‘નારી શક્તિ’નું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ખેડા જીલ્લાનાં મંજુલાબેન -પશુપાલનથી કરી રહ્યાં છે મહીને લાખોની કમાણી…

Share post

હાલમાં મહિલાઓ પુરુષો કરતાં પણ આગળ નીકળી ગઈ છે. ઘણીવાર તમે એવું સાંભળ્યું જ હશે કે, પુરુષો કરતાં પણ મહિલાઓ વધારે કમાણી કરી રહી હોય. ખાસ કરીને તો મહિલાઓ પશુપાલનનનાં વ્યવસાયમાંથી લાખોની કમાણી કરી રહી હોય એવાં સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ખેડા જિલ્લામાં આવેલ કપડવંજમાં નારી શક્તિનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. કુલ 10 વર્ષ અગાઉ કુલ 2 ગાયોથી પશુપાલનનાં વ્યવસાયની શરૂઆત કરનાર મહિલા આજે કુલ 10  વર્ષ પછી કુલ 32 ગાયો-ભેસનો તબેલો ચલાવી રહી છે. આટલુ જ નહી પરંતુ પશુ પાલનના આ વ્યવસાય દ્વારા મહિને કુલ 2 લાખનું દુધ મંડળીમાં ભરી રહ્યા છે.

તબેલામાં ભેસોને ઘાસચારો ખવડાવી રહેલ મંજુલાબેનને જોઇને પ્રાથિમક દ્રષ્ટીએ કોઇ અભણ તેમજ ગ્રામ્ય મહિલાની છબી મનમાં આવે એ સ્વાભાવીક છે પણ અમે આપને જણાવી દઇએ કે, જ્યારે વાત આવે રોજગારી તેમજ કમાણીની ત્યારે મંજુલા બહેને શહેરની શિક્ષીત યુવતીને તથા બીઝનેસ મહિલાને પણ પાછળ પાડી દીધી છે. કપડવંજ તાલુકામાં આવેલ આંબલીયારા ગામમાં રહેતાં મંજુલાબેન કુલ 32 ગાય-ભેસોનો તબેલો ચલાવી રહ્યાં છે.

કુલ 32 ગાય-ભેસના તબેલામાં તેઓ રોજનું કુલ 200 લીટર એટલે કે 6,000 રૂપિયાનું દુધ ઉત્પાદન કરી રહ્યાં છે. જે દુધ તેઓ સ્થાનિક મંડળીમાં ભરીને મહિને કુલ 2 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. મંજુલાબેનની સાથે વાત કરતાં તેઓએ જણાવતાં કહ્યું હતું કે, જો આપ પણ મહેનત કરશો તો ચોક્કસ આગળ વધી શકો છો. મારી પાસે કુલ 10 વર્ષ અગાઉ માત્ર 2 જ ગાયો હતી ત્યારબાદ લોન લઇને હાલમાં કુલ 32 ગાયો-ભેસો રહેલી છે.

મંજુલાબેને કુલ 10 વર્ષ અગાઉ ખાનગી બેંકમાંથી લોન લીધેલી હતી. જે લોન તેઓએ સમયસર ચૂકવી દેતાં તેઓ બેંકના નિયમીત ગ્રાહક બની ગયા છે. હાલમાં તેઓએ કુલ 75,000 ની લોન બેંકમાં ચાલુ રહેલી છે. એમની આ પ્રગતીથી બેંકના અધિકારીઓ પણ ખુબ જ ખુશ છે.  બેંક અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, મંજુલાબેન ખરા અર્થમાં અમારા આદર્શ ગ્રાહક છે.

તેઓએ કુલ 10 વર્ષ અગાઉ અમારા ત્યાથી લોન લીધી હતી ત્યારબાદથી તેઓ અમારા નિયમિત ગ્રાહક બની ગયાં છે. હાલમાં તેઓની કુલ 75,000ની લોન અમારે ત્યા ચાલુ રહેલી છે. તેઓ કુલ 32 પશુઓને રાખીને સારી એવી કમાણી કરી રહ્યા છે. ખરેખર મંજુલાબેન નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…