હવે તો જંગલનો રાજા પણ માણસોની કરતૂતોથી સુરક્ષિત નથી, ગુજરાતમાં મોડી રાત્રે એવી ઘટના સર્જાઈ કે…

આપણે જાણીએ છીએ કે, ગુજરાત સહીત સમગ્ર દેશમાં પશુ અને પ્રાણીઓને હેરાન કરવા બદલ કોર્ટે સજાઆપવાનો નિર્ણય કર્યો છે. તેમછતાં હાલ ગુજરાતમાં આવી ઘટના બની છે. તે દરમિયાન એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ સિંહને હેરાન કરતો જોવા મળ્યો છે. ગુજરાતમાં અમરેલી જિલ્લાની ખાંભા તુલશી શ્યામ રેન્જમાં તાજેતરમાં બે સિંહોને હેરાન કરવામાં આવ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. બાઇક પર સવાર યુવકે સિંહોની પાછળ બાઇક ચલાવી તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થતાં યુવક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
વન વિભાગની પોલીસે આજે બંને આરોપીની ધરપકડ કરી હતી, જેની સામે વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગને મળેલી માહિતી અનુસાર રાત્રે સિંહો શિકાર કરવા નીકળી પડે છે. તે દરમિયાન સિંહ-સિંહણ ખાંભા તુલશી શ્યામ રેન્જમાં આવી ગયા હતા. તે જ સમયે, યુનુશા પઠાણ અને એક સગીર બાઇક પર સવાર હતા.
સિંહોને જોઇને યુનુશા તેમની પાછળ બાઇક ચલાવી હતી. બાઇકની લાઇટ અને હોર્નથી સિંહો ગભરાઇ ગયા અને ભાગવા લાગ્યા. આ દરમિયાન બાઇક પાછળ બેઠેલી સગીરે તેનો વિડીઓ ઉતાર્યો હતો. જે ગુજરાતમાં વાયરલ થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
જો કે, સિંહોને ખલેલ પહોંચાડવાનો આ કોઈ નવો કિસ્સો નથી. મોટે ભાગે ડ્રાઇવરો આ રીતે સિંહોને પજવતા જોવા મળે છે. આ અંગે વન વિભાગે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે, સિંહ ગુજરાતનું ગૌરવ છે. તેથી તેમને પરેશાન ન કરો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…