વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડી શરુ કરી ઓર્ગેનિક ખેતી, હાલમાં કેટલાય ખેડૂતોને આપે છે તાલીમ

Share post

વડોદરા શહેરની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 km દૂર દુમાડ ગામ નજીક ઓર્ગેનિક શાકભાજીની ખેતી ચાલુ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા તેમજ ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે. મહિલાનાં આ નવા આઇડિયામાં જોડાયેલા પરિવારો ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરીને પોતે ખેડૂત હોવાનો અહેસાસ કરે છે.

લોકોને શુદ્ધ તેમજ ઓર્ગેનિક શાકભાજીનો ઉદ્દેશ મળે તેવો છે…
વડોદરા શહેરની મહિલા અવની જૈને તેનો આર્કિટેકનો વ્યવસાય છોડીને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી છે. એમની દુમાડ ગામ નજીક 7 વીઘા જમીન આવેલી છે. તેઓએ છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક શાકભાજીની ખેતી ચાલુ કરી છે. અત્યારે તેઓ તેનાં ખેતરમાં ટામેટા, ફ્લાવર, દૂધી, ગલકા, મરચા, બીટ, ગાજર, પાલક સહિત અલગ અલગ પ્રકારનાં શાકભાજી કરે છે. તેમજ આ તાજા તેમજ ઓર્ગેનિક શાકભાજી વડોદરા લાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. તેઓનો ઓર્ગેનિક શાકભાજીનાં વેચાણમાંથી નફો મેળવવાનો આશય નથી, તેઓ બજારમાં વેચાતા બીજી શાકભાજી કિંમતે જ શાકભાજી વેચે છે. તેમનો ઉદ્દેશ્ય લોકોને શુદ્ધ તેમજ ઓર્ગેનિક શાકભાજી મળે એવો છે.

જે લોકો પાસે ખેતર નથી તેઓ પણ રેન્ટ પર પ્લોટ લઇને ખેતી કરી શકે છે
અવની જૈને કહ્યું હતું કે, હું આર્કિટેક છું. પણ, હું ખેડૂતની દીકરી હોવાનાં લીધે ખેતી કરવી મને વધારે પસંદ હતી. તેથી મેં છેલ્લા 10 વર્ષથી ખેતી કરવામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. મારે પરંપરાગત ખેતી કરવી ન હતી. હું કંઇક નવું કરવા ઈચ્છતી હતી. એનાં માટે મેં અનેક પુસ્તકોનો અભ્યાસ પણ કર્યો છે. તેમજ છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી કરવાનું ચાલુ કર્યું છે. જે લોકો ખેતી કરવા ઈચ્છે છે. પણ, તેઓ પાસે ખેતર નથી. એવા લોકોને પણ મારા જ ખેતરમાં 500 સ્ક્વેર ફૂટનો પ્લોટ 4 મહિના માટે રેન્ટ ઉપર આપીને તેઓને શાકભાજીની ખેતી કરાવું છું.

ખેતી કરાવતા પહેલા બધા પ્રકારની તાલીમ આપવામાં આવે છે
અવની જૈને વધુમાં કહ્યું હતું કે, રેન્ટ ઉપર જગ્યા લેનાર પરિવાર તેનાં પ્લોટમાં થનાર શાકભાજીનાં માલિક બને છે. શાકભાજીની ખેતી કરવા માટે ઇચ્છા ધરાવતા લોકોને શાકભાજીની ખેતી કરાવતા પહેલા બધા પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે. તેમજ તેઓને 15 દિવસે ખેતરમાં બોલાવીને શાકભાજીની કઈ રીતે માવજત થાય છે. એની માહિતી આપવામાં આવે છે. તાલીમ લેનાર પરિવારો મારા ખેતરમાં રેન્ટનો કોન્ટ્રાક્ટ પૂરું થયા પછી તેના ઘરે જગ્યા હોય તો તેઓ તેનાં ઘરે પણ શાકભાજી ઉગાડી શકે છે. તેમજ શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી ઉપયોગમાં લઇ શકે છે.

મારા ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કરવામાં આવ્યો છેઃ અવની જૈન
અવની જૈને કહ્યું હતું કે, મારા ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્રમાં શાળા-કોલેજનાં સ્ટુડન્ટ્સ પણ આવે છે. તેઓને પણ ઓર્ગેનિક ખેતી કઈ રીતે થાય છે. એની તાલીમ આપવામાં આવે છે. તાલીમ લેનાર વિદ્યાર્થી ઘરે ગાર્ડન હોય કે તેના ટેરેસ ઉપર ઓછી જગ્યામાં શાકભાજી ઉગાડી શકાય છે. મારા ખેતરમાં રેન્ટ ઉપર ખેતી કરનાર પરિવારજનો શાકભાજીની ખેતી કરવાની સાથે પ્રકૃતિનો પણ આનંદ મેળવે છે. આ સાથે જ તેઓ તેનાં ફાર્મ હાઉસમાં આવ્યા હોય, તેવો અનુભવ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post