મકાઈના દાણા કાઢવા ખેડૂતે લગાવ્યો દેશી જુગાડ, લાખો લોકોએ જોયેલો આ વિડીયો તમે જોયો કે નહિ

Share post

હાલમાં દેશના તમામ ખેડૂતો ખેતીમાં કઈક નવું જ કરી બતાવવા માટે તત્પર રહેતાં હય છે. ઘણીવાર એવી જાણકારી પણ સામે આવતી હોય છે કે, જેમાં ખેડૂતે ખેતીમાં કઈક નવું કરી બતાવ્યુ હોય. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.દેશનાં પ્રમુખ ઉદ્યોગપતિ તથા મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર ખુબ જ સક્રિય રહેતાં હોય છે. તેઓ થોડા-થોડા દિવસે પોતાની પોસ્ટમાં લોકોનાં દેશી જુગાડની પ્રશંસા કરતા રહેતાં હોય છે.

આ વખતે એમણે ટ્વીટર પર એક વિડીયો શેયર કર્યો છે, જેમાં એક ખેડૂત બજાજની બાઈકનાં પૈડાંની મદદ લઈને મકાઈનાં દાણા કાઢી રહ્યો છે. આ વિડીયોને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ આ દેશી જુગાડની ઘણી પ્રશંસા પણ કરી છે.આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર એક વિડીયો શેયર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કેટલાંક લોકોએ બજાજની બાઈકને મેન સ્ટેન્ડ પર ઉભી રાખીને એને ચાલુ કરી છે. આ બાઈકની પાછળના પૈડાંની મદદ લઈને મકાઈના દાણા કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ બાઈકની પાછળનું પૈડું કોઈ પિલર મશીનની જેમ જ કાર્ય કરી રહ્યું છે તેમજ ખુબ જ સરળતાથી મકાઈના દાણા પણ કાઢી રહ્યું છે.આ રોચક વિડીયોને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં લખતાં જણાવ્યું છે કે, મને સતત આવાં પ્રકારની ક્લિપ મળતી રહેતી હોય છે કે, કઈ રીતે આપણો ખેડૂત સમુદાય બાઈક તેમજ ટ્રેકટરને મલ્ટી ટાસ્કીંગને મશીનોમાં ફેરવતો રહે છે. અહીં પણ એક પ્રકારનો એપ્લિકેશન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને વિષે હું સપનામાં પણ વિચારી નથી શકતો. એમણે મજાકિયા અંદાજમાં લખતાં જણાવ્યું છે કે, કદાચ કોન્ટિનેંટલ ટાયરે પોતાનું નામ બદલીને કોર્નીટેંટલ કરી દેવું જોઈએ.

આનંદ મહિન્દ્રા દ્વારા આ પોસ્ટ શેર કરતાં વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ ગયો હતો તેમજ લાખોની સંખ્યામાં લોકોએ એને પસંદ કર્યો હતો. આવું પ્રથમ વાર નથી બન્યું કે, આનંદ મહિન્દ્રાએ કોઈ દેશી જુગાડનો વિડીયો પોસ્ટ કર્યો છે. આની અગાઉ પણ તેઓ આ પ્રકારની પોસ્ટ કરી ચુક્યા છે. જેમાં એમની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post