કરોડો વૃક્ષોનું વાવેતર કરનાર આ પટેલભાઈનાં અથાગ પરિશ્રમથી આજે મહેકી ઊઠી છે ગુજરાતની ધરતી -જાણો એમની સફળતાની કહાની

Share post

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. પ્રેમજી પટેલની યાદમાં તેમનું ગુજરાતમાં આવેલ ઘર હંમેશા વસેલું રહ્યું. મુંબઈમાં સારા એવા ધંધાદારી હોવા છતાં એમને અહિ આકાશને સ્પર્શતી ઈમારતો, દોડધામ વાળું જીવન તેમજ પ્રતિષ્ઠા મેળવવા માટેની હરીફાઈ ક્યારેય બંધ થશે નહી, શહેરનું જીવન કદાચ તેમના માટે હતું જ નહિ.

ઘણીવાર જીવનના અમુક મહત્વના નિર્ણય લેવામાં આપણને પ્રેરણા લેવાની જરૂર પડતી હોય છે તેમજ પટેલ માટે આ પ્રેરણા એક ગોવાળની વાર્તા બની હતી. તેમણે એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, કેવી રીતે એક ગોવાળ દ્વારા અજાણતા વાવેલા બીજ માંથી એક પડતર જમીન લીલાછમ જંગલમાં ફેરવાઈ ગઈ હતી.

કેટલીક પૌરાણિક વાર્તાએ પટેલના જીવનની દિશા બદલી દીધી હતી. કોણે વિચાર્યું હતું કે, મુંબઈના વ્યસ્ત જીવનમાં ડૂબેલ આ વેપારી, ગુજરાતમાં આવેલ રાજકોટ, ગોંડલ તેમજ માંગરોળ જીલ્લાના એક ગાઢ જંગલમાં ફેરવીને એક દિવસ પોતાની રાષ્ટ્રીય ઓળખાણ ઉભી કરશે. વર્ષ 1967 માં પટેલે ગોવાળની વાર્તાવાળું પુસ્તક એમના દીકરાના દીકરાએ ભેટમાં આપ્યું હતું.

જ્યારે તેઓ રાજકોટ ગયા ત્યારે, એમણે ત્યાંના વડીલો પાસે તે જગ્યાના જીવ-જંતુઓ તેમજ વૃક્ષ અંગે જાણકારી મેળવી હતી. તેમને એ જાણીને ખુબ આશ્ચર્ય થયું કે, પોતાના જીવનમાં જે જમીનને તે પડતર માનતા આવ્યા તે એક સમયમાં લીલુંછમ જંગલ બની ગયું હતું, જે ગીરથી લઈને દ્વારકા સુધી કુલ 285 કીમીમાં ફેલાયેલ હતી.

બીજથી શરુ થઇ લીલાછમ જંગલની સફર :
86 વર્ષીય પટેલ વિષે વાત કરતા યશોધર દીક્ષિત કહે છે કે, બાપુજીનું તે થોડા પાનાનું પુસ્તક તો યાદ ન રહ્યું પણ શિખામણ સારી રીતે યાદ રહી. તેણે બીજ એકત્ર કરવાની શરુઆત કરી તેમજ સમગ્ર દેશમાં બીજ ઉત્પાદકો તથા વિતરકોનું એક સંઘ બનાવ્યુ હતું. વર્ષ 2010 ના અંત સુધીમાં પટેલે ગુજરાતમાં આવેલ રાજકોટ, ગોંડલ તથા માંગરોળ જીલ્લામાં વિવિધ જાતોના અંદાજે 550 ટન બીજ છાંટી દીધા હતા.

વિવિધ પ્રોજેક્ટ દ્વારા એમણે અંદાજે 1 કરોડ વૃક્ષ ઉગાડ્યાં હતા તેમજ એમને આ મહાન કાર્યની ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામેં પણ પ્રશંસા કરી હતી. પટેલે અનેક પદવીઓ પ્રાપ્ત કરી હતી તેમજ તેમણે તેની શરુઆત એક સરળ પદ્ધતિ સાથે કરી હતી. તમામ ગામમાં એક મંદિર હોય જ છે કે, જ્યાં ભક્તોનું આવવા જવાનું ચાલુ રહેતું હોય છે.

તેમણે એક મંદિરની આસપાસ વૃક્ષ ઉગાડવાની શરુઆત કરી હતી. કારણ કે, તે સ્થળ પર લોકો દ્વારા વૃક્ષ કાપવાની સંભાવના ખુબ ઓછી રહે છે. તેમણે બીજ ખરીદવા તેમજ ઉગાડવા માટે એક વ્યક્તિને રાખી લીધો હતો. તેમાં સમય લાગ્યો પણ એ પ્રયોગ સફળ થયો હતો. પટેલ દ્વારા વર્ષ 1968 માં શરુ કરવમાં આવેલ ‘વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટ’ (VPST) ના રેકોર્ડ પ્રમાણે એમણે વિવિધ પ્રકારના કુલ 550 બીજ, જેવા કે પ્રોસોપીસ જુલીફ્લોરાના ઝાડ, અને સ્થાનિક જાતિના એવા અનાજ, ઘાસના બીજ, કરંજ, લીમડો, કેસુડો વગેરેના બીજ એકત્ર કર્યા હતાં. પટેલે પોતાના જીવનના 3 દશક આ વૃક્ષને ઉગાડવા માટે તેમજ  જાળવણી માટે સમર્પિત કરી દીધા હતાં.

રાજકોટને દુષ્કાળ રહિત બનાવ્યું :
પાણીની કિંમત કદાચ જ કોઈ સમજી શકે. વરસાદ એક મહિનો વહેલો અથવા તો એક મહિનો મોડો આવે તો ખેડૂત માટે મુશ્કેલી ઉભી થઈ જતી હોય છે. જેમણે આખું વર્ષ પાકની જાળવણીમાં લગાવ્યુ છે. વરસાદ વધારે હોય કે પછી હોય જ નહિ, આ બન્ને પરિસ્થિતિને લીધે ખેડૂતોની કમાણી શૂન્ય થઇ જાય છે તથા આવતા વર્ષ સુધી માટે એમને પોતાની બચત ઉપર આધારિત રહેવું પડે છે.

સુકી જમીન, તપતું આકાશ તેમજ છેલ્લા શ્વાસ લઈ રહેલ તરસ્યો પાક, મોટાભાગના ખેડૂતોને જયારે આ સમસ્યાઓનો કોઈ ઉકેલ ન મળે તો આ પરીસ્થિતિમાંથી નીકળવાનો કોઈ નુકશાનદાયક માર્ગ પસંદ કરી લેતાં હોય છે. ખેડૂતની આ પરિસ્થિતિ અંગે જયારે પટેલને જાણ થઈ તો તેમણે જાણ્યું કે, આ ગરીબ ખેડૂતોને કોઈ એવી વ્યક્તિની જરૂર રહેલી છે કે, જે તેને પાક મેળવવા માટે પાણી પૂરું પાડી શકે અને પટેલ ખેડૂતોની આ લડાઈમાં કુદી પડ્યા હતાં.

વર્ષ 1970 માં, પટેલ 54 ગામની કુલ 18,000 હેક્ટર જમીનના વોટરશેડ પ્રોગ્રામ અંતર્ગત લવવામાં સફળ રહ્યા હતા. જેને કારણે અહિના ખેડૂત કુદરતી, સુરક્ષિત તથા સસ્તી પદ્ધતિથી પાણી બચાવી શક્યા હતાં. આ પ્રોજેક્ટમાં કુલ 1,500 હેક્ટર જમીનને કવર કરતા કુલ 21,600 બંધોનું નિર્માણની યોજના સામેલ હતી. જેને લીધે અંદાજે 5,500 પરિવારોને લાભ મળતો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post