ઊંઘ નથી આવતી? આ છે આયુર્વેદિક ઉપચાર, થશે તકલીફ દૂર

Share post

અનિદ્રા એ આજના યુગમાં વ્યાપક વ્યાધિ છે .અસંખ્ય લોકો આજે અનિદ્રાની સમસ્યા સાથે જીવે છે. ચિંતા, ટેન્શન ,એકધારું કામ, વારંવાર ગુસ્સે થવાનું એવી સ્થિતિ , વધુ ને વધુ દોડ અને સંઘર્ષ પરિસ્થિતિ મગજના જ્ઞાનતંતુઓ અને ઉશ્કેરાયેલા જ રાખે છે .શરીર અને મન પર તાણ રાત પડવા છતાં આપમેળે ઘટતું નથી. પરિણામે કુત્રિમ રીતે જ તાણ ઓછું કરવાના ઉપાય રૂપે જાતજાતના પ્રશામક ઔષધો લેતાની સાથે જ ઘેનમાં ધકેલી દે એવા નશાકારક પદાર્થોના અને નુકસાનકારક ઉપાયો ની જાળમાં ફસાવી પડે છે .ઉધની ટીકડી લેવા છતાં સવારે ઉઠ્યા પછી સ્ફૂર્તિ કે ઉલ્લાસ લાગે જેવું લાગતું નથી. આખો દિવસ સુસ્તી, થાક અને કંટાળાનો અનુભવ થાય છે .આ રીતે અનિદ્રાના સકંજામાં ફસાયેલી વ્યક્તિ ધીમે ધીમે સુસ્ત, અશાંત અને ઉદાસ થવા લાગે છે .અને પાચનતંત્ર બગડે છે.

અનિંદ્રા ના ઉપચાર:

અનિંદ્રાથી પીડાતી વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી બજારમાં મળતી નિંદ્રાપદ દવાઓ ન લેવી .ઊંઘ માટે બજારુ દવા લેવાથી અનિદ્રાનું કારણ દુર થયા વિના જ ઊંઘ આવી જાય છે .અને આથી દવાનું વ્યસન વધતું જાય છે .પરિણામે દવા ન જ્ઞાનતંતુ નબળા થઈ જવાથી શરીરમાં સુસ્તી અને મનમાં આખો દિવસની નિરુત્સાહ નોઅનુભવ થાય છે .અશ્વગંધાએ આયુર્વેદનું ઉત્તમ નિદ્રાપ્રદક ઔષધ છે .અનિદ્રામાં વાયુની વૃદ્ધી મુખ્ય હોય છે. અને અશ્વગંધા એ પરમ વાત શામક છે .તે બળવર્ધક પૌષ્ટિક રસાયણ અને પીડા શામક પણ છે.

એક કપ ભેંસના દૂધમાં એક કપ પાણી ઉમેરી તેમાં પાંચ થી ૧૦ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને જરૂરી સાકર યા ખાંડ નાખી ધીમા તાપે ઉકાળવા દેવું. પાણી બળી જાય એટલે ઉતારીને નવશેકું હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલા એકાદ કલાક અગાઉ પી જવું .હાઇ બી.પી. ન રહેતું હોય તેવા લોકો અશ્વગંધા સાથે પીપરીમૂળ પણ ઉમેરી શકે .ગઠોડા પાચન સુધારી વાયુનો નાશ કરે છે .ગોળમાં ગંઠોડાનું ચૂર્ણ તથા થોડું ઘી નાખી ગોળી વાળીને રોજ રાત્રે ખાવાથી સરસ મજાની ઊંઘ આવે છે.

રાત્રે સુતા પહેલા ગંઠોડાની રાબ બનાવીને પીવાથી પણ લાભ થાય છે .લસણ તથા તલનું તેલ નાંખેલી અડદની દાળ રાત્રે જમતી વખતે અવાર-નવાર લેવામાં આવે તો અનિદ્રાની તકલીફ થતી નથી .ઉનાળામાં અને શરદ ઋતુમાં માથા પર અને પીઠ પર પાણી પડે એ રીતે ફુવારામાં સ્નાન કરવું .રાત્રે અગાસીમાં કે કમ્પાઉન્ડમાં ઠંડો પવન આવતો હોય રીતે સૂવું. હાઇબ્લડપ્રેશરને કારણે ઊંઘ ના આવતી હોય તો બાહી ,શંખપુષ્પી, અશ્વગંધા ,જટામાંસી ,ખુરાસાની અજમો અને સર્પગંધા નું મિશ્રણ રોજ રાત્રે એક ચમચી જેટલું ફાકી જવું .ઉપર દુધ યા પાણી પીવું .પિત અને ગરમીના કારણે ઊંઘ ના આવતી હોય તો પગના તળિયે ધી ઘસવું.સાકર નાખેલા એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ પી જવું.

રોજિંદા ખોરાકમાં ઘી ,દૂધ ,માખણ ,દહીં ,ગોળ, કેળા અડદની દાળ ,ડુંગળી વગેરેનો પોતાની પ્રાકૃતિક અને અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરો અનિંદ્રાનું ઉત્તમ અને અસરકારક ઉપાય છે શવાસન .આ સિવાય પ્રાર્થના,ધૂન, પ્રિય સંગીત અને શાંત ખુલ્લું પવિત્ર વાતાવરણમાં પણ ઊંડી મીઠી ઊંઘ લાવવામાં મદદ કરે છે .એક વિશેષ પ્રયોગ પણ ધ્યાન રાખવા જેવો છે. એરંડ તેલ ની જ્યોત દ્વારા બનાવેલું કાજળ આંખમાં આંજવાથી અનિંદ્રા દૂર થાય છે અથવા તો એકલા એરડતેલુનું રોજ રાત્રી અખમાં અજન કરવાથી સરસ મજાની ઊંઘ આવે છે.

અનિદ્રાના ઉપચાર અંગે જેમ વ્યક્તિગત સ્તરની પ્રયાસ થવો જરૂરી છે તેમ સામાજિક સ્તર થી પણ અનિદ્રાનાં કારણો સામે લાલબત્તી ધરી એને રોકથાય તે માટે પ્રયત્ન થવો ઘટે .રાત્રે મોડે સુધી ચાલતા માઇક કશું રોકટોક વિના ઊંચા અવાજે વાગ્યા કરતા ગીત, ઘોંઘાટ, પ્રકાશનો અતિરેક આ બધું પણ અનિંદ્રાનો એક ભાગ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…