દીકરીનાં લગ્ન માટે રાજ્ય સરકારે બહાર પાડી ખાસ યોજના, ભેટમાં આપશે સોનું -જલ્દી કરી લો આ કામ…

Share post

કેટલાંક માતા-પિતાને એમની દીકરીનાં લગ્ન કરવાં માટે પૈસાની અછત પડતી હોય છે. આવા લોકોની માટે રાજ્ય સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે. સોના તથા ચાંદીના સતત વધત જઈ રહેલ ભાવને લીધે હાલમાં દીકરીઓના લગ્ન કરવા માંગતા પરિવારો ચિંતામાં મૂકાઈ ગયા છે. લગ્નમાં સૌથી વધુ ખર્ચ સોનાના ઘરેણા પર કરવામાં આવતો હોય છે.

આપણા દેશમાં દીકરીને સાસરે વળાવતી વખતે સોનાના ઘરેણા આપવાની પરંપરા ચાલતી આવી છે. આ જ કારણે આસામ સરકાર દ્વારા પોતાના રાજ્યમાં દીકરીઓને લગ્ન પર સોનુ આપવા માટે અરુંધતિ ગોલ્ડ સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર તરફથી સોનું આપવામાં આવે છે. જેમાં સરકાર દીકરીઓને કુલ 10 ગ્રામ સોનું આપે છે. તો આવો જાણીએ આ યોજના કેવી રીતે કામ કરી છે તેમજ તેનો લાભ કેવી રીતે લઈ શકાય છે ?

આ સ્કીમનો લાભ લેવા માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. આની ઉપરાંત લગ્નની નોંધણી ફરજિયાત છે. છોકરીના પરિવારની વાર્ષિક આવક કુલ 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનો લાભ પહેલી વખત લગ્ન કરવા પર જ મળશે. છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.  લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 195 હેઠળ નોંધાયેલ હોવા જોઈએ. જે દિવસે નોંધણી કરવામાં આવે તે જ દિવસે છોકરીએ ગોલ્ડ સ્કીમ માટે અરજી કરવાની રહેશે.

ગરીબ પરિવારોને મળશે રાહત :
આ યોજનાથી ગરીબ પરિવારોને ખૂબ મદદ મળશે. આ યોજનાનો ઉદેશ આર્થિક રીતે નબળા માતાપિતાને રાહત આપવાનો રહેલો છે. સરકાર તરફથી આપવામાં આવતા સોનાથી છોકરીને પણ આર્થિક મદદ મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post