ભેંસની આ જાત એટલું દૂધ આપે છે કે, પશુપાલકોની આવકમાં થઈ જશે બમણો વધારો- 12 થી 13 મહિનામાં આપે છે પાડીને જન્મ

Share post

ભેંસની ઘણી જાતો છે. જેમાં એક પંઢરપુરી ભેંસનો સમાવેશ થાય છે. આ જાત દેશનાં મોટાભાગનાં ભાગોમાં જોવાં મળે છે. પંઢરપુરની જાત પશ્ચિમ સોલાપુર, પૂર્વ સોલાપુર, બર્શી, અક્કલકોટ, સાંગોલા, મંગલવેદ, મિરાજ, કારવી, શિરોલ, રત્નાગીરી સહિત ઘણા સ્થળોએ જોવાં મળે છે.

ભેંસની આ જાતને ‘ધારવાડી’ પણ કહેવામાં આવે છે, જેનું પાલન સૂકા વિસ્તારોમાં કરવું યોગ્ય છે. ભેંસની પંઢરપુર જાત ખૂબ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે, કે આ ભેંસનું નામ પંઢરપુર નામનાં ગામ પરથી રાખવામાં આવ્યું છે. જે મહારાષ્ટ્રમાં આવેલ સોલાપુર જિલ્લામાં આવેલુ છે.

પંઢરપુરી ભેંસની વિશેષતા :
આ ભેંસનાં શિંગડા લગભગ 45-50 સેમી છે, જેને ઘણી વખત વાળવું પડે છે.

ભેંસનાં શિંગડા ખૂબ જ આકર્ષિત હોય છે. ભેસનું વજન લગભગ 450-470 કિગ્રા હોય છે. આ જાત તેની સંરચનાને કારણે ખૂબ પ્રખ્યાત છે. તે મોટેભાગે હળવા અને ઘાટા કાળા રંગની હોય છે. કેટલીક પંઢરપુરી ભેંસનાં માથા અને પગ ઉપર સફેદ નિશાન પણ હોય છે. આ ભેંસનું માથું લાંબુ અને પાતળું છે. તેનાં નાકનું હાડકું પણ મોટું હોય છે. આ ભેંસ ખૂબ જ સખત અને મજબૂત હોય છે.

આ ભેંસની જાત સરેરાશ કુલ 6-7 લિટર દૂધ આપે છે, પરંતુ જો આ ભેંસની સારી સંભાળ લેવામાં આવે તેમજ ખાતર યોગ્ય માત્રામાં આપવામાં આવે તો તેઓ કુલ 15 થી 25 લિટર સુધી દૂધ પણ આપી શકે છે. આ ભેંસનું વજન આશરે કુલ 450- 470 કિલો હોય છે. તેઓ ડેરી વ્યવસાયને માટે ખૂબ જ ઉપયોગી છે.

પંઢરપુરી ભેંસની પ્રજનન ક્ષમતા ખૂબ સારી હોય છે. કારણ કે તે દર 12 થી 13 મહિનામાં એક વાછરડાને જન્મ આપે છે. ખાસ વાત તો એ છે કે આ પછી, તેઓ લગભગ કુલ 305 દિવસ સુધી દૂધ આપવાની ક્ષમતા પણ ધરાવે છે.

બીજી વાત તો એ છે, કે આ ભેંસનાં દૂધમાં લગભગ કુલ 8%  ચરબી રહેલી હોય છે, તેથી તેનું પાચન કરવું તે ખૂબ સારું માનવામાં આવે છે. આની સાથે જ પશુપાલકો પણ સારો એવો નફો મેળવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post