મોદી સરકાર ખેડૂતો માટે લાવી આ ત્રણ કાયદા, 90 ટકા ખેડૂતો નથી જાણતા…

Share post

હાલમાં કૃષિ બિલને લઈ સમગ્ર દેશમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. આવા સમયની વચ્ચે એક જાણકારી સામે આવી રહી છે. આ જાણકારી એવી છે કે, જેની જાણ 90% ખેડૂતોને નથી. કેન્દ્રીય કૃષિમંત્રી, ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોમવારનાં રોજ લોકડાઉન વખતે જાહેર થયેલ ખેતી સંબંધિત કુલ 3 ઓર્ડિનન્સને પસાર કરવાં માટે બિલની રજૂઆત કરી.

સરકારનાં મત પ્રમાણે, આ કાયદો ખેડૂતોની આવકમાં વધારો કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ઉપાય છે પણ કોંગ્રેસ સહિત ઘણાં પક્ષોને લાગી રહ્યું છે કે, એનાથી સરકાર MSP એટલે કે, ‘મિનિમમ સપોર્ટ પ્રાઈસ’ તથા APMCને બંધ કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસશાસિત રાજ્ય પંજાબ તથા હરિયાણામાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. કેટલાંક વિસ્તારોમાં ખેડૂતોએ નેશનલ હાઈવે બ્લોક કરી નાખ્યાં છે તેમજ માંગણી કરી રહ્યાં છે કે, રજૂ કરેલ બિલને પસાર કરવામાં આવે નહી.

આ 3 બિલ શું છે?
કૃષિક્ષેત્રમાં સુધારાને ટાર્ગેટ કરતાં કુલ 3 બિલ- ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એટલે કે, ‘પ્રમોશન એન્ડ ફેસિલિટેશન’ બિલ 2020, ધ ફાર્મર્સ એટલે કે, ‘એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન’, ‘એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020’ તથા ‘ધ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ 2020’ છે.

આ કુલ 3 કાયદાને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન 5 જૂન 2020નાં રોજ ઓર્ડિનન્સ સ્વરૂપે લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારથી જ એ ચર્ચા તેમજ વિરોધનો વિષય બની ગયાં છે. કેન્દ્ર સરકાર આ બધાં બિલને કૃષિક્ષેત્રમાં સૌથી મોટા સુધારા ગણાવી રહી છે પરંતુ વિપક્ષને એમાં ખેડૂતોનું શોષણ તથા કોર્પોરેટ્સના લાભ દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસ તથા બીજી પાર્ટીઓનાં વિરોધ પછી પણ એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. હવે એ ચર્ચા માટે રાજ્યસભામાં જશે. ત્યાંથી પાસ થયા પછી એ કાયદો ઔપચારિક રૂપે લાગુ કરવામાં આવશે. સરકારનો પ્રયાસ આ જ સત્રમાં કુલ 3 બિલને પસાર કરાવવાનો છે.

1. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020 :

હાલની વ્યવસ્થા શું છે?
ખેડૂતોની પાસે એમનો પાક વેચવા માટે વધુ વિકલ્પ નથી. ખેડૂતોએ APMCમાં પાક વેચવો પડે છે. રજિસ્ટર્ડ લાઇસન્સ અથવા તો રાજ્ય સરકારને જ એમનો પાક વેચી શકે છે. બીજા રાજ્યોમાં અથવા તો ઇ-ટ્રેડિંગથી પાક વેચી શકતા નથી.

નવા કાયદાથી શું થશે?
એવી ઈકો સિસ્ટમ બનશે કે, જ્યાં ખેડૂતો મનગમતાં સ્થળે એમનો પાક વેચી શકશે. ઈન્ટર સ્ટેટ અથવા તો ઈન્ટ્રા સ્ટેટ કારોબર કોઈપણ અડચણ વિના થશે. રાજ્યોની APMC સિવાય પણ પાક વેચી શકાશે. ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગનાં માધ્યમ દ્વારા પાક વેચી શકાશે. ખેડૂતોની માર્કેટિંગ કિંમતમાં પણ બચાવ થશે. જે વિસ્તારોમાં ખેડૂતોની પાસે વધુ પાક છે એ રાજ્યોમાં એમને સારી કિંમતો મળશે. એ જ રીતે જે રાજ્યોમાં ઓછો પાક હશે ત્યાં એમને ઓછા ભાવ મળશે.

વાંધો શું છે?
કૃષિ પેદાશોનાં માર્કેટમાંથી ખેડૂતોને એમના પાક માટે વાજબી ભાવો મળતાં હતાં. એનાથી માર્કેટ રેગ્યુલેટ થાય છે. રાજ્યો મંડી (માર્કેટ) શુલ્ક તરીકે આવક મેળવતી હતી. જેને કારણે ખેડૂતોની માટે પાયાની સુવિધાઓ એકત્ર કરવામાં આવે છે. જો મંડીઓ જ દૂર કરી દેવામાં આવે તો ખેડૂતોને MSP એટલે કે લઘુતમ ટેકાના ભાવ નહીં મળે. સરકાર ભલે વન નેશન વન માર્કેટનાં નારા લગાવી રહી હોય, વન નેશન MSP હોવું જોઈએ. જો કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો કર્યો છે કે, આ કાયદા દ્વારા લઘુતમ ટેકાના ભાવને કોઈ અસર થશે નહી તથા માર્કેટની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે.

2. ધ કોમર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 :

હાલની વ્યવસ્થા શું છે?
ભારતમાં ખેડૂતોની કમાણી સંપૂર્ણપણે મોન્સૂન, પ્રોડક્શનની સાથે સંબંધિત અનિશ્ચિતતાઓ તથા માર્કેટની અનુકૂળતા પર આધારિત રહેલો છે. એનાથી ખેતીમાં જોખમ વધુ રહે છે. ખેડૂતોને મહેનત પ્રમાણે વળતર મળી રહેતું નથી. કોન્ટ્રેક્ટ ફાર્મિંગ ભારતમાં નવું નથી. અનાજ માટે અનૌપચારિક કરાર સામાન્ય છે. શેરડી તથા પોલ્ટ્રી સેક્ટરમાં ઔપચારિક કરાર પણ થાય છે.

નવા કાયદાથી શું થશે?
સરકારનો દાવો રહેલો છે કે, ખેતી સાથેની સંકળાયેલ સંપૂર્ણ જોખમ ખેડૂતોને જ નહીં પરંતુ એમની સાથે એગ્રીમેન્ટ કરનાર લોકો બાજુ પણ શિફ્ટ થઈ જશે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળી રહેશે. કિસાન એગ્રી-બિઝનેસ કરનારી કંપનીઓ, પ્રોસેસર્સ, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ તેમજ મોટા રિટેલર્સથી એગ્રીમેન્ટ કરીને નિયત ભાવે પાક વેચી શકાશે. એના લીધે એમના માર્કેટિંગ ખર્ચની બચત થશે. દલાલીનો અંત આવશે. ખેડૂતોને પાકનાં વાજબી ભાવ મળી રહેશે. વિવાદના કિસ્સામાં સમય મર્યાદામાં એના સમાધાન માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવશે. લેખિત કરારમાં પુરવઠો, ગુણવત્તા, ગ્રેડ, ધોરણો તેમજ ભાવ સંબંધિત નિયમો તથા શરતો હશે. જો, પાકનો ભાવ ઓછો હોય તો પણ કરારને આધારે ખેડૂતોને ગેરેન્ટીડ ભાવ મળશે. બોનસ અથવા તો પ્રીમિયમની જોગવાઈ પણ હશે.

વાંધો શું છે?
બિલમાં કિંમતોને શોષણથી બચાવવાનું વચન આપવામાં આવ્યું છે પરંતુ કિંમત નક્કી કરવા માટે કોઈ મિકેનીઝ્મ જણાવવામાં આવ્યું નથી. એવો ભય રહેલો છે કે, એને લીધે પ્રાઈવેટ કોર્પોરેટ હાઉસિસને ખેડૂતોનું શોષણ કરવાનો માર્ગ મળી જશે. બિલના ટીકાકારોને ભય રહેલો છે કે, ખેતીક્ષેત્ર અસંગઠિત છે. આવી પરીસ્થિતિમાં જો કોર્પોરેટર્સ સામે લડવાની તક મળે તો એમની પાસે ઓછાં સંસાધનો હશે.

3.એસેન્શિયલ કોમોડિટી (અમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ :

હાલની વ્યવસ્થા શું છે?
ભારત હાલમાં કેટલીક કૃષિ ચીજવસ્તુમાં સરપ્લસમાં છે. એસેન્શિયલ કોમોટિડી એક્ટની લીધે કોલ્ડસ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ તથા નિકાસમાં ઓછા રોકાણને લીધે ખેડૂતો લાભ મેળવવામાં અસમર્થ રહ્યાં છે. જ્યારે બમ્પર પાક થાય છે ત્યારે ખેડૂતોને ખુબ નુકસાન થાય છે. ખાસ કરીને તો જો પાક ઝડપથી સડી જાય તેવો હોય.

નવા કાયદાથી શું થશે?
આ કાયદો કોલ્ડસ્ટોરેજ તથા ફૂડ સપ્લાય ચેઇનના આધુનિકીકરણમાં સહાય કરશે. તે ખેડૂતો તથા ગ્રાહકોની માટે પણ કિંમતોમાં સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે. જ્યારે શાકભાજીનાં ભાવ બમણો થાય છે અથવા તો ખરાબ થઈ જવાને લીધે પાકના છૂટક ભાવમાં કુલ 50%નો વધારો થાય છે ત્યારે સ્ટોક લિમિટ લાગુ થશે. અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી તથા બટાટાને જરૂરી ચીજવસ્તુઓની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યાં છે. એના લીધે ઉત્પાદન, સ્ટોરેજ, મુવમેન્ટ અને ડિસ્ટ્રિબ્યુશન પર સરકારી નિયંત્રણને દૂર કરવામાં આવશે. યુદ્ધ, કુદરતી આફત, અસાધારણ ભાવ વધારા તેમજ બીજા સંજોગોમાં કેન્દ્ર સરકાર નિયંત્રણ પોતાના હાથમાં લેશે.

વાંધો શું છે?
પંજાબના CM અમરિંદર સિંહે જણાવતાં કહ્યું હતું કે, ખાદ્ય વસ્તુઓ પર રેગ્યુલેશનનો અંત કરવાથી એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ તથા વેપારીઓ પાકની સીઝનમાં જમાખોરી કરશે. એના લીધે ભાવમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યોરિટી સંપૂર્ણપણે વિનાશ પામશે. રાજ્યોને જાણ પણ નહીં થાય કે રાજ્યોમાં કઈ વસ્તુઓનો કેટલો સ્ટોક રહેલો છે. ટીકાકારો જણાવતાં કહે છે કે, એનાથી આવશ્યક ચીજવસ્તુઓનું બ્લેક માર્કેટિંગમાં વધારો થઈ શકે છે.

સરકાર શું કહે છે?
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર જણાવતાં કહે છે કે, આ 3 સૂચિત કાયદા ભારતનાં ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ કરશે. સરકારનું ધ્યાન ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા પર રહેલું છે. આની માટે તમામ ગામમાં ગોડાઉન બનાવવાની યોજના તથા કોલ્ડસ્ટોરેજની જાહેરાત થઈ ચૂકી છે. કિસાન રેલની પણ શરૂઆત કરવામાં આવી છે. જેને લીધે ખેડૂતોને એમની વસ્તુનાં વધારે ભાવ મળી શકે. ભાજપનાં અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવતાં કહ્યું હતું કે, ખેતીની સાથે સંબંધિત બિલ મોદીસરકારની અગમચેતી છે. એના લીધે કૃષિ ઉત્પાદનમાં વધારો જોવાં મળશે.

ત્રણેય બિલો પર સરકારની વિરુદ્ધ કોણ છે અને કોણ સાથે છે?
કોંગ્રેસની આગેવાનીમાં લગભગ 6 વિપક્ષી પાર્ટીએ સંસદમાં આ બિલનો વિરોધ કર્યો છે. NDAનાં ઘટક દળ શિરોમણિ અકાલી દળે પણ બિલની વિરુદ્ધમાં મત આપ્યો હતો. કોંગ્રેસને સમર્થન આપનારમાં તૃણમૂલ કોંગ્રેસ, બસપા, NCP તથા માકપાનો સમાવેશ થાય છે. જો કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તથા NCPની સાથે સરકાર ચલાવી રહેલ શિવસેના આ બિલ પર સરકારની સાથે છે. BJD, TRS તેમજ YSR કોંગ્રેસ પાર્ટીએ પણ એસેન્શિયલ કોમોડિટી ઓર્ડિનન્સ પર સરકારને સાથ આપ્યો છે.

શું કોઈ અન્ય કારણ છે વિરોધનું?
પંજાબ તથા હરિયાણાનાં ખેડૂત તેમજ કિસાન સંગઠનો મુખ્યત્વે આ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. જુલાઈ માસમાં એમણે ઓર્ડિનન્સની વિરુદ્ધ ટ્રેક્ટરોની સાથે પ્રદર્શન કર્યું હતું. 28 ઓગસ્ટનાં રોજ પંજાબ વિધાનસભા કેન્દ્રના ઓર્ડિનન્સની વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસશાસિત રાજ્યો જણાવતાં કહે છે કે, કૃષિ તેમજ એની સાથે સંકળાયેલ બજારો રાજ્યોનું અધિકારક્ષેત્ર છે. કેન્દ્ર એમાં બિનજરૂરી રીતે દખલ કરી રહ્યું છે. જો કે, સરકારનું માનવું છે કે, ખાદ્ય ચીજોનો વ્યવસાય એમની હેઠળ રહેલો છે. એને લીધે તેઓ બંધારણ મુજબ જ કાર્ય કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…