fbpx
Tue. Oct 15th, 2019

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદના વધુ એક ઈનીંગની આગાહી

ગુજરાતમાં આગામી સપ્તાહના અંત સુધીમાં ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે. જોકે, આ અગાઉ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘હાલમાં પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.  હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે નવસારી-વલસાડ-દમણમાં, શુક્રવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ, શનિવારે વલસાડ-દમણ-સુરત-ડાંગ-તાપી-ભાવનગર-અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ-નવસારી-ભાવનગર-અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેની સંભાવના છે.’

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં વધારો થતાં સરેરાશ મહતમ તાપમાન ૩૩ ડિગ્રી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮ઃ૩૦ના ૮૭%-સાંજે ૫ઃ૩૦ના ૬૮% રહ્યું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીને પાર જઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…