લકવાગ્રસ્ત પિતાની સેવા કરવાં પારુલબેન પટેલે છોડી દીધી શિક્ષિકાની નોકરી, હાલમાં 123 ગૌમાતાના ઉછેરની સાથે રોજ કરે છે 300 લીટર દૂધ ઉત્પાદન

Share post

હાલમાં ખેડૂતો બમણી કમાણી કરી જ રહ્યાં છે. આની સાથે જ પશુપાલકો પણ બમણી કમાણી કરી રહ્યાં છે ત્યારે હાલમાં ગુજરાતમાં આવેલ આણંદ જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદ જિલ્લામાં સ્ત્રી સશક્તિકરણ માટે શ્રેષ્ઠ ઉદાહરણઈ સાથે જ પિતા પ્રત્યે દીકરીનું ઉત્તમ કર્તવ્ય એક દીકરીએ પૂરું પાડ્યું છે. આણંદ શહેરમાં રહેતા પારુલ પટેલની વાત એવી છે કે, તેઓ ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યાં હતાં.

એ સમયે એમનાં સગામાં થતાં ફૂઆ હર્ષદ પટેલે એમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યા હતા. હર્ષદભાઈએ કુલ 8 વર્ષ પહેલાં શરીર પર લકવો થયો હતો ત્યારે આ દત્તક પુત્રી પારુલ પટેલે પોતાના દત્તક લેનાર પિતા હર્ષદ પટેલની સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી હતી. પિતા હર્ષદભાઈની સેવા કરીને હાલમાં એમને દત્તક લેનાર પિતાનું સ્વાસ્થ્ય ખુબ સારું છે. હલન ચલન પણ કરી શકે છે.

એમની પોતાની શારીરિક ક્રિયા કરી શકે છે. નોકરીનો ત્યાગ કર્યાં બાદ પોતાના પાલક તેમજ દત્તક લેનાર પિતાની પ્રેરણાથી પારુલ પટેલે ગાયનાં તબેલાંની શરૂઆત કરી હતી.  પશુપાલનની શરૂઆત પારુલ પટેલે માત્ર 1 ગાયથી કરી હતી. પશુપાલન વિભાગનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું. હાલમાં પારુલ પટેલનક પાસે ગાય તેમજ ગાયની વાછરડી સહિત કુલ 123 જેટલી ગાયો છે. દરરોજ સવારમાં કુલ 300 લીટર દૂધ પારુલ પટેલ અમુલ ડેરીમાં મોકલે છે.

પારુલ પટેલ મહીને કુલ 9,000  તેમજ વાર્ષિક કુલ 1 લાખ લીટર દૂધનું અમુલ ડેરીમાં વેચાણ કરે છે. અમુલ ડેરીની પશુપાલકોને આપવામાં આવતા બોનસની આવક સાથે કુલ 10 લાખ રૂપિયાની આવક મેળવે છે. સ્ત્રી સશક્તિકરણનાં ઉત્તમ ઉદાહરણની સાથે જ પોતાને દત્તક લેનાર લકવા ગ્રસ્ત પિતાની સેવા કરવા શિક્ષિકાની નોકરી છોડીને પિતાની સેવા કરી પિતાને હરતા-ફરતા કરી દીધા.

પુત્રી વાત્સલ્યનું શ્રેઠ ઉદાહરણ છે. પારુલ પટેલ એ દીકરી માટે કહેવાતી દીકરી વહાલનો દરિયો માતા-પિતાની સાચી મૂડી ‘દીકરી ઘરની લક્ષ્મી’એ પોતાના દત્તક પિતા માટે સાર્થક કરી બતાવી છે. આની સાથે જ  સફળ પશુપાલક તરીકે સફળતા મેળવીને સ્ત્રી સશક્તિ કરણનું મજબૂત ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…