16 જેટલા આતંકવાદીઓને આ મહિલા IPS એ એકલા હાથે કર્યા ઠાર- જાણો વિગતે

Share post

અવારનવાર તમે સાંભળતા હશો કે ભારતીય સેનાએ આટલા આતંકવાદીઓને ઠાર કર્યા, અને ભારતીય સેનાને મોટી સફળતા મહી. આવી ઘટનાઓ રોજ બરોજ સામે આવતી રહે છે. ક્યારેક આતંકવાદીઓ ભારતીય સેનાના કેટલાય જવાનોને શહીદ કરી દેતા હોય છે. આવી ઘટના સામે આવતા દરેક ભારતીયોને દુઃખની અનુભૂતિ પણ થાય છે. અને આતંકીઓ વિરુદ્ધ ભારે રોષ પણ જોવા મળે છે. હાલના સમયમાં તમને એવી ભારતીય સેનાની મહિલા વિષે જાણવાના છીએ કે જેણે 16 આતંકવાદીને ઠાર કરી દીધા હતા.

ભારતીય મહિલા પોલીસ કે જેમનું નામ સંજુક્તા પરાશર છે. સંજુક્તા પરાશર વર્ષ 2006 ની બેચના IPS અધિકારી છે. સંજુક્તા પરાશરે નવી દિલ્હીની “ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમન”માંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. અને ગ્રેજ્યુએશન બાદ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં માસ્ટર, એમ.ફિલ અને પીએચડી(PHD) માટે પણ ગયા હતા. સંજુક્તા પરાશરે યુપીએસસી(UPSC) પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક પણ મેળવ્યો હતો.

સંજુક્તા પરાશરને પહેલીવાર વર્ષ 2008 માં મકુમના સહાયક કમાન્ડન્ટ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા હતા. થોડા જ સમયમાં સંજુક્તા પરાશરને બોડો અને ગેરકાયદેસર બાંગ્લાદેશી આતંકવાદીઓ વચ્ચેના અથડામણને કાબૂમાં લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સંજુક્તા પરાશરે માત્ર 15 મહિનામાં 16 આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. સાથે-સાથે સંજુક્તા પરાશરે 64 થી વધુ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. અને ટન હથિયારો અને દારૂગોળો કબજે કરવા માટે પણ સંજુક્તા પરાશર લોકોમાં ખુબ જાણીતી છે.

સંજુક્તા પરાશરે પોતાની જાતને ભારતીય સેનામાં પોતે IPS અધિકારી તરીકે એક સક્ષમ અને કાબિલ ઓફિસર સાબિત કર્યા છે. ઘણીવાર સંજુક્તા પરાશરે પોતાનું જીવન દાવ પર લગાવી દીધું હતું અને એનું એકમાત્ર કારણ એ છે કે સંજુક્તા પરાશરે પોતાની ટીમને અસમના જંગલોમાં અલગતાવાદી બળવાખોરો સામે લડવા દોરી જાય છે.

સંજુક્તા પરાશર પાસે કાયદાના સશસ્ત્ર અધિકારી તરીકેની તેની ઘણી સિદ્ધિઓ હોવા છતાં, સંજુક્તા પરાશરે પોતાનો પ્રેમાળ સ્વભાવ પણ બતાવ્યો હતો, જેના કારણે સંજુક્તા પરાશરે સમગ્ર દેશભરમાં લાખો કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. એકતરફ સંજુક્તા પરાશરે સંઘર્ષની ઉંચાઈઓ હાસલ કરી હતી અને બીજીતરફ સંજુક્તા પરાશરે પ્રદેશના વિસ્થાપિત લોકો માટેના શિબિરોની નિયમિત મુલાકાતી હતી અને ખૂબ જ રાહતની ક્રિયાઓમાં ભાગ લીધો હતો. સાથે-સાથે સંજુક્તા પરાશર ભારત સરકારના એક અહમ કાર્યની પણ મોટી સમર્થક છે. સંજુક્તા પરાશર માર્ગ હેલ્મેટ પહેર્યા વગર જતા લોકોની પણ રક્ષા માટે તેઓને હેલ્મેટ પહેરવા માટે તેને માર્ગદર્શન આપતા રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post