સૌરાષ્ટ્રના ખેડૂતોમાં આનંદનો માહોલ: ઠેર-ઠેર ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી સહિત ચોમાસુ પાકને થશે બમણો ફાયદો

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં ચોમાસાની પણ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર સૌરાષ્ટ્રની નદીઓ તેમજ જળાશયોમાં પણ નવાં નીરની આવક ખુબ જ ઝડપથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઘણી જગ્યાએ તો ગળાડૂબ પાણી પણ ભરાઈ ચુક્યા છે.રાજકોટ, અમરેલી તથા જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામતાં જ વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 2 વાગ્યાથી જ અતિભારે વરસાદની શરૂઆત થઈ હતી. રાજકોટમાં કુલ 4 ઈંચ, ગોંડલમાં કુલ 4 ઈંચ, વીરપુરમાં કુલ 3 ઈંચ, ઉપલેટામાં કુલ 3 ઈંચ, જસદણમાં કુલ 2 ઈંચ, લોધીકામાં કુલ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લીધે સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે. જ્યારે શહેરોમાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હિલ સ્ટેશન જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડતાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. બીજી બાજુ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિત ઘણાં ગામોમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પણ વરસી રહ્યો છે.

ગોંડલ પંથકમાં પણ અતિભારે કુલ 4 ઈંચ વરસાદ પડતાં જ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. વીરપુરમાં પણ કુલ 3 ઈંચ વરસાદ પડતાં જ સિમ વિસ્તારમાં પણ નદી-નાળા છલકાઈ ગયાં છે. આની સાથે જ લોધિકામાં પણ કુલ 2 ઈંચ જેટલો વરસાદ પડતાં જ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતાં.

ભાવનગર પંથકમાં આજ 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદના આંકડા

ભાવનગરમાં કુલ 12 મિમિ, તળાજામાં કુલ 3 મિમિ, ઘોઘામાં કુલ 5 મિમિ, સિહોરમાં કુલ 2 મિમિ, પાલિતાણામાં કુલ 2 મિમિ, ગારીયાધારમાં કુલ  5 મિમિ, વલ્લભીપુરમાં કુલ 17 મિમિ, ઉમરાળામાં કુલ 15 મિમિ

જુનાગઢ પંથકમાં પણ આજ મોડી રાતથી અતિભારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયાં હતાં. જેનાંથી વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જ લોકોને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.

બોટાદ જિલ્લામાં આજ સવાર 10 વાગ્યાં સુધી નોંધાયેલ વરસાદના આંકડા

ગઢડામાં કુલ 45 મિમિ, બોટાદમાં કુલ 33 મિમિ, બરવાળામાં કુલ 21 મિમિ, રાણપુરમાં કુલ 1 મિમિ

જન્માષ્ટમીની રાત્રે જ ગિરનાર જંગલમાં અતિભારે વરસાદને કારણે સોનરખ નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. જેને કારણે તળેટીમાં આવેલ દામોદર કુંડમાં પણ પાણીનું પ્રમાણ અચાનક જ વધી ગયું હતું.

મોરબી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદનો માહોલ જામ્યો છે. શહેરમાં આવેલ શનાળા રોડ, નેહરૂગેટ, દરબારગઢ, રવાપર, મહેન્દ્રનગર, શનાળા, જૂના બસ સ્ટેન્ડ સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડતાંની સાથે જ રસ્તાઓ પરથી પણ પાણી વહેવા લાગ્યા હતાં.

રાજકોટ જિલ્લામાં આવેલ ઉપલેટા તાલુકામાં પણ કુલ 3-4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તાલુકામાં આવેલ ગઢાળા, ખાખીજાળીયા, મોજીરા, કેરાળા તથા સેવંત્રા જેવા ઘણાં ગામોમાં સંપૂર્ણ રાત અતિભારે વરસાદ પડ્યો છે. જેનાંથી મોજ નદી પણ બંને કાંઠે વહેવા લાગી છે. નદીમાં નવાં પાણીની આવક થતા જ ગઢડા ગામનાં કોઝ-વે પર પણ પાણી ફરી વળ્યું છે. જેનાંથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

અમરેલી જિલ્લામાં પણ ગત રાત્રીથી જ વરસાદી માહોલ જામેલો રહ્યો છે. અમરેલી પંથકમાં આવેલ કેરિયા, દુધાળા, લાઠી, બાબરા સહિત ઘણાં ગામોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મિયાખીજડીયાથી પાનસડા તરફ જવાનાં રસ્તા પર પણ પાણી ફરી વળ્યું છે. જેનાંથી રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાંથી તમામ વાહનચાલકો પણ અટવાઈ ગયાં હતાં

આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી રહેતાં તમામ ખેડૂતોમાં પણ ખુશીની નવી લહેર જોવાં મળી રહી છે. વરસાદને કારણે કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઈ સહિત ઘણાં પાકને નવું જીવન પણ મળ્યું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થવાંથી ચોમાસુ પાકને લાભ થતાં જ તમામ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post