અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે

Share post

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવનાર અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.તેના પહેલા કેજરીવાલ આજે ઉપરાજ્યપાલ અનિલ બેજલ સાથે મુલાકાત કરવા માટે રાજ ભવન પહોંચી ગયા છે. ત્યારબાદ તે નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાથે પોતાના નિવાસસ્થાને મુલાકાત કરશે.

પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે,”ધારાસભ્યોની બેઠકમાં સરકાર બનાવવાને લઇને નિર્ણય કરવામાં આવશે. પાર્ટીના નિર્ણય માટે તમામ ધારાસભ્યો ના વિચારો જરૂરી છે.”આના પહેલા મંગળવારે ઉપરાજ્યપાલ બેજલે ટ્વિટ કરી કેજરીવાલને જીતના અભિનંદન પાઠવ્યા હતા.”

આપની 70 માંથી 62 પર થઇ જીત

આના પહેલા મંગળવારે થયેલ મતગણના આમ આદમી પાર્ટીને 70 માંથી 62 સીટો મળી છે તેમજ ભાજપાને 8 સીટ મળી છે. કેજરીવાલે મંગળવારે પાર્ટીના મુખ્યાલય ઉપરથી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે દિલ્હી વાસીઓને સપોર્ટ કરવા માટે આઇ લવ યુ કહ્યું. ત્યારબાદ હનુમાન મંદિર પણ ગયા અને પૂજાઅર્ચના કરી.

પીએમ મોદીએ કેજરીવાલને પાઠવ્યા અભિનંદન

ચૂંટણીના પરિણામ બાદ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા એઆર સ્વીકાર કરી અને કહ્યું કે અમે સકારાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ કેજરીવાલની જીત ની વધામણી આપી છે અને કહ્યું કે દિલ્હી વાળાની આશાઓને પૂરી કરશે. કોંગ્રેસનું ફરી એક વખત ખાતું ન ખૂલ્યું. સાત વર્ષથી સત્તાથી દૂર પાર્ટી ફરી શૂન્ય પર અટકી ગઈ. રાહુલ ગાંધીએ કેજરીવાલને જીતના અભિનંદન આપ્યા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post