રાજકોટની પ્રથમ પાયલોટ દીકરીએ હાંસલ કરી વધુ એક અનોખી સિદ્ધિ- સવાસો કરોડ ભારતીયો માટે કર્યું અનોખું કામ

Share post

હાલમાં દીકરી સમાજ માટે પ્રેરણારૂપ બને એવી જાણકારી સામે આવી રહી છે. રાજકોટને વર્ષો અગાઉ સૌપ્રથમ મહિલા પાયલોટનું ગૌરવ અપાવનાર નિધિ અઢિયાએ ફરી એકવાર રાજકોટ તથા સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે પુનાથી દેશના વિવિધ 9 સ્થળોએ માલવાહક વિમાની જહાજો દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.

આ દરમિયાન રાજકોટની મહિલા પાયલોટ કેપ્ટન નિધિ બીપીન ભાઈ અઢિયાએ પુનાથી દિલ્હી માટે સૌપ્રથમ વેક્સિનનો જથ્થો વિમાન દ્વારા સફળતાપૂર્વક પહોંચડવામાં આવ્યો છે. આમ, રાજકોટની દીકરીને વેક્સિન પુનાથી દિલ્હી સલામત રીતે પહોંચાડવાનું સન્માન પ્રાપ્ત થયું છે. તો કોણ છે આ નિધિ અઢિયા ? તેના વિશે જાણકારી મેળવીએ.

વર્ષો અગાઉ પાયલોટની તાલીમ દરમિયાન ગુજ્જુ છોકરી શું કરી શકે ? તેનું મહેણું ભાંગનાર નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયા કે, જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. આની સાથે જ તેમના ધર્મપત્ની માલતીબેન અઢિયા કે જેઓ કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. તેઓની લાડકી દીકરી છે.

તેમના કુલ 2 સંતાનોમાં બહેન નિધિ તથા ભાઈ મિથિલેશ છે. અઢીયા દંપતીના બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતાં જ હવે કારકિર્દીમાં પણ ઠરી ઠામ થઈને બતાવ્યું છે. “પુત્રના લક્ષણ પારણામાંથી” ઉક્તિને સાર્થક કરતી નિધિ બાળપણથી જ ચપળ તથા તેજસ્વી હતી. HSC સુધી શાળામાં અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે. આજથી એક દાયકા કરતાં વધુ સમય પહેલાં જ્યારે મહિલા પાયલોટ બનવાનો વિચાર પણ દીકરીઓ ન કરતી એ વખતે મમ્મી માલતીબેનની પ્રેરણા તથા પોતાની મહેનતથી રાજકોટની સૌપ્રથમ મહિલા પાયલોટ બની હતી.

અભ્યાસમાં હંમેશા ડિસ્ટિંકશન માર્ક્સ મેળવતી આવી છે ધોરણ 12 બાદ તેણે બરોડાની યુનિવર્સિટીમાં BSC મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આની સાથે જ બરોડા ફ્લાઈંગ કલબમાં માત્ર 50 કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. આ અભ્યાસ દરમિયાન અમદાવાદમાં પાયલોટની તાલીમની શરૂઆત થતી હોવાંથી વર્ષ 2003-’04 માં પોતાના સૌપ્રથમ શોખને પુર્ણ કરવા માટે BSCનો અભ્યાસ અધૂરો છોડી હત

અમદાવાદના જાણીતાં એવિએશન એન્ડ એરોનેટ્સ લિ. ફ્લાઈંગ ક્લબમાં પાયલોટ તરીકેની તાલીમની શરૂઆત કરનાર નિધિએ કુલ 200 કલાક તથા 4 મિનિટની તાલીમ પૂર્ણ કરી હતી. આની ઉપરાંત પિતાની સાથે ઓક્ટોબર વર્ષ 2007માં અમદાવાદ-રાજકોટ, રાજકોટ-બરોડા, બરોડા-અમદાવાદ, અમદાવાદ-મહેસાણા અને મહેસાણા અમદાવાદની કુલ 300 નોટિકલ ચેકનું સૌથી લાંબુ 3,000 ફૂટ ઊંચું ઉડ્ડયન કર્યું હતું.

જો કે, આ અંતર કાપતા પહેલા તેણે મમ્મીની આંખે અનેક કલ્પનાઓની મઝલ કાપી હતી. નિધિએ પાયલોટ બનવા માટે ખૂબ મહેનત કરી હતી. આની માટે તેના પિતાએ તેને પૂરતો ટેકો આપ્યો હતો. નિધિને અભ્યાસની સિવાય ઈતર પ્રવૃત્તિમાં પણ ખૂબ જ રસ રહેલો છે કથકમાં વિષારદની તાલીમ મેળવી છે તો દાંડિયારાસમાં પ્રિન્સેસ રહી ચૂકી છે.

એન્કરિંગની આવડત તેના લોહીમાં જ છે, પાયલોટનો અભ્યાસ પૂરો કર્યા પછી રસોઈ બનાવતા પણ શીખી ગઈ હતી. જો કે, આની પહેલા તેના માતાએ ક્યારેય પણ રસોઇ કરવા દીધી ન હતી. બાળપણમાં તેના પર શિક્ષકોનો ખૂબ જ પ્રભાવ રહ્યો હોવાંથી તેને શિક્ષક બનવાની ઈચ્છા હતી પણ સાહસિકતાનો સ્વભાવ હોય મોટી થયા પછી તેણે પાયલોટ બનવાનો નિર્ણય કર્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…