શરીરમાં રહેલું લોહી સાફ કરવાનો સરળ ઘરેલું ઉપાય, ઘરેબેઠા દુર થશે શરીરની ગંદકી

Share post

રક્ત શરીરનું મહત્વનો ભાગ માનવામાં આવે છે. જો શરીરનું લોહી સ્વસ્થ હશે, તો કોઈ બીમારી પ્રવેશ કરી શકશે નહિ. લોહી શરીરના અસંખ્ય કોષોને પોષણ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જયારે લોહીના પ્રવાહમાં કોઈ તકલીફ ઉભી થાય છે ત્યારે શરીર બીમાર પડે છે, અને માંદગીનો અનુભવ થાય છે. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે. શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી ન શકે ત્યારે શરીરની અંદર રહેલાં લોહીમાં ભળી જાય છે. અને આ કારણે લોહી અશુદ્ધ હોવાને કારણે અનેક રોગ ઉત્પન્ન થવાના ચાન્સ રહે છે. આ કારણોસર આપણા શરીરના લોહીને સ્વસ્થ કેવી રીતે રાખવું એ આપણા હાથમાં છે. તો ઘરેબેઠા જ શરીનું લોહી સ્વસ્થ રાખી શકીએ તેવા ઘરેલું ઈલાજોની અહિયાં વાત થવાની છે.

દરેક લોકોના ઘરમાં સામાન્ય રીતે મળી રહે છે ટામેટા. વડીલો એટલા માટે જ કહે છે કે, જો લોહી સ્વસ્થ રાખવું હોય તો ટામેટા ખાવ. ખરેખર આ વાત સો ટકા સાચી છે. ટમેટાનો રસ સવારે અને સાંજે એક એક ગ્લાસ પીવાથી લોહી શુદ્ધિકરણમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. આ સિવાય ચામડી માટે પણ ટમેટાનો રસ સારો છે.

ઘણા લોકો ડુંગળીના શોખીન હોય છે. ડુંગળીના સેવનથી પણ લોહીના કણોમાં વધારો થાય છે. અને જુનું ગંદુ લોહી ચોખ્ખું થાય છે. ડુંગળી પણ લોહીના શુદ્ધિકરણ માટે મહત્વનું કાર્ય કરી શકે છે. ડુંગળીના રસ અને લીંબુનો રસ અથવા તેમાં મધ ભેળવીને દસ દિવસ રોજ પીવાથી અશુદ્ધિ દૂર થાય છે તેમજ લોહીને શુદ્ધ કરે છે. અને લોહીની માત્રામાં પણ વધારો કરે છે.

તમારા રસોડામાં ઘણા મરીમસાલા હશે, અને આર્યુવેદિક પ્રમાણે દરેક મરીમસાલાથી શરીરને કઈકને કઈક ફાયદાઓ થતા જ હોય છે.  હળદરના ફાયદા પણ તમને બધાને ખબર હશે. હળદર અને દુધને મિક્સ કરીને પીવાનું દરેક ડોકટરો કહી રહ્યા છે, આની પાછળનું શું કારણ હશે , એ જ કે હળદરથી પણ શરીરમાં રહેલું લોહી શુદ્ધ થાય છે. અડધી ચમચી હળદર અને એક ચમચી આમળા પીસીને ગરમ પાણી સાથે લઈ લો, તેનાથી રક્ત શુદ્ધ થાય છે.

મોટાભાગના લોકોને કરેલા સાથે દુશ્મની છે. કઈપણ શાક બનાવો પણ કોઈ દિવસ કારેલાનું નહિ બનાવતા…મોટા ભાગના ;લોકો ઘરે આવું વાક્ય બોલતા હશે, પણ શું તમે જાણો છો કે, કારેલા જેટલા કડવા છે તેટલા જ ગુણકારી પણ છે, એક કપ પાણીમાં 50 થી 60 ગ્રામ કારેલાનો રસ ભેળવીને થોડા દિવસ સુધી સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે. કરેલા શરીરની વિવિધ અશુદ્ધિઓ દુર કરે છે.

કવારપાઠું પણ શરીરમાં રહેલા લોહીની શુદ્ધિકરણ માટે મહત્વનો ભાગ ભજવે છે. એલોવેરા(લાબરું)નો તાજો રસ તેમાં મધ ભેળવીને થોડો લીંબુનો રસ ભેળવીને સવારે અને સાંજે બે વખત પીવું જોઈએ. આની માત્રા 50 ગ્રામ એલોવેરા નો રસ, ૨૫ ગ્રામ મધ અને એક લીંબુનો રસ સવાર-સાંજ માટે સક્ષમ છે. જેના કારણે શરીરના અશુદ્ધ લોહીના કણો દુર થાય છે. અને સ્વચ્છ લોહી બને છે.

આમળા થી લોહીનું શુદ્ધિકરણ કરી શકાય છે. લોહીમાં રહેલી ગરમીને આમળા દૂર કરે છે, લોહીમાં રહેલી ગંદકીને પણ શુદ્ધ કરીને આપણું લોહી ચોખ્ખું બનાવે છે. આ સિવાય પણ આમળા ઘણા ફાયદાકારક છે. નવું લોહી પણ બનાવે છે. કાચા દૂધ ની લચ્છી પીવાથી લોહી શુદ્ધ થાય છે. કદાચ આ તમે સાંભળ્યું હશે, અને આમાં જો કોઈક વાર દૂધમાં મધ નાખીને પીવાય તો પણ ફાયદો રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…