નાનકડા એવા મોરબીએ આખા ચીનનો મોટાભાગનો ધંધો ભાંગી નાખ્યો, જાણો વિગતવાર

Share post

વૈશ્વિક બજારમાં ચીનનું માર્કેટ 40% ઘટ્યું, સામે ભારતનો હિસ્સો 20% વધ્યો, દેશના કુલ સિરામિક એક્સપોર્ટમાં મોરબીની 90% હિસ્સેદારી વિશ્વમાં ચીનનું માર્કેટ 40% સુધી ઘટી ગયું તો સામે ભારતનું માર્કેટ 20% સુધી વધી ગયું. આ વર્ષે ભારતમાંથી સિરામિકનું એક્સપોર્ટ એ 35% સુધી વધવાની સંભાવના છે. દેશમાંથી થતા કુલ સિરામિક એક્સપોર્ટમાં મોરબીનો હિસ્સો 90% સુધીનો છે. કોરોના આવ્યા બાદ ચીન પ્રત્યે દુનિયાભરના દેશોનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. આનો સીધો ફાયદો ભારતની અને ખાસ કરીને ગુજરાતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પણ થયો છે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના મત અનુસાર US, અમેરિકા, ગલ્ફ દેશો સહિતના અનેક દેશો જે પહેલા ચીન દ્વારા બનેલા સિરામિક ઉત્પાદનો ખરીદતા હતા તેઓ હવે ભારત તરફ ખરીદી માટે વળ્યા છે. આ સ્થિતિમાં ડોમેસ્ટિક માર્કેટ પણ નબળું પડ્યું હોવા છતાં નિકાસ વેપારના કારણે આ ઉદ્યોગમાં મંદીની અસર દુર થતી દેખાઈ રહી છે.

ભારતમાં 2020-21 દરમિયાન સિરામિક ઉદ્યોગની કમાણી રૂ. 45,000 કરોડ સુધી પહોચી જવાની અપેક્ષા છે. તેમાં મોરબીની હિસ્સેદારી 90%થી પણ વધુ છે. વરમોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે, એન્ટી ચાઈના સેન્ટિમેન્ટથી ભારતને ઘણો ફાયદો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા છ મહિનામાં લગભગ રૂ. 7000 કરોડની નિકાસ થઇ ચુકી છે. ગત વર્ષની તુલનાએ ભારતમાં નિકાસ 20% સુધી વધ્યો છે.

અમે પણ નિકાસ ઉપર ધ્યાન આપી રહ્યા છીએ અને તેના માટે રૂ. 300 કરોડના રોકાણ સાથે મોરબીમાં બે અત્યાધુનિક હાઈટેક પ્લાન્ટ્સ પણ બનાવી રહ્યા છીએ. હાલમાં અમારી કંપનીના ટર્નઓવરમાં 20% એક્સપોર્ટ બિઝનેસ છે, અને જેને અમે વધારીને 30% કરવા માંગીએ છીએ. AGL ગ્લોબલ ટ્રેડ પ્રાઈવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રફુલ ગટ્ટાણીએ જણાવ્યું હતું કે, અગાઉ ગ્લોબલ સિરામિક માર્કેટમાં ચીનનો હિસ્સો 60% જેટલો હતો.

પરંતુ કોરોના આવ્યા બાદ ચીન તરફથી જે વલણ રહ્યું છે તેનાથી ઘણા દેશોએ નારાજગી દ્રશાવી છે અને ચીનથી ખરીદી કરવાના બદલે કોઈ બીજા દેશનો ઓપ્શન વધારે પસંદ કરી રહ્યા છે. આ બધા કારણોને લીધે ચાલુ વર્ષમાં ચીનની હિસ્સેદારી ઘટીને 20-22% સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ એનો ફાયદો ભારતને પણ થયો છે. ચીનમાંથી જે માંગ ઘટી છે, તેમાંથી અંદાજે 15-20% ભારતમાં અને તેમાય ગુજરાતમાં માંગ વધુ આવી છે. વધતા એક્સપોર્ટને ધ્યાનમાં રાખીને અમે વાંકાનેર ખાતે એક્સપોર્ટ હાઉસ પણ શરૂ કર્યું છે.

કંપની હાલ 100થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે અને પોતાનું નિકાસ નેટવર્ક વધે એવું ઈચ્છી રહી છે.મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે. જી. કુંડારિયાએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે શરૂઆતના બે મહિના કોઈ કામ નહોતું રહ્યું પણ જેમ જેમ બધું ખુલવા લાગ્યું તેમ તેમ નિકાસમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. અમને અપેક્ષા છે કે આ વર્ષે રૂ. 13,000-13,500 કરોડની નિકાસની અપેક્ષા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 30-35% વધુ એક્સપોર્ટ થઇ શકે છે.

ચીનથી દુનિયાના ઘણા દેશો નારાજ છે. અમેરિકાએ તો ચીનના ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી પણ દીધી છે અને બીજા દેશો પણ આવું કરવા જઈ રહ્યા છે. આ બધાનો ફાયદો મોરબી અને ભારતની સિરામિક કંપનીને થવા જઈ રહ્યો છે.મોરબી સિરામિક એસોસિએશનમાં વોલ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું છે કે, જે રીતે માગ વધી રહી છે તેને જોતા અહીના ઉદ્યોગકારો નિકાસ કરી રહ્યા છે. હાલમાં મોરબીમાં 900 જેટલા સિરામિક પ્લાન્ટ્સ ચાલે છે અને બીજા નવા 60 પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે.

આ બધા પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે રૂ. 3000 કરોડનું રોકાણ થશે. વૈશ્વિક સ્તરે ખરીદનારાઓ ચીન કરતા ભારતના ઉત્પાદનોની ક્વોલિટી ઉપર વધુ ભરોસો કરી રહ્યા છે અને એટલે જ ઘણા યુરોપિયન દેશોની ખરીદી પણ વધી છે.મોરબીના સિરામિક ઉદ્યોગમાં અંદાજે 4 લાખથી વધુ કામદારો કામ કરે છે અને આમાંથી 80% કામદારો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા જેવા ગુજરાતની બહારના રાજ્યોમાંથી આવે છે. લોકડાઉનમાં આમાંથી અંદાજે 2 લાખ જેટલા મજુરો પોતાના વતન પરત જતા રહ્યા હતા.

આ કારણથી એપ્રિલ અને મે મહિનામાં મોટાભાગની ફેકટરીઓ બંધ રહી હતી. પરંતુ મે ના અંતમાં સરકારે નિયમોમાં છૂટ આપ્યા બાદ સિરામિકની ફેકટરીઓ ફરી શરુ થઇ હતી. મજૂરોની અછતને પહોચી વળવા માટે સિરામિક ઉદ્યોગકારોએ આ મજુરોને વતનથી પરત બોલાવવા માટે બસ, ટ્રક, ટ્રેન અને ફ્લાઈટની વ્યવસ્થા પણ કરી હતી. ઉદ્યોગે એક મહિનાની અંદર 2 લાખ જેટલા મજુરોને વતનથી મોરબી પરત બોલાવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…