા દેશોથી આયાત કરવામાં આવતી હતી. ‘ઈન્સ્ટિટ્યુટ ઓફ હિમાલયન બાયોરિસર્ચ ટેક્નોલોજી’ના ડાયરેક્ટર સંજય કુમારે લાહૌલ તથા સ્પીતિના એક ગામમાં કવારિંગમાં હીંગ ઉગાડવાની પહેલ કરી છે. જે હિમાચલ પ્રદેશનો એક ઠંડો તથા સૂકો જિલ્લો છે.

ભારતમાં હિંગનો ઉપયોગ કેટલો?
ભારતમાં સમગ્ર વિશ્વની અંદાજે 40% હિંગનો ઉપયોગ ભારતમાં થાય છે. સંજય કુમાર જણાવતાં કહે છે કે, ભારતમાં હિંગનો ઉપયોગ ખુબ વધારે પ્રમાણમાં થાય છે પરંતુ એની ખેતી ભારતમાં થઈ શક્તિ નથી. અત્યાર સુધીમાં આપણે વિદેશો પર હિંગ માટે નિર્ભર રહેતા હતા. અફઘાનિસ્તાન, ઈરાન તથા ઉઝબેકિસ્તાન પાસેથી અંદાજે 600 કરોડ રૂપિયાની કુલ 1,200 મેટ્રિક ટન હિંગની આયાત કરવામાં આવી છે. હાલ ભારતમાં ઉગાડવા માટે અંદાજે 5 હેક્ટર જમીન પર પ્રયત્ન ચાલી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post